મોરબીના કલેક્ટરે ઇવીએમ વેરહાઉસની લીધી મુલાકાત વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો
Breaking news
Morbi Today

મોરબીમાં મંગળવારે ભગવાન મહાવીરના ૨૬૨૧માં જન્મ કલ્યાણકદિને શોભાયાત્રા નીકળશે


SHARE









મોરબીમાં મંગળવારે ભગવાન મહાવીરના ૨૬૨૧માં જન્મ કલ્યાણકદિને શોભાયાત્રા નીકળશે

મોરબીમાં સમસ્ત જૈન સંઘ દ્વારા દીક્ષા દાનેશ્વરી ગુણરત્નસુરીજીના શિષ્ય રશ્મિરત્નસુરીજી તથા મોરબી સંઘમાં બિરાજિત સર્વે સાધુ-સાધ્વીજી, ભગવંતો તથા મહાસતીજીઓની નિશ્રામાં ભગવાન મહાવીરના ૨૬૨૧માં જન્મ કલ્યાણક દિનની ઉજવણી કરવામાં આવશે

મોરબીમાં ચાંદીના રથમાં ભગવાન મહાવીર સ્વામીને બિરાજમાન કરીને રથયાત્રા શહેરના રાજમાર્ગો ઉપરથી નીકળશે ત્યારે ઘોડા, બગી, બેન્ડ-બાજા પણ ગુંજી ઉઠશે. જેમાં નાના બાળકો સાયકલ ઉપર રથયાત્રાની શોભા વધારશે તો કળશ ધારી બહેનો તથા પરમેષ્ઠિના વર્ણવાળા ડ્રેસમાં વિવિધ સંઘોના મહિલા મંડળો ડાંડીયા-ખંજરી,ચૌદ સ્વપ્ન આદી લઈને વરઘોડાની શોભા વધારશે આ શોભાયાત્રા ધર્મનાથ જૈન દેરાસરથી નીકળી બોયઝ હાઈસ્કૂલ સુધી જશે ત્યાં શોભાયાત્રા પૂરી કરવામાં આવશે આ શોભાયાત્રામાં ઠેર-ઠેર મહાવીર પ્રસાદી દ્વારા મોં મીઠું કરાવવામાં આવશે ત્યાર બાદ જૈનાચાર્ય રશ્મિરત્નસુરીજીની નિશ્રામાં ધર્મસભા યોજાશે. જેમાં ‘એક જનમ્યો રાજ દુલારો’ તથા ‘ભગવાન મહાવીરની વિરલ વાતો’ વિષય ઉપર પ્રવચન આપવામાં આવશે તેવું આયોજકોએ જણાવ્યુ છે




Latest News