મોરબી સહિત ગુજરાતમાં બહેરા મૂંગા બાળકોને સંભાળતા-બોલતા કરવા સરકાર અને લાયન્સ કલબનો સેવાયજ્ઞ
SHARE
મોરબી સહિત ગુજરાતમાં બહેરા મૂંગા બાળકોને સંભાળતા-બોલતા કરવા સરકાર અને લાયન્સ કલબનો સેવાયજ્ઞ
જે માતાને તેનો ૯ માસ સુધી કુખમાં રાખેલ બાળક સાંભળી શકશે નહીં અને બોલી પણ શકશે નહીં તેવી જાણકારી મળે ત્યારે તે માતા પિતાની હાલત કેવી થતી હશે ?, તે વિચારીને ગુજરાત સરકાર અને લાયન્સ કલબ દ્વારા સેવાયજ્ઞ શરૂ કરવામાં આવ્યો છે અને આ બાળકોને વિના મૂલ્યે સારવાર કરી આપવામાં આવે છે અને જેના અગાઉ ઓપરેશન કરી આપવામાં આવ્યા હોય તેના સાધનોમાં કોઈ ક્ષતિ થયેલ હોય કે પછી તૂટી ગયા હોય તો તે અડધી કિંમતે તેઓને આપવામાં આવી રહ્યા છે અને બાળક સાંભળી તેમજ બોલી શકે તે માટે કામ કરવામાં આવી રહ્યું છે
વર્તમાન સમયમાં ઘણા બાળકો જન્મથી બોલતા કે સાંભળતા નથી આવા બાળકોને આખી જિંદગી હેરાન થવું પડે નહીં તે માટે ગુજરાત સરકાર અને લાયન્સ કલબ દ્વારા સેવાયજ્ઞ શરૂ કરવામાં આવ્યો છે અને જુદીજુદી જગ્યાએ વિશેષ કેમ કરીને આવા બાળકોને શોધીને તેના ઓપરેશન કરીને બાળકોને બોલતા તેમજ સાંભળતા કરવામાં આવી રહ્યા છે આવી જ રીતે મોરબીના રમચોક પાસે આવેલ શિવમ હોસ્પીટલમાં ગઇકાલે એક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં માહિતી આપતા ચંદ્ર્કાંતભાઈ દફતરીએ જણાવ્યુ હતું કે, બાળક બોલી કે સાંભળી ન શકે તો માતા પિતા સહિતના પરિવારના લોકો ચિંતી હોય છે તે સ્વાભાવિક છે ત્યારે છેલ્લા ઘણા વર્ષો થી આ સેવા યજ્ઞ શરૂ કરવામાં આવેલ છે જેમાં અકે મહિલા કે જેના લગ્ન ૨૨ બરશે થયા હતા અને ૨૩માં વર્ષે તે માતા બની હતી જો કે, તેનું બાળક બોલી શકતું ના હતું જેની સર્જરી કરવામા આવ્યા પછી ૩૬ માં વર્ષે આ મહિલાએ તેના બાળકના મોઢેથી “મમ્મી” શબ્દ સંભાળ્યો હતો
તેમણે જણાવ્યુ હતું કે, ગુજરાત સરકાર દ્વારા અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં બાળકોનું - કોકલીયર પ્લાંટ સર્જરી કરીને બાળકોને સંભાળતા કરવામાં આવી રહ્યા છે જો કે, ગુજરાતની પ્રજાને આ માહિતી ન હોવાથી તેનો ઘણા લોકો લાભ લઈ શકતા નથી ત્યારે તેઓની પાસે આ માહિતી આવી હતી અને તેમણે અતિ મહત્વનો આ પ્રોગ્રામ લોકો સમક્ષ પહોચાડવાની કામગીરી શરૂ કરી હતી જેમાં ખાસ કરીને વોટસએપ, ફેસબુકના માધ્યમથી પ્રચાર શરૂ કર્યો હતો અને તે દરમિયાન સી.યુ. શાહ હોસ્પિટલ સુરેન્દ્રનગરમાં ૪૦૦ થી વધુ બાળકોને ઓપરેશન માટે મોકલ્યા હતા જેના ઓપરેરાનો અમદાવાદના ડો. વિનોદ ખધારે કરેલ હતા ત્યારબાદ તેઓને જાણકારી મળી હતી કે O4F નામના મશીનથી માત્ર ૧૫ સેકન્ડમાં નવજાત શિશુને બહેરાશ છે કે નહીં ? તે જાણી શકાય છે એટલે જામનગર લાયન્સ કલબના આગેવાનના ડોનેશનથી મશીન ખરીદી નવજાત શિશુની ચકાસણી ચાલુ કરવામાં આવી હતી કોકલીયર ઓપરેશન ૦ થી ૩ વર્ષના બાળકોનું કરવામાં આવે તો ૧૦૦ % સફળતા મળે છે . એટેલ આવા બાળકોના ઓપરેશન ચાલુ કરવામાં આવ્યા હતા અને અત્યાર સુધીમાં દફતરીને સોશિયલ મીડિયા દ્વારા ૧ લાખથી વધુ ફોન આવેલ છે. ૨૫૦૦૦ થી વધુ મેસેજથી જવાબ આપેલ અને ૧૧૦૦ થી વધુ ઓપરેશન કરવા માટે મોકલેલ છે.
મોરબીમાં ઓપરેશન થઈ ગયેલા બાળકોને કે તેના માં બાપને મશીન અંગે કે સ્પિચ થેરાપી અંગે જો કોઈ તકલીફ હોય તો નિરાકરણ મળે તે માટે ગાંધીનગરથી ન્યુડલ ઓફીસર અને જેને ૧૦૦૦ થી વધુ કોકલીયર ઓપરેશન કરેલ છે તે ડો. મેડમ સૂરી મોરબીની શિવમ હોસ્પિટલમાં જે કેમ્પ તા ૧૨ ના રોજ રાખવામા આવ્યો હતો તેમાં ખાસ ઉપસ્થિત રહેલ હતા એન તેઓએ જણાવેલ કે ગુજરાતમાં હવે ૭ જગ્યાએ કોકલીયર ઓપરેશનો થઇ રહ્યા છે રાજકોટથી સ્પિચ થેરાપીસ્ટ કશ્યપ શુક્લ અને તેની ઓડિયોલોજીસ્ટ ટીમ પણ હાજર રહેલ હતી તેમના દ્વારા બાળકોને ઓપરેશન પછી કઈ રીતે સ્પીચ થેરાપી આપી શકાય તે અંગે સમજણ આપી હતી મોરબી શહેરમાં ડો. પ્રાયેશ પંડયા દ્વારા મશીનથી નવજાત શિશુઓનો ટેસ્ટ કરવામાં આવ્યો હતો જેમાં ઓછું સંભાળતા હોય તેવા બાળકો મળ્યા હતા તેના વાલીઓને ઓપરેશન માટે સમજાવામાં આવ્યા હતા અને જે કોઈ શહેરમાં નવજાત શિશુનો બહેરાશનો ટેસ્ટ કરાવવા ઈચ્છતા હોય તેમણે ચંદ્રકાંત દફતરીને ૯૮રપર ૨૩૧૯૯ ઉપર સંપર્ક કરવા માટે અપીલ કરવામાં આવી છે
બહેરા મૂંગા બાળકોનો પ્રોજેકટ માત્ર મોરબી ગુજરાત પુરતો સીમિત ન રહે તે માટે લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલનાં પ દેશના પ્રતિનિધિની કોન્ફરન્સમાં ચંદ્રકાંત દફતરીએ માહિત આપેલ હતી ત્યાર બાદ હમણાં જુન મહિનામાં વિશ્વની લૂ ૪ દેશોનું મોનસ્ટ્રીયલ કેનેડામાં લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલનું કન્વેનશન વર્ચ્યુયલ યોજાયેલ હતું તેમાં કોકલીયર ઈમપ્લાંટ વિષે જણાવ્યુ હતું અને વિશ્વના ૧૪ લાખ લાયન મેમ્બરોને આ ભગીરથ કાર્યનો પ્રચાર કરી માનવજાત માટે ઉતમ સેવાનું ઉદાહરણ પૂરું પડેલ હતું. આ સમગ્ર કાર્યક્રમને મોરબી લાયન્સ ક્લબ નઝરબાગના પ્રમુખ ડો. પ્રેયશ પડયાએ પોતાની સેવાઓ આપી હતી અને સૌરાષ્ટ્રના લાયન્સના રીજીયન ચેરમેન રમેશ રૂપાલા, મોરબી ઝોનના ચેરમેન તુષાર દફતરી, સૌરાષ્ટ્ર કચ્છના લાયન્સના ડીસ્ટીક ચેરમેન કેશુભાઈ દેત્રોજા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમનું સંચાલન ડૉ.રવીન્દ્ર ભટ્ટએ કર્યુ હતુ