મોરબીમાંથી કાર અને રિક્ષાની ચોરીના ગુનામાં પાંચમા આરોપીની ધરપકડ
મોરબીના કંડલા બાયપાસ પાસે વૃધ્ધનું મોત નિપજાવનાર કાર ચાલકની ધરપકડ
SHARE









મોરબીના કંડલા બાયપાસ પાસે વૃધ્ધનું મોત નિપજાવનાર કાર ચાલકની ધરપકડ
મોરબી નજીક અમરેલી ગામની સીમમાં કંડલા બાયપાસ રોડ આર.ટી.ઓ. કચેરી પાસે દેવદુત જીન પાસેથી ઇનોવા કારના ચાલકે વૃધ્ધને હડફેટે લીધા હતા જેથી કરીને તેને માથાના ભાગે ઇજાઓ થઈ હતી અને તેઓનું મોત નીપજયું હતું જેથી મૃતકના દીકરાની ફરિયાદ લઈને પોલીસે હાલમાં કાર ચાલકની ધરપકડ કરેલ છે
બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ જોડિયા તાલુકાનાં શામપર ગામના રહેવાસી અને હાલમાં પ્રેમજીનગર મકનસર લાલજીભાઇ દેવીપુજકના મકાનમાં ભાડેથી રહેતા ફરિયાદી ચમનભાઇ હંસરાજભાઇ દાહકીયા જાતે દેવીપુજક (ઉમર ૩૨)એ ઇનોવા ગાડી નંબર જીજે ૩૬ એફ ૮૬૬૬ ના ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી જેમાં તેને જણાવ્યુ હતું કે, મોરબી નજીક અમરેલી ગામની સીમમાં કંડલા બાયપાસ રોડ આર.ટી.ઓ. કચેરી પાસે દેવદુત જીન પાસે આરોપીએ પોતાની ઇનોવા ગાડી નંબર જી.જે. ૩૬ એફ ૮૬૬૬ પુર ઝડપે અને ગફલતભરી રીતે ચલવી હતી અને ફરિયાદીના પિતા હંસરાજભાઇ માધાભાઇ (ઉ.૬૫) ને હડફેટે લીધા હતા જેથી કરીને આ અકસ્માતમાં તેને માથાના ભાગમાં ગંભીર ઇજાઓ થઈ હતી જેથી તેનું મોત નીપજયું હતું આ ગુનામાં હાલમાં પોલીસે સંદીપભાઈ ઉર્ફે સંજયભાઇ અગ્રાવત (ઉમર ૩૦) રહે.વાટિકા સોસાયટી, નાની વાવડી તા.જી.મોરબી વાળાની ધરપકડ કરેલ છે.
વાહન અકસ્માતમાં બે ને ઈજા
ટંકારા તાલુકાના સરૈયા ગામે રહેતો અશોક અમરશીભાઇ કુંવરિયા નામનો ૩૩ વર્ષનો યુવાન ગામ નજીકથી બાઇક લઇને જતો હતો ત્યારે ગામના બસ સ્ટેશન પાસે તેનું બાઇક સ્લીપ થઇ જતાં તેને સારવાર માટે મોરબીની આયુષ હોસ્પીટલે ખસેડાયો હતો.જ્યારે મોરબી તાલુકાના ગોર ખીજડીયા ગામે રહેતો રાહુલ નિલેશભાઇ પરમાર નામનો ૨૧ વર્ષનો યુવાન કામ સબબ મોરબી આવ્યો હતો અને મોરબીથી પરત પોતાના ગામ ગોરખીજડીયા જતો હતો ત્યારે મોરબીની પંચાસર ચોકડી પાસે તેનું બાઇક પણ સ્લીપ થઈ જતાં ઈજાગ્રસ્ત થયેલા રાહુલ પરમારને અહીંની ક્રિષ્ના હોસ્પિટલે લઇ જવાયો હતો. બંને બનાવોની નોંધ કરીને એ ડીવીઝન પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
ઝેરી દવા પી લેતા યુવાન સારવારમાં
મોરબી તાલુકાના બરવાળા ગામે રહેતો ધનજીભાઈ મહેશભાઈ દેલવાણીયા જાતે દેવીપુજક નામનો ૨૪ વર્ષીય યુવાન કોઈ કારણોસર ઝેરી દવા પી ગયો હતો જેથી તેને સારવાર માટે અહીંની મંગલમ હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો.બનાવની જાણ થતાં તાલુકા પોલીસ મથકના મહિલા એએસઆઈ એન.જે.ખડીયા તથા રાઇટર દિલીપભાઈ ગેડાણીએ તપાસ હાથ ધરી છે.
