વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબીમાં બે સાંસદ, ચાર ધારાસભ્ય અને માજી મંત્રીની હાજરીમાં ૩૮૧ કરોડના વિકાસ કામો શરૂ કરાશે


SHARE









મોરબીમાં બે સાંસદ, ચાર ધારાસભ્ય અને માજી મંત્રીની હાજરીમાં ૩૮૧ કરોડના વિકાસ કામો શરૂ કરાશે

મોરબીના જેતપર અણીયારી અને મોરબીથી હળવદ સુધીના રોડનું કામ ઘણા સમય પહેલા મંજૂર કરવામાં આવ્યું હતું જો કે, તે કામ બે સાંસદ, ધારાસભ્યો અને માજી મંત્રની હાજરીમાં શરૂ કરવામાં આવશે અને ત્યારે કુલ મળીને ૩૮૧ કરોડના વિકાસ કામો શરૂ કરવામાં આવશે

મોરબીમાં વિધાનસભાની પેટા ચૂંટણી યોજાઇ હતી ત્યાર બાદ મોરબીથી અણીયારી અને મોરબીથી હળવદ રોડને સરકાર દ્વારા ફોરેટ્રેક બનાવવા માટેની જાહેરાત કરવામાં આવી હતી અને તેના માટેનું બજેટ પણ આપી દેવામાં આવ્યું હતું જો કે, આ રોડનું કામ હવે શરૂ કરવામાં આવશે ત્યારે મોરબીના મોરબી-જેતપર-અણીયારી રોડનું ૧૪૧ કરોડનું કામ, મોરબી-હળવદ રોડનું ૧૯૦ કરોડનું કામ અને બીજા ૧૭ રોડના ૫૦ કરોડના કામ આમ કુલ મળીને ૩૮૧ કરોડના કામના શ્રીગણેશ કરવામાં આવશે

આ તકે આગામી શનિવાર તા ૮ ના રોજ સાંજે ૫:૪૫ વાગ્યે મહેન્દ્રનગર ચોકડીએ પેટ્રોલ પંપની બાજુમાં કાર્યક્રમ યોજાશે જેમાં કચ્છ મોરબીના સાંસદ અને ગુજરાત પ્રદેશ ભાજપના મહામંત્રી વિનોદભાઈ ચાવડા, રાજકોટના સાંસદ મોહનભાઇ કુંડારિયા, મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમણી, ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા, હળવદના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા, પૂર્વ મંત્રી બ્રિજેશભાઈ મેરજા, ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ જયંતિભાઈ કવાડિયા, જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઈ શિહોરા, મોરબી જિલ્લા ભાજપના પ્રભારી પ્રકાશભાઈ સોની સહિતના ભાજપના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે.




Latest News