“અહીંયા કેમ લઘુશંકા કરો છો” કહીને હળવદના રણછોડગઢમાં આધેડ અને તેના ભાભી ઉપર ધારીયા વડે હુમલો
SHARE
“અહીંયા કેમ લઘુશંકા કરો છો” કહીને હળવદના રણછોડગઢમાં આધેડ અને તેના ભાભી ઉપર ધારીયા વડે હુમલો
હળવદ તાલુકાના રણછોડગઢ ગામે આધેડ લઘુશંકા કરવા માટે ગયા હતા ત્યારે “અહીંયા કેમ લઘુશંકા કરો છો” તેવું કહીને આધેડની સાથે બોલાચાલી કરવામાં આવી હતી ત્યારે ત્રણથી વધુ શખ્સો દ્વારા તેના ઉપર ધારિયા વડે હુમલો કરવામાં આવ્યો હતો ત્યારે ત્યાં હાજર રહેલા આધેડના ભાભી વચ્ચે છોડવા પડ્યા હતા માટે તેને પણ માર મારવામાં આવ્યો હતો જેથી બંને ઇજાગ્રસ્તોને રાજકોટ ખાતે સારવાર માટે ખસેડાયા છે અને હાલમાં આ બનાવની પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
બનાવની જાણવા મળતી હળવદ તાલુકા રણછોડગઢ ગામે રહેતા રમેશભાઇ ઉર્ફે કૂકો ધનુભાઈ દલસાણીયા (૫૦) અને તેના ભાભી હેમીબેન સુખાભાઈ દલાસાણીયા (૬૦) ઉપર અજીત પ્રેમજી, પ્રેમજી મૂળજી અને ભાવુભાઇ મુળજી નામના ત્રણ શખ્સો અને અજાણ્યા શખ્સોએ મળીને માર માર્યો હતો જેથી કરીને હાલમાં તેઓને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા છે અને આ બનાવ વિશે વધુમાં ઇજાગ્રસ્તોને રાજકોટ લઇ ગયેલા દિનેશભાઈ પાસેથી જાણવા મળતી વિગતો પ્રમાણે રમેશ દલસાણીયા લઘુશંકા કરવા માટે ગયા હતા ત્યારે અજીત પ્રેમજીએ તેને “અહીંયા કેમ લઘુશંકા કરો છો” તેવું કહીને બોલાચાલી કરી હતી અને ત્યારબાદ તેની સાથે માથાકૂટ કરી હતી અને ધારિયા વડે હુમલો કર્યો હતો ત્યારે બચાવવા માટે હીમીબેન વચ્ચે પડ્યા હોય તેઓને પણ ઇજા થઇ હતી માટે બંનેને ઇજા થતાં સારવારમાં ખસેડવામાં આવ્યા છે અને હાલમાં આ બનાવની જાણ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.
ઝેરી દવા પી લેતા સારવારમાં
મોરબીના ટંકારા તાલુકામાં આવતા હડમતીયા ગામે રહેતો જયેશ કિશોરભાઈ રાઠોડ નામનો ૧૫ વર્ષનો સગીર કપાસમાં છાંટવાની ઝેરી દવા પી ગયો હતો જેથી તેને સારવાર માટે મોરબીની મંગલમ હોસ્પિટલે ખસેડાયો હતો.બનાવને પગલે એ ડિવિઝન પોલીસ મથકના વી.પી.છાસીયાએ પ્રાથમિક તપાસ કરીને આગળની તપાસ માટે ટંકારા પોલીસને બનાવની જાણ કરી હતી.