વાંકાનેરમાં નરેન્દ્ર મોદીના જન્મદિને ભાજપ દ્વારા બ્લડ ડોનેશન અને મેડિકલ કેમ્પનું આયોજન
લો બોલો, મોરબીમાં વીજ કંપનીએ ૧૧ કેવીની લાઇન બદલાવવાની માંગ કરનારને ૧૭.૧૨ લાખનું એસટીમેટમ પકડાવ્યું !
SHARE









લો બોલો, મોરબીમાં વીજ કંપનીએ ૧૧ કેવીની લાઇન બદલાવવાની માંગ કરનારને ૧૭.૧૨ લાખનું એસટીમેટમ પકડાવ્યું !
મોરબીના બાયપાસ રોડ ઉપર આવેલ જુદીજુદી સોસાયટીમાથી વીજ કંપનીની ૧૧ કેવીની બે લાઇન પસાર થાય છે અને તેમાથી અવાર નવાર વીજ લાઇન તૂટી પડે છે જેથી કરીને પીજીવીસીલને લેખિતમાં રજૂઆત કરીને સોસાયટીમાથી નીકલતી ૧૧ કે.વી.ની લાઇનને બદલાવવા માટે માંગ કરવામાં આવી હતી જેની સામે વિજકંપની દ્વારા રજૂઆત કરનારા પાલિકાના મહિલા સભ્યને વીજ કંપનીના અધિકારીએ લાઇન બદલવા માટે ૧૭.૧૨ લાખનું એસટીમેટમ પકડાવ્યું છે
મોરબીના બાયપાસ રોડ પાસે આવેલ આનંદ નગર, ગૂલાબનગર, શ્રીજી પાર્ક સોસાયટી મા મેઇન સેરીમા બે ૧૧ કેવીની લાઇન પસાર થાય છે અને અવાર નવાર જીવતા તાર તૂટીને નીચે પડે છે માટે સોસાયટી રહેતા લોકો માટે તે ગમે ત્યારે જોખમી બની શકે છે જેથી મોરબી નગરપાલિકાના વોર્ડ નંબર-૧૧ ના કાઉન્સીલર અલ્પાબેન રોહિતભાઈ કંણઝારીયાએ વીજ કંપનીના અધિકારીને આવેદનપત્ર આપીને યોગ્ય કરવા રજૂઆત કરી હતી જેની સામે વિજકંપનીની શનાળા કચેરીના અધિકારીએ પાલિકના મહિલા સભ્યને લેખિતમાં જણાવ્યુ છે કે, આ લાઇનથી રવાપર અને અવનિ ફિડરમાં વીજ સપ્લાઈ કરવામાં આવે છે અને ત્યાં એચટી એબીસી કેબલ નાખવા માટેનો ખર્ચ ૧૭.૧૨ લાખ રૂપિયા થાય છે જે રકમ ભરાઈ થયા પછી આગળની કાર્યવાહી કરવામાં આવશે ત્યારે સવાલએ ઊભો થાય છે કે, આ રકમ શું લોકો માટે રજૂઆત કરનારા પાલિકાના મહિલા સભ્યને ભવાની છે ?
