મોરબીની પી.જી.પટેલ કોલેજમાં BBA ના વિદ્યાથીઓ માટે  લીડરશીપ ટ્રેનીંગ સેમીનાર યોજાયો મોરબીમાં નેશનલ હાઇવે-સર્વિસ રોડના પ્રશ્નો ઉકેલવા કેન્દ્રિય મંત્રીને સિરામિક એસો.ની રજૂઆત મોરબી જિલ્લાના વિવિધ પ્રશ્નોની જિલ્લા-શહેર કોંગ્રેસનાં પ્રમુખે રાજ્યના ચીફ સેક્રેટરીને કરી રજૂઆત માળીયા (મી) તાલુકા કોર્ટ ખાતે સુપર મેગા નેત્રયજ્ઞ કેમ્પનું આયોજન મોરબીની યુ. એન. મહેતા આર્ટ્સ કોલેજમાં રાષ્ટ્રીય ખેલ દિવસની ઉજવણીના ભાગરૂપે કાર્યક્રમ યોજાયો મોરબીમાં ઈમરજન્સી ઓપરેશન સેન્ટરનું જિલ્લા પંચાયત પ્રમુખ-ધારાસભ્યોની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદમાં શહેરીજનોને સ્વચ્છતા બાબતે જાગૃત કરવા શેરી નાટકો-પપેટ શો યોજાયા માય થેલી: ટંકારા પાલિકા લોકોને જુના કાપડમાંથી બનાવી આપશે વિનામૂલ્યે થેલી
Breaking news
Morbi Today

“અહીંયા કેમ લઘુશંકા કરો છો” કહીને હળવદના રણછોડગઢમાં આધેડ અને તેના ભાભી ઉપર ધારીયા વડે હુમલો


SHARE

















“અહીંયા કેમ લઘુશંકા કરો છો” કહીને હળવદના રણછોડગઢમાં આધેડ અને તેના ભાભી ઉપર ધારીયા વડે હુમલો

હળવદ તાલુકાના રણછોડગઢ ગામે આધેડ લઘુશંકા કરવા માટે ગયા હતા ત્યારે “અહીંયા કેમ લઘુશંકા કરો છો” તેવું કહીને આધેડની સાથે બોલાચાલી કરવામાં આવી હતી ત્યારે ત્રણથી વધુ શખ્સો દ્વારા તેના ઉપર ધારિયા વડે હુમલો કરવામાં આવ્યો હતો ત્યારે ત્યાં હાજર રહેલા આધેડના ભાભી વચ્ચે છોડવા પડ્યા હતા માટે તેને પણ માર મારવામાં આવ્યો હતો જેથી બંને ઇજાગ્રસ્તોને રાજકોટ ખાતે સારવાર માટે ખસેડાયા છે અને હાલમાં આ બનાવની પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની જાણવા મળતી હળવદ તાલુકા રણછોડગઢ ગામે રહેતા રમેશભાઇ ઉર્ફે કૂકો ધનુભાઈ દલસાણીયા (૫૦) અને તેના ભાભી હેમીબેન સુખાભાઈ દલાસાણીયા (૬૦) ઉપર અજીત પ્રેમજી, પ્રેમજી મૂળજી અને ભાવુભાઇ મુળજી નામના ત્રણ શખ્સો અને અજાણ્યા શખ્સોએ મળીને માર માર્યો હતો જેથી કરીને હાલમાં તેઓને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા છે અને આ બનાવ વિશે વધુમાં ઇજાગ્રસ્તોને રાજકોટ લઇ ગયેલા દિનેશભાઈ પાસેથી જાણવા મળતી વિગતો પ્રમાણે રમેશ દલસાણીયા લઘુશંકા કરવા માટે ગયા હતા ત્યારે અજીત પ્રેમજીએ તેને “અહીંયા કેમ લઘુશંકા કરો છો” તેવું કહીને બોલાચાલી કરી હતી અને ત્યારબાદ તેની સાથે માથાકૂટ કરી હતી અને ધારિયા વડે હુમલો કર્યો હતો ત્યારે બચાવવા માટે હીમીબેન વચ્ચે પડ્યા હોય તેઓને પણ ઇજા થઇ હતી માટે બંનેને ઇજા થતાં સારવારમાં ખસેડવામાં આવ્યા છે અને હાલમાં આ બનાવની જાણ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

ઝેરી દવા પી લેતા સારવારમાં

મોરબીના ટંકારા તાલુકામાં આવતા હડમતીયા ગામે રહેતો જયેશ કિશોરભાઈ રાઠોડ નામનો ૧૫ વર્ષનો સગીર કપાસમાં છાંટવાની ઝેરી દવા પી ગયો હતો જેથી તેને સારવાર માટે મોરબીની મંગલમ હોસ્પિટલે ખસેડાયો હતો.બનાવને પગલે એ ડિવિઝન પોલીસ મથકના વી.પી.છાસીયાએ પ્રાથમિક તપાસ કરીને આગળની તપાસ માટે ટંકારા પોલીસને બનાવની જાણ કરી હતી.




Latest News