મોરબીના ખોખરા હનુમાન, મણિધર હનુમાન અને ટંકારના પંચમુખી હનુમાન મંદિરે ત્રિવિધ કાર્યક્રમોનું આયોજન
SHARE
મોરબીના ખોખરા હનુમાન, મણિધર હનુમાન અને ટંકારના પંચમુખી હનુમાન મંદિરે ત્રિવિધ કાર્યક્રમોનું આયોજન
મોરબીના બેલા ગામ પાસે આવેલ ખોખરા હનુમાનજી હરિહરધામ મંદિર ખાતે હનુમાન જયંતિની ધામધુમથી ઉજવણી કરવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે અને ચાર દિવસ સુધી સંતવાણી, ભજન, લોકસાહિત્ય અને રામ ચરિત માનસના અંખડ પાઠનું આયોજન કરવામાં આવ્યું છે તેવી જ રીતે મોરબીના મણિધર હનુમાન મંદિર અને ટંકારના પંચમુખી હનુમાન મંદિરે ધાર્મિક કાર્યક્રમ અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે
મોરબીના ભરતનગર બેલા ખાતે આવેલ ખોખરા હનુમાન હરિહર ધામ ખાતે આગામી ૬ થી ૯ સુધી જુદાજુદા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ખોખરા હનુમાનજી હરિહરધામ ખાતે અંનત વિભૂષિત મહામંડલેશ્વર કંનકેશ્વરી માતાજીનાં સાનિધ્યમાં તા ૬ ના રોજ સવારે હનુમંત યજ્ઞ યોજાશે અને રાતે ભવ્ય સંતવાણી યોજાશે જેમાં દેવરાજભાઈ ગઢવી, લોકસાહિત્યકાર શક્તિદાનભાઈ ગઢવી તેમજ તા ૭ ના રોજ લલિતાબેન ઘોડાદ્રા અને સાધ્વી જયશ્રી માતાજીના ભજન અને લોકસાહિત્યનો કાર્યક્રમ અને તા ૮ અને ૯ ના રોજ રામ ભક્ત મંડળ બિકાનેર (રાજસ્થાન) દ્વારા રામ ચરિત માનસના અંખડ પાઠનું આયોજન કરવામાં આવ્યું છે જેનો ભક્તોને લાભ લેવા માટે ખોખરા હનુમાનજી હરિહરધામ દ્વારા જાહેર અપીલ કરાઇ છે
મણીઘર હનુમાન
મોરબી,આ શનાળા રોડ ઉપર લાતીપ્લોટના ખૂણા પાસે આવેલ મણીઘર હનુમાનજી મંદિર ખાતે પ્રાણ પ્રતિષ્ઠાનું આયોજન કરવામાં આવ્યું છે અને આ મંદિરને ૩૩ વર્ષ પૂર્ણ થતાં હોવાથી આગામી તા.૬ ના રોજ ગુરુવારે હનુમાનજી જયંતિ નિમિતે સુંદરકાંડનું આયોજન કરાયું છે જેમાં શાસ્ત્રી આશિષભાઈ શુક્લ યજ્ઞ વિધિ કરાવશે. તેમજ ધ્વજારોહણ તથા મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને સાંજે સાત વાગ્યે સરદાર બાગની પાછળના ભાગમાં આવેલ પાલિકાના કોમ્યુનિટી હોલ ખાતે મહાપ્રસાદ રાખવામા આવ્યો છે જેથી દર્શન અને પ્રસાદનો મોરબીની ધર્મપ્રેમી જનતાને લાભ લેવા જાહેર અપીલ કરાઇ છે
ટંકારા પંચમુખી હનુમાન
આગામી હનુમાન જયંતીના દિવસે ટંકારા ડેમી નદીના કાંઠે આવેલ પંચમુખી હનુમાનજી મંદિર ખાતે બ્રહ્મ ચોર્યાસી, લક્ષ્મીનારાયણ મંદિરે ધ્વજા અર્પણ અને રામદાસબાપુની બીજી પુણ્યતિથિ ઉજવવાનું આયોજન કરવામાં આવ્યું છે ટંકારામાં ડેમી નદીના કિનારે આવેલા શ્રી પંચમુખી હનુમાનજી મંદિરે તા ૬ ના રોજ પંચમુખી હનુમાનજીના સાનિધ્યમાં પ્રાગટ્ય દિવસની ઉજવણી કરવામાં આવશે અને લક્ષ્મીનારાયણ મંદિરે ધ્વજાજી અર્પણ થશે સાથો-સાથ બ્રહ્મ ચોર્યાસીનુ આયોજન કર્યું છે. આ પાવન દિવસે બ્રહ્મલિનશ્રી ૧૦૮ રામદાસ બાપુની બિજી પુણ્યતિથી, હનુમાનજી મહારાજનો જન્મ મહોત્સવ અને શ્રી લક્ષ્મીનારાયણ મંદિરે ધ્વજાજી મહોત્સવ ઉજવવામાં આવશે. આ ત્રિવેણી કાર્યક્રમમાં જોડાવા અને પ્રસાદ લેવા માટે મહંત સીતારામ બાપુ, સેવકગણ અને વ્યવસ્થા સમિતીએ જાહેર આમંત્રણ આપેલ છે
વાંકાનેર વેલનાથ બાપુ જન્મજયંતી હનુમાન દાદાની જન્મ જયંતી
વાંકાનેરની ધર્મ પ્રેમી જનતાને જય વેલનાથ સાથે યાદીમાં જણાવવામાં આવેલ છે કે આગામી તા.૬ ને ગુરુવારે સાંજે ૩ વાગ્યે વેલનાથ બાપુ જન્મજયંતી તથા હનુમાન દાદાની જન્મ જયંતી નિમિત્તે પરંપરાગત ભવ્ય શોભાયાત્રા નવા ધમલપર શ્રી ગેલ માતાજી મંદિરના ભૂવા પરશોતમભાઈ બાવરવાના શુભ હસ્તે પ્રસ્થાન કરશે.તે હસનપર,.શક્તિપરા,.મિલ સોસાયટી, વીશીપરા થઇને ધમલપર-૨ ખાતે વેલનાથ બાપુના મંદિર ખાતે શોભાયાત્રા પૂર્ણ થશે.આ ભવ્ય શોભા યાત્રામા બહોળી સંખ્યામાં જોડાવા આયોજકોએ જાહેર આમંત્રણ પાઠવેલ છે.વધુ વિગત માટે મો.9825653000, 9067473866, 9870063324, 9375056545, 9727335718, 7405535729 અથવા 9879997519 ઉપક સંપર્ક કરવા યાદીમાં જણાવેલ છે.