મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી !  હિરાસર એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય અને કાર્ગો સેવા શરૂ કરવા રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહ ઝાલાની રજૂઆત ગૌરવની ક્ષણ ૮૦માસ્વાતંત્ર્ય દિને મોરબી જિલ્લા તંત્ર દ્વારા મેંગોપીપલ પરિવારનું ભવ્ય સન્માન મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા તીજોત્સવની રંગારંગ ઉજવણી મોરબીની બી.એમ.મામુજી ૮૦ વર્ષ જૂની પેઢીનો પર્યાવરણપ્રેમ, લગભગ ૨૦ વર્ષથી પ્લાસ્ટિક ઝબલાઓનો સંપૂર્ણ ત્યાગ મોરબીમાં ભારતીય યુવા મંચ દ્વારા યુવા વક્તાઓ માટે ખાસ કાર્યક્રમ યોજાયો મોરબીમાં ભાડુઆત દંપતી સાથે માથાકૂટ કરીને ઘરધણી મહિલાને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરતાં ગુનો નોંધાયો મોરબીના શાપર ગામ નજીક રિવર્સમાં આવેલ ડમ્પરના ચાલકે માતાની નજર સામે 2 વર્ષના માસૂમ બાળકને કચડી નાખ્યો
Breaking news
Morbi Today

મોરબીના ઝીંઝુડા નજીકથી દારૂની નાની-મોટી ૪૬ બોટલ સાથે એક શખ્સ પકડાયો


SHARE







મોરબીના ઝીંઝુડા નજીકથી દારૂની નાની-મોટી ૪૬ બોટલ સાથે એક શખ્સ પકડાયો

 

મોરબી તાલુકાના ઝીંઝુડા ગામથી સોલંકી નગર ગામ તરફ જવાના રસ્તા ઉપરથી પસાર થઈ રહેલ એકટીવાને રોકીને પોલીસે ચેક કરતા એક્ટિવા લઈને જઈ રહેલા શખ્સ પાસેથી દારૂની નાની મોટી ૪૬ બોટલ મળી આવી હતી જેથી કરીને પોલીસે સ્કૂટર અને દારૂ મળીને ૩૬,૮૬૫ ની કિંમતનો મુદ્દામાલ કબજે કરીને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરી હતી.

 

જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના ઝીંઝુડા ગામથી સોલંકી નગર ગામ તરફ જવાના રસ્તા ઉપરથી એકટીવા લઈને એક શખ્સ પસાર થઈ રહ્યો હતો ત્યારે તે એકટીવા ચાલકને રોકીને પોલીસે ચેક કર્યો હતો ત્યારે તે શખ્સ પાસેથી દારૂની જુદી જુદી બ્રાન્ડની કુલ મળીને ૪૬ બોટલો મળી આવી હતી જેથી પોલીસે કુલ મળીને ૧૬૮૬૫ નો દારૂ તથા ૨૦૦૦૦ ની કિંમતનું એકટીવા આમ કુલ મળીને ૩૬,૮૬૫ નો મુદ્દામાલ કબજે કર્યો હતો અને માળીયા મીયાણા તાલુકાના વવાણીયા ગામે મોટા કોળી વાસમાં રહેતા સંજયભાઈ મેરૂભાઈ સોમાણી જાતે કોળી (૨૨) નામના શખ્સની ધરપકડ કરેલ છે અને આ શખ્સ પાસેથી મળી આવેલ દારૂની બોટલો તે ક્યાંથી લાવ્યો હતો તે દિશામાં હાલમાં પોલીસે તપાસ શરૂ કરવામાં આવી છે.

યુવાનનું મોત

મોરબી તાલુકાના બેલા ગામ પાસે આવેલ સવિનો સિરામિક નામના કારખાનામાં રહીને ત્યાં મજૂરી કામ કરતો ક્રિષ્ના મુગાભાઈ ચમટીયા જાતે આદિવાસી (૩૫) પોતાના લેબર કવાર્ટરમાં હતો ત્યારે કોઈ કારણોસર તે મૃત્યુ પામતા તેના ડેડબોડીને મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી.






Latest News