ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીના રણછોડનગરમાં બાઇક ઉપરથી નીચે પટકાતા માથામાં ઇજા પામેલ યુવાનનું મોત


SHARE







મોરબીના રણછોડનગરમાં બાઇક ઉપરથી નીચે પટકાતા માથામાં ઇજા પામેલ યુવાનનું મોત

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ રણછોડનગર વિસ્તારમાં મોટર સાયકલ ઉપરથી નીચે પટકાતાં યુવાનને માથામાં ઇજા થઈ હતી જેથી તેને પ્રથમ સારવાર માટે મોરબી અને ત્યાં વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા જોકે સારવાર કારગત ન નિવડતા તે યુવાનનું મોત નીપજયું હતું જેથી રાજકોટની હોસ્પિટલ મારફતે આ બનાવવાની મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના નવલખી રોડ ઉપર આવેલ રણછોડનગર-૨ માં બ્લોક નં-૨૧ માં રહેતો કુલદીપસિંહ નરપતસિંહ રાણા (૪૦) નામનો યુવાન પોતાના ઘર પાસે મોટરસાયકલ ઉપરથી કોઈ કારણોસર પડી ગયો હતો જેથી કરીને તેને માથાના ભાગે ગંભીર થઇ  હોવાથી પ્રથમ સારવાર માટે તેને મોરબીની આયુષ હોસ્પિટલમાં લઈ ગયા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે આ યુવાનને રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો અને ત્યાં સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું જેથી કરીને અકસ્માત મૃત્યુના બનાવની રાજકોટ સરકારી હોસ્પિટલ મારફતે મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવવી નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

મારામારીમાં ઇજા
મોરબીમાં રેલ્વે સ્ટેશન રોડ ઉપર રેલ્વે સ્ટેશનના ગેઇટની પાસે મારામારીનો બનાવ બન્યો હતો જેમાં યુનુસ જૂસબભાઈ સુમરા (૪૭) રહે. વિજયનગર રોહીદાસપરા પાસે મોરબી વાળાને ઇજાઓ થઈ હતી જેથી ઇજા પામેલા યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે મારામારીના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની આગળની વધુ તપાસ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના વિપુલભાઈ ફૂલતરીયા ચલાવી રહ્યા છે






Latest News