મોરબીના નીચી માંડલ ગામેથી બાઇક ચોરી કરનાર અમદાવાદની બેલડી બે ચોરાઉ બાઇક સાથે ઝડપાઇ
SHARE









મોરબીના નીચી માંડલ ગામેથી બાઇક ચોરી કરનાર અમદાવાદની બેલડી બે ચોરાઉ બાઇક સાથે ઝડપાઇ
મોરબી તાલુકાનાં લાલપર ગામ પાસેથી બાઇક લઈને પસાર થતાં બે યુવાનને રોકીને તાલુકા પોલીસની ટીમે તેની પાસે બાઈકના કાગળો માગ્યા હતા ત્યારે તે ગલ્લા તલ્લા કરવામાં લાગ્યા હતા જેથી પોલીસે તેની પૂછપરછ કરતાં તેની પાસેથી બે ચોરાઉ બાઇક મળી આવ્યા હતા જેથી પોલીસે હાલમાં ચોરાઉ બાઇકને કબ્જે કરીને આગળની કાર્યવાહી કરેલ છે
બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી નજીકના નીચી માંડલ ગામ પાસે આવેલો નોકેન સિરામિકની સામે પાર્ક કરવામાં આવેલ બાઇક નંબર જીજે ૩ ડીબી ૯૪૮૨ ને કોઈ અજાણ્યો શખ્સ ચોરી કરી ગયેલ છે જેથી કરીને હાલમાં ધર્મેન્દ્રભાઈ રામજીભાઇ દેત્રોજા જાતે પટેલ (ઉંમર ૪૦) રહે નીચીમાંડલ વાળાએ તેઓનું ૨૫ હજાર રૂપિયાની કિંમતનું બાઈક ચોરી થઇ ગયુ હોવા અંગેની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે દરમ્યાન નગીનદાસ નિમાવત અને તેની ટિમ દ્વારા મોરબીના લાલપર ગામ પાસેથી પસાર થતાં ડબલ સવારી બાઇકને રોકીને તેની પાસે બાઈકના કાગળો માંગવામાં આવ્યા હતા જેથી તે યુવાનો ગલ્લા તલ્લા કરવા લાગ્યા હતા માટે પોલીસે તેની પૂછપરછ કરતાં તેને બાઇક નંબર જીજે ૧ ઈવાય ૫૨૩૪ બોટાદથી ચોરી કર્યું હોવાની કબૂલાત આપી હતી માટે આરોપી દિપક લક્ષ્મણ સોખરીયા (૨૨) અને જયદીપ લક્ષ્મણ સોખરીયા (૨૦) રહે, બંને અમદાવાદ વાળાની ધરપકડ કરી હતી અને તેની આગવી ઢબે પૂછપરછ કરવામાં આવતા આરોપીઓએ નીચી માંડલ પાસેથી બાઇક નંબર જીજે ૩ ડીબી ૯૪૮૨ ની પણ ચોરી કરી હોવાની કબૂલાત આપી છે જેથી પોલીસે હાલમાં બે ચોરાઉ બાઇક સાથે અમદાવાદની બેલડીની ધરપકડ કરી છે
