મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબી નજીક નદીમાં ડૂબી જવાથી બોર્ડની પરીક્ષા આપનાર તરૂણનું મોત


SHARE









મોરબી નજીક નદીમાં ડૂબી જવાથી બોર્ડની પરીક્ષા આપનાર તરૂણનું મોત

મોરબીના નજરબાગ રેલવે સ્ટેશન સામેના ભાગમાંથી નદી નીકળે છે ત્યાં ખાડીમાં ન્હાવા પડેલા એક તરૂણ ડૂબી ગયો હતો જેથી કરીને આ બનાવની ફાયરની ટીમને જાણ કરવામાં આવી હતી જેથી ફાયરની ટિમ સ્થળ ઉપર દોડી આવી હતી અને તરુણની બોડીને પાણીમાંથી કાઢીને પીએમ માટે હોસ્પિટલે લઈ જવામાં આવી હતી અને આ બનાવની બી ડિવિઝન પોલીસને જાણ કરતાં પોલીસે આગળની કાર્યવાહી કરી છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના નજરબાગ રેલવે સ્ટેશન પાસે બૌદ્ધનગર પાછળ નદીની ખાડીમાં ચારથી પાંચ મિત્રો ન્હાવા માટે  ગયા હતા ત્યારે તાજેતરમાં જ ધો ૧૦ બોર્ડની પરીક્ષા આપનાર હર્ષદ જીતુભાઇ સનાળિયા (૧૬) પાણીમાં ડૂબી ગયો હતો. જેથી કરીને આ અંગેની ફાયર વિભાગને જાણ કરતા ફાયરની ટિમ દોડી આવી હતી અને તરૂણની બોડીને પાણીમાંથી બહાર કાઢવામાં આવી હતી અને પીએમ માટે મોરબી સિવિલે લઈને આવ્યા હતા અને બી ડિવિઝન પોલીસને જાણ કરતાં પોલીસે આગળની કાર્યવાહી કરી છે




Latest News