મોરબીના મહેન્દ્રનગર આઈટીઆઈ નજીક દવા પી જતા પરણીતા સારવારમાં મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા ભવ્ય તીજ ઉત્સવનું આયોજન, ઉત્સવમાં જોડાવા આમંત્રણ કચ્છ અને મોરબીથી અન્ય રાજ્યોને જોડતી નવી ટ્રેન સેવાઓ, સવલતો માટેની કેન્દ્રીય રેલ મંત્રીને રજૂઆત કરતા સાંસદ વિનોદ ચાવડા મોરબીની ઓમશાંતિ વિદ્યાલયમાં વિદ્યાર્થીઓએ માટે જાદુગર રાજકુમારનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં સિરામિક ટ્રેડિંગનું કામ કરતાં વેપારી યુવાન સાથે આર્મીના નામે 12.42 લાખની ઠગાઇ મોરબીમાં સામુ શુ કામ જુએ છે તેવું કહીને યુવાનને માથામાં ઈંટના 3 ઘા માર્યા: 3 સામે ફરિયાદ મુંબઈમાં રહેતા વૃદ્ધાની વાંકાનેરના ઠીકરીયાળા ગામે આવેલ જમીન ઉપર ગેરકાયદે દુકાનો બનાવી લેનાર સામે લેન્ડ ગ્રેબિંગ મોરબીના નારણકા ગામે પતિ અન્ય છોકરી સાથે ફોનમાં વાત કરતો હોવાની શંકા રાખીને મહિલાએ ફોન તોડી નાખ્યો અને બાદમાં કર્યો આપઘાત
Breaking news
Morbi Today

કોરોનામાં સદગતી પામેલ લોકોની આત્મશાંતિ અર્થે મોરબી જિલ્લા બ્રહ્મસમાજ, પરશુરામધામ-પરશુરામ યુવા ગ્રુપ દ્વારા વિષ્ણુયાગનું આયોજન


SHARE







કોરોનામાં સદગતી પામેલ લોકોની આત્મશાંતિ અર્થે મોરબી જિલ્લા બ્રહ્મસમાજ, પરશુરામધામ-પરશુરામ યુવા ગ્રુપ દ્વારા વિષ્ણુયાગનું આયોજન

મોરબી જિલ્લા બ્રહ્મસમાજ,પરશુરામધામ તેમજ શ્રી પરશુરામ યુવા ગ્રુપ દ્વારા વિષ્ણુયાગનું આયોજન કરવામાં આવ્યું હતુ.

કોરોના કાળ દરમિયાન જે બ્રાહ્મણ પરિવારોમાં કોઇ સભ્યનું મૃત્યુ થયેલ હોય અને કોરોના સમયને લીધે સદગતની અંતિમવિધિ તેમના પરિવારજનો વિધિવત રીતે ન કરી શક્યા હોય આવા સદગતોની આત્માની શાંતિ અર્થે મોરબી જિલ્લા બ્રહ્મસમાજ, પરશુરામ ધામ તેમજ શ્રી પરશુરામ યુવા ગ્રુપ દ્વારા સંયુક્ત રીતે વિષ્ણુયાગનું આયોજન કરવામાં આવ્યું હતુ.જેમાં કુલ ૧૩ જેટલા યજમાનો જોડાયા હતા.આચાર્ય પદે વાઘપરવાળા શાસ્ત્રી કૌશિકભાઈ વ્યાસ બિરાજમાન થયા હતા. કાર્યક્રમને સફળ બનાવવા પરશુરામધામના પ્રમુખ ભૂપતભાઈ પંડ્યા, મોરબી જિલ્લા બ્રહ્મસમાજના પ્રમુખ ભરતભાઈ ઓઝા, પરશુરામ યુવા ગ્રુપના પ્રમુખ નિરજ ભાઈ ભટ્ટ, મહામંત્રી ધ્યાનેશભાઈ રાવલ, જિલ્લા મહામંત્રી ચિંતનભાઈ ભટ્ટ તથા યગ્નેશ જાની, આર્યન ત્રિવેદી મહિલા મંડળ પ્રમુખ નિલાબેન પંડિત સહીતના તમામ સભ્યોએ અથાક મહેનત કરી હતી.






Latest News