મોરબીના રફાળેશ્વર ગામે જ્ઞાતિની વાડી પાસે જુગાર રમવાની ના પાડતા હુમલો: હોટલ, વાહન, બ્યુટી પાર્લરમાં નુકશાન કરીને લૂંટ: હવે સામસામે ફરિયાદ મોરબીમાં ચાલુ કારમાં અચાનક આગ લાગી: બે વ્યક્તિનો બચાવ મોરબી માર્કેટ યાર્ડની ચુંટણીમાં વેપારી પેનલમાં સો ટકા: ખેડૂત પેનલમાં 96 ટકા મતદાન: કાલે ફેંસલો મોરબીમાંથી સગીરાના અપહરણના ગુનામાં ફરાર આરોપી પકડાયો મોરબીમાં સતત ૧૮ માં વર્ષે સિદ્ધિવિનાયક કા રાજા ગણપતિ મહોત્સવનું આયોજન મોરબી જિલ્લામાં ૧.૬૦ કરોડના દારૂની હેરાફેરીના ગુનામાં પકડાયેલ ૩ બુટલેગર પાસા હેઠળ જેલ હવાલે વાજપાઈ બેંકેબલ યોજના: મોરબીના ચંપાબેન પરમારે સૌંદર્ય પ્રસાધનના વેપાર થકી બન્યા પગભર નરેન્દ્રભાઈ મોદીના ૨૫ વર્ષના સેવા-સમર્પણ નિમિત્તે મોરબી કમલમ્ ખાતે સેવા સંકલ્પ અભિયાન કાર્યશાળા યોજાઈ
Breaking news
Morbi Today

મોરબીના લક્ષ્મીનગર ગામે ૧.૪૦ લાખ રોકડા અને અઢી તોલાના દાગીના મળી ૧.૯૦ લાખની ચોરી કરનાર મહીલા સહીત બે જેલ હવાલે


SHARE





મોરબીના લક્ષ્મીનગર ગામે ૧.૪૦ લાખ રોકડા અને અઢી તોલાના દાગીના મળી ૧.૯૦ લાખની ચોરી કરનાર મહીલા સહીત બે જેલ હવાલે

મોરબીના લક્ષ્મીનગર ગામ પાસે આવેલ રોટરી સોસાયટીમાં રહેતો યુવાન તેની પત્ની સાથે રાજકોટ કૌટુંબિક કાકાના ઘરે પ્રસંગમાં ગયો હતો અને તેના પિતા તેમજ બે દીકરા ઢોલ વગાડવા માટે બાજુમાં આવેલ ગામમાં ગયા હતા અને તેની માતા તથા દીકરી કપડાની ખરીદી કરવા માટે બહાર ગયા હતા જેથી તેનું ઘર બંધ હતું તે દરમિયાન તેમના ઘરને તસ્કરે નિશાન બનાવ્યું હતું અને ઘરના તાળા તોડીને કબાટમાં રાખેલ અઢી તોલાના સોનાના દાગીના તેમજ ૧.૪૦ લાખ રૂપિયા રોકડા આમ કુલ મળીને ૧.૯૦ લાખના મુદામાલની ચોરી કરવામાં આવી હતી જેથી ભોગ બનેલ યુવાને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી જેમા એક મહિલા સહિત બે શખ્સોને પકડીને કોર્ટમાં રજૂ કરાતા એક દિવસના રિમાન્ડ ઉપર રખાયા હતા અને રિમાન્ડ પુરા થતા હાલ બંનેને જેલ હવાલે કરાયા હોવાનું જાણવા મળેલ છે.

મોરબી તાલુકા પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબીના સામાકાંઠે માળિયા હાઇવે ઉપર આવેલ લક્ષ્મીનગર ગામે રોટરીનગર સોસાયટીમાં રહેતા મોતીભાઈ ચકુભાઈ પુરબીયા જાતે (૩૬) એ થોટા દિવસો પહેલા અજાણ્યા શખ્સની સામે ચોરીની ફરિયાદ નોંધાવીને જણાવ્યું હતુ કે, તે પોતાના પત્ની હંસાબેન સાથે રાજકોટ તેના કૌટુંબીક કાકાના ઘરે પ્રસંગમાં ગયા હતા અને તેના પિતા ચકુભાઈ તથા બે દીકરા સુખદેવ અને કરણ ભરતનગર ગામે લગ્ન પ્રસંગમાં ઢોલ વગાડવા માટે ગયા હતા તેમજ તેની માતા લક્ષ્મીબેન અને દીકરી શીતલ ધ્રોલ કપડાની ખરીદી કરવા માટે ઘર બંધ કરીને ગયા હતા દરમિયાનમાં કોઈ અજાણ્યા શખ્સ દ્વારા તેમના મકાનને નિશાન બનાવી ઘરના તાળા તોડીને ઘરમાંથી અઢી તોલા સોનાના દાગીના તથા ૧.૪૦ લાખ રૂપિયા રોકડા આમ કુલ મળીને રૂા.૧.૯૦ લાખના મુદ્દામાલની ચોરી કરવામાં આવેલ છે જેથી તાલુકા પીઆઈ કે.એ.વાળા તથા રાઇટર સુરેશભાઈ સહિતનાઓ દ્વારા તપાસ કરવામાં આવી હતી અને ચોરીના ઉપરોક્ત ગુનામાં લીલાબેન ધીરૂભાઈ વાઘેલા (ઉમર ૪૫) અને ધનજી ધારસી વાઘેલા (૫૫) રહે.બંને રાજકોટવાળાઓની કરવામાં આવી હતી બંનેને કોર્ટમાં રજૂ કરાતા એક દિવસના રિમાન્ડ ઉપર લેવા હુકમ થયો હતો અને હાલ રિમાન્ડ પુરા થતા બંનેને જેલ હવાલે કરવામાં આવ્યો હોવાનું જાણવા મળેલ છે.ચોરીમાં પકડાયેલ ધનજીભાઈ સંબંધમાં લીલાબેનને જેઠ થાય છે..!

મારામારીમાં ઈજા થતાં સારવારમાં

મોરબીના રવાપર રોડ ઉપર આવેલા કાલિકા પ્લોટ વિસ્તારમાં રહેતા મિલન દિપકભાઈ ગોહિલ નામના ૧૮ વર્ષના યુવાનને મોરબીના નવા બસ સ્ટેશન પાસે કોઈ સાથે મારામારીના બનાવમાં ઈજા થતા સારવાર માટે અત્રેની સિવિલે ખસેડવામાં આવ્યો હતો સિવિલ હોસ્પિટલ દ્વારા તેની સારવાર કરવામાં આવ્યા બાદ બનાવ અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસને બનાવની જાણ કરવામાં આવી હતી જેથી હાલ એ ડિવિઝન પોલીસ મથકના વિપુલભાઈ ફૂલતરીયા દ્વારા મારામારીના આ બનાવની આગળની તપાસ હાથ ધરવામાં આવેલ છે॰




Latest News