લો બોલો, મોરબીમાં વીજ કંપનીએ ૧૧ કેવીની લાઇન બદલાવવાની માંગ કરનારને ૧૭.૧૨ લાખનું એસટીમેટમ પકડાવ્યું !
મોરબી તાલુકામાંથી ચોરી કરાયેલ બાઈક ખરીદનાર અમદાવાદી શખ્સની ધરપકડ
SHARE









મોરબી તાલુકામાંથી ચોરી કરાયેલ બાઈક ખરીદનાર અમદાવાદી શખ્સની ધરપકડ
મોરબી તાલુકાનાં લાલપર ગામ પાસેથી થોડા દિવસો પહેલા બાઇક લઈને પસાર થતાં બે યુવાનને રોકીને તાલુકા પોલીસની ટીમે તેની પાસે બાઈકના કાગળો માગ્યા હતા ત્યારે આ શ્ખ્સોએ બે ચોરી કરી હોવાની કબૂલાત આપી હતી આ શખ્સો પાસેથી ચોરાઉ બાઇકની ખરીદી કરનારા એક અમદાવાદનાં શખ્સની પોલીસે હાલમાં ધરપકડ કરેલ છે
મોરબી નજીકના નીચી માંડલ ગામ પાસે આવેલો નોકેન સિરામિકની સામે પાર્ક કરવામાં આવેલ બાઇક નંબર જીજે ૩ ડીબી ૯૪૮૨ ને કોઈ અજાણ્યો શખ્સ ચોરી કરી ગયેલ હતા જેથી કરીને ધર્મેન્દ્રભાઈ રામજીભાઇ દેત્રોજા જાતે પટેલ (ઉંમર ૪૦) રહે નીચીમાંડલ વાળાએ તેઓનું ૨૫ હજાર રૂપિયાની કિંમતનું બાઈક ચોરી થઇ ગયુ હોવા અંગેની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી દરમ્યાન લાલપર ગામ પાસેથી પસાર થતાં ડબલ સવારી બાઇકને રોકીને તેની પાસે બાઈકના કાગળો માંગવામાં આવ્યા હતા ત્યારે બાઇક નંબર જીજે ૧ ઈવાય ૫૨૩૪ બોટાદથી ચોરી કર્યું હોવાની કબૂલાત આપી હતી માટે આરોપી દિપક લક્ષ્મણ સોખરીયા (૨૨) અને જયદીપ લક્ષ્મણ સોખરીયા (૨૦) રહે, બંને અમદાવાદ વાળાની ધરપકડ કરી હતી અને તેની વધુ પૂછપરછમાં નીચી માંડલ પાસેથી બાઇક નંબર જીજે ૩ ડીબી ૯૪૮૨ ની પણ ચોરી કરી હોવાની કબૂલાત કર્યું હતું આ ગુનામાં નીચી માંડલ પાસેથી જે બાઈકની ચોરી કરવામાં આવી હતી તે ચોરાઉ બાઈકની રમકેશ ભૈયાનભાઈ ગુપ્તા તૈલી જાતે ઘાંચી (૨૫) રહે. ગોકુલધામ શેરી-૩, બચુભાઈના કૂવા પાસે વટવા જીઆઈડીસી મૂળ રહે. દેવભરિયા યુપી વાળાની ધરપકડ કરેલ છે.
