મોરબીના મહેન્દ્રનગર આઈટીઆઈ નજીક દવા પી જતા પરણીતા સારવારમાં મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા ભવ્ય તીજ ઉત્સવનું આયોજન, ઉત્સવમાં જોડાવા આમંત્રણ કચ્છ અને મોરબીથી અન્ય રાજ્યોને જોડતી નવી ટ્રેન સેવાઓ, સવલતો માટેની કેન્દ્રીય રેલ મંત્રીને રજૂઆત કરતા સાંસદ વિનોદ ચાવડા મોરબીની ઓમશાંતિ વિદ્યાલયમાં વિદ્યાર્થીઓએ માટે જાદુગર રાજકુમારનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં સિરામિક ટ્રેડિંગનું કામ કરતાં વેપારી યુવાન સાથે આર્મીના નામે 12.42 લાખની ઠગાઇ મોરબીમાં સામુ શુ કામ જુએ છે તેવું કહીને યુવાનને માથામાં ઈંટના 3 ઘા માર્યા: 3 સામે ફરિયાદ મુંબઈમાં રહેતા વૃદ્ધાની વાંકાનેરના ઠીકરીયાળા ગામે આવેલ જમીન ઉપર ગેરકાયદે દુકાનો બનાવી લેનાર સામે લેન્ડ ગ્રેબિંગ મોરબીના નારણકા ગામે પતિ અન્ય છોકરી સાથે ફોનમાં વાત કરતો હોવાની શંકા રાખીને મહિલાએ ફોન તોડી નાખ્યો અને બાદમાં કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબીની કુખ્યાત મહિલા બુટલેગરને પાંચ જિલ્લામાંથી કરાઇ હદપાર


SHARE







મોરબીની કુખ્યાત મહિલા બુટલેગરને પાંચ જિલ્લામાંથી કરાઇ હદપાર

મોરબી જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી દારૂનું વેચાણ વધ્યું છે તેમાં ખાસ કરીને સિરામીક ઉદ્યોગમાં બહારના રાજયોમાંથી મજુરી કામે આવતા પરપ્રાંતીઓના લીધે દેશી દારૂનું વેચાણ ખુબ જ વધી ગયુ હોય અને ગૃહ ઉદ્યોગની જેમ અમુક વિસ્તારોમાં દારૂ વેચાણના ધંધા થતા હોય માળીયા(મિં.) અને ખાસ કરીને નવાગામ પંથકમાંથી, સુરેન્દ્રનગર પંથક અને ચોટીલા પંથક અને ખાસ કરીને ચોટીલાના નાળિયેરી પંથકમાંથી છુટથી દારૂનો જથ્થો મોરબી પંથકમાં ઠાલવીને વેચવામાં આવે છે તે નરી વાસ્તવિકતા છે.પુરુષોની સાથે મહિલાઓ પણ દારૂના ધંધામાં સમોવડી હોય છે અને અનેક વખત પોલીસ ચોપડે ચડી ગયેલી સોનલબેન ઉર્ફે સોનકી અબ્બાસ કટીયા જાતે મિંયાણા રહે.સોઓરડી પાછળ, માળીયા-વનાળીયા સોસાયટી મોરબી-૨ વિરુદ્ધ મોરબી સીટી બી ડીવીજન પીઆઇ વી.એલ.પટેલે જીલ્લામાંથી હદપારી માટેની દરખાસ્ત તૈયાર કરવામાં આવી હતી જેને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ દ્રારા પાસ કરી દેવામાં આવતા મહિલા બુટલેગર સોનલબેન ઉર્ફે સોનકી અબ્બાસ કટીયાને છ મહિના માટે મોરબી જીલ્લો તેમજ રાજકોટ, સુરેન્દ્રનગર, કચ્છ(ભુજ) અને જામનગર એમ પાંચ જિલ્લાઓમાંથી છ માસ માટે હદપાર કરીને અમદાવાદ મોકલી આપવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીના રહેવાસી કિશન જેસીંગભાઇ દેલવાડીયા ઘરેથી બાઈક રીપેરીંગ કરવા માટે જતા હતા તે દરમિયાન નવલખી ચોકડી પાસે તેના બાઇકને અજાણી કારના ચાલકે હડફેટે લેતા કિશનભાઇ દેલવાડીયાને અહીંની આયુષ હોસ્પીટસે ખસેડાયો હતો.જ્યારે મોરબીના અન્ય એક વિસ્તારમાં બે બાઇક સામસામે અથડાયા હતા જે બનાવમાં દિવ્યેશ મુકેશભાઇ ખારવા (૨૯) રહે.મોરબી અને બળવંત દિલીપભાઇ ખારવા (૨૭) રહે.રાજકોટ વાળાઓને ઈજાઓ થતાં બંનેને અહીંની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.

પરણિતા સારવારમાં

મોરબીના સામાકાંઠે નજરબાગ રેલ્વે સ્ટેશન પાસે આવેલા બૌધ્ધનગર વિસ્તારમાં રહેતી ગીતાબેન જીવરાજભાઈ મુછડીયા નામની ૩૬ વર્ષીય પરિણીતાને તેના પતિએ કોઈ બાબતે ઝઘડો થયા બાદ માર માર્યો હતો જેથી કરીને ગીતાબેન મુછડીયાને અહિંની સિવિલ હોસ્પિટલે સારવારમાં ખસેડાયા હતા.બનાવને પગલે સીટી બી ડિવિઝન પોલીસ મથકના જે.એમ.જાડેજાએ તપાસ હાથ ધરી છે.






Latest News