મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી !  હિરાસર એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય અને કાર્ગો સેવા શરૂ કરવા રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહ ઝાલાની રજૂઆત ગૌરવની ક્ષણ ૮૦માસ્વાતંત્ર્ય દિને મોરબી જિલ્લા તંત્ર દ્વારા મેંગોપીપલ પરિવારનું ભવ્ય સન્માન મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા તીજોત્સવની રંગારંગ ઉજવણી મોરબીની બી.એમ.મામુજી ૮૦ વર્ષ જૂની પેઢીનો પર્યાવરણપ્રેમ, લગભગ ૨૦ વર્ષથી પ્લાસ્ટિક ઝબલાઓનો સંપૂર્ણ ત્યાગ મોરબીમાં ભારતીય યુવા મંચ દ્વારા યુવા વક્તાઓ માટે ખાસ કાર્યક્રમ યોજાયો મોરબીમાં ભાડુઆત દંપતી સાથે માથાકૂટ કરીને ઘરધણી મહિલાને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરતાં ગુનો નોંધાયો મોરબીના શાપર ગામ નજીક રિવર્સમાં આવેલ ડમ્પરના ચાલકે માતાની નજર સામે 2 વર્ષના માસૂમ બાળકને કચડી નાખ્યો
Breaking news
Morbi Today

મોરબી નજીકથી જાનવરે ફાડી ખાધેલ હાલતમાં યુવાનનો કોહવાઈ ગયેલ મૃતદેહ મળ્યો


SHARE







મોરબી નજીકથી જાનવરે ફાડી ખાધેલ હાલતમાં યુવાનનો કોહવાઈ ગયેલ મૃતદેહ મળ્યો

મોરબી તાલુકાના વીરપરડા ગામ નજીકથી આશરે ૩૦ થી ૩૫ વર્ષના અજાણ્યા યુવાનનો વિકૃત હાલતમાં કોહવાયેલ મૃતદેહ મળી આવ્યો હતો અને મૃતદેહને ફોરેન્સી પીએમ માટે રાજકોટ ખસેડવા તજવીજ હાથ ધરવામાં આવી હોવાનું તાલુકા પોલીસ સુત્રોમાંથી જાણવા મળેલ છે.બાદમાં મૃતકની ઓળખ થઇ ગયેલ છે.

મોરબી તાલુકા પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબીના વીરપરડા ગામ પાસેથી આશરે ૩૦ થી ૩૫ વર્ષના અજાણ્યા યુવાનનો કોહવાઈ ગયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો અને મૃતદેહને જાનવરોએ ફાડી ખાધેલી હાલતમાં હોય કોહવાઈ ગયેલા મૃતદેહને હાલ મોરબીની સિવિલ હોસ્પિટલે લાવીને તેને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ ખસેડવા માટે તજવીજ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.મૃતકની ઓળખ મેળવવા માટે મોરબી તાલુકા પોલીસ મથકના અર્જુનસિંહ ઝાલા અને દિલીપ ગેઢાણી તથા સ્ટાફ દ્વારા આગળની તપાસ હાથ ધરતા ખુલ્યુ હતું કે મૃતકનું નામ ભરતભાઈ વાઘેલા (ઉમર ૪૫) એમે તેઓ ખારચીયા ગામના રહેવાસી હતા. ૮-૧૦ દિવસ પહેલા તેઓ ગુમ થયા હોવાની પોલીસ મથક ખાતે અરજી કરીને જાણ પણ કરવામાં આવી હતી અને પરિવાર અને પોલીસ તેઓની શોધખોળ કરતી હતી દરમિયાનમાં તેઓનો મોરબીના વીરપરડા ગામ પાસેથી કોહવાયેલી હાલતમાં મૃતદેહ મળ્યો હતો.વધુમાં મળતી માહિતી મુજબ મૃતક નશો કરવાની ટેવ ધરાવતા હતા અને ગાંજો તથા દારૂ પીવાની કુટેવ ધરાવતા હતા.દરમિયાનમાં તેઓને વાય (હિસ્ટોરિયા) પણ હોય તેઓનું મોત નીપજતા હાલ પોલીસે નોંધ કરીને આગળની તપાસ હાથ ધરી છે.

વાહન અકસ્માતમાં ઇજા

મોરબીના શનાળા બાયપાસ દલવાડી સર્કલ પાસે વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં હળવદના રહેવાસી હસમુખ ખીમજીભાઇ દલવાડી (૩૧) અને મેહુલ રમણીકભાઈ પટેલ (૩૨) ને ઇજાઓ પહોંચતા બંનેને અહીંની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા બનાવને પગલે હોસ્પિટલ સત્તાવાળાઓ દ્વારા હસમુખભાઈ અને મેહુલભાઈની સારવાર કર્યા બાદ બનાવ અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકે જાણ કરવામાં આવતા હાલ એ ડિવિઝન પોલીસ મથકના હરેશભાઈ ચાવડા દ્વારા આ બનાવની નોંધ કરી આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે.

યુવાન સારવારમાં

મોરબીના રહેવાસી સંજયભાઈ ભરતભાઈ પીઠડીયા નામના ૨૮ વર્ષીય યુવાનને જેતપર રોડ ઉપર વાહન અકસ્માતના બનાવમાં ઇજા થતા તેને સારવાર માટે અત્રેની ખાનગી હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો.વધુમાં જાણવા મળતી માહીતી મુજબ મોરબીના સામાકાંઠે જેતપર રોડ ઉપર આવેલ વેલેન્ટો સીરામીક નજીકથી બાઈક લઈને જઈ રહેલ સંજયભાઈ ભરતભાઈ પિઠડીયા નામનો ૨૮ વર્ષનો યુવાન કામ ઉપરથી પરત પોતાના ઘર તરફ જતો હતો ત્યારે રસ્તામાં બાઈક સાથે ખૂંટીયો (આખલો) અથડાતા તેને ઇજાઓ પહોંચી હતી.જેથી તેને સારવારમાં ખસેડાયો હતો હાલ તાલુકા પોલીસ મથકના જશપાલસિંહ આ અંગે આગળની તપાસ ચલાવી રહ્યા હોવાનું તાલુકા પોલીસ સુત્રો દ્વારા જણાવવામાં આવેલ છે.






Latest News