મોરબીની વ્યોમ ક્લિનિકલ લેબોરેટરીમાં વિધવાઓના રિપોર્ટ તદ્દન ફ્રી
મોરબીમાં ગટરનું ઢાંકણું સત્વરે નવું બખવા માટે ચીફ ઓફિસરને રજૂઆત
SHARE









મોરબીમાં ગટરનું ઢાંકણું સત્વરે નવું બખવા માટે ચીફ ઓફિસરને રજૂઆત
મોરબીમાં શનાળા રોડ ઉપર આવેલ નવા બસ સ્ટેન્ડ સામેથી રવાપર રોડ જવાના રસ્તે જે "સ્વચ્છતા રોડ" રોડ આવેલ છે. તે રોડ ઉપર ગુલમહોર એપાર્ટમેન્ટ સામે સ્પીડ બ્રેકર પાસે ગટરનું ઢાંકણું તા. ૧૧ /૯ ના રોજથી તૂટી ગયેલ છે. જે નિર્દોષ વાહન ચાલક સહિતના લોકો માટે જોખમી કે જીવલેણ બની શકે છે જેથી કરીને જાગૃત નાગરિકે સુકો બાવળ નાખી આડશ કરી લોકોને દૂર ચાલી બચવાનો સંકેત આપેલ છે પરંતુ વરસાદ પડતાં બાવળ અને આડશ દૂર થઈ જતા ગટરનું ઢાંકણું સંપૂર્ણ ખુલ્લુ થઈ ગયેલ છે. જેથી કરીને સત્વરે નવું ઢાંકણું નાખવા મોરબીના નાગરિક સંજયભાઈ રાજપરા(વકીલ) એ પાલીકાના ચીફ ઓફીસરનું ધ્યન દોરીને અહીંના ધારાસભ્ય પાલીકાની ભૂગર્ભ ગટર શાખા ચેરમેન તેમજ વિસ્તારના કોર્પોરેટરને યોગ્ય કરવા રજુઆત કરેલ છે. જો કે ઢાંકણું કયારે નવું નાખવામાં આવશે તે તો આગામી સેમી જ બતાવશે
