ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીમાં ટી-ટ્વેન્ટી ઉપર ક્રિકેટસટ્ટો રમતા બે શખ્સ ૪૫,૩૦૦ ના મુદામાલ સાથે પકડાયા: રાજકોટના જયદીપભાઇ રાચ્છની શોધખોળ


SHARE







મોરબીમાં ટી-ટ્વેન્ટી ઉપર ક્રિકેટસટ્ટો રમતા બે શખ્સ ૪૫,૩૦૦ ના મુદામાલ સાથે પકડાયા: રાજકોટના જયદીપભાઇ રાચ્છની શોધખોળ

મોરબી શહેરના વાવડી રોડ ઉપર આવેલ જનકનગર સોસાયટી પાસે લાઈવગુરુ ઓનલાઈન એપ્લિકેશનમાં ટી-ટ્વેન્ટીની મેચ લાઇવ જોઈને તેના ઉપર રનફેરનો જુગાર રમવામાં આવતો હતો દરમિયાન પોલીસે ત્યાં રેડ કરીને બે શખ્સોની ૪૫૩૦૦ ના મુદ્દામાલ સાથે ધરપકડ કરી છે અને રાજકોટના એક શખ્સનું નામ સામે આવ્યું હોય તેની સામે પણ ગુનો નોંધીને તેને પકડવા માટે પોલીસે તજવીજ શરૂ કરી છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના વાવડી રોડ ઉપર આવેલ જનકનગર સોસાયટી પાસે જાહેરમાં લાઈવગુરુ ઓનલાઈન એપલીકેશનમાં લાઈવ પંજાબ અને રાજસ્થાનની ટી-ટ્વેન્ટીની મેચ ઉપર રનફેરનો જુગાર રમવામાં આવતો હોવાની બાતમી મળી હતી જેના આધારે એ ડિવિઝન પોલીસની ટીમ દ્વારા ત્યાં જનકનગર સોસાયટી પાસે જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે બે શખ્સો ઓનલાઇન ક્રિકેટ એપ્લિકેશનમાં મેચ જોઈને તેના ઉપર જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને રોકડા ૧૩૦૦ તથા ૪૪ હજાર રૂપિયાની કિંમતના ત્રણ મોબાઈલ ફોન આમ કુલ મળીને ૪૫૩૦૦ ના મુદ્દામાલ સાથે હાલમાં પોલીસે ભાર્ગવભાઈ જયેશભાઈ મકવાણા જાતે લુહાર (૨૭) રહે. વાવડી રોડ જનકનગર સોસાયટી મોરબી તથા મુકેશભાઈ ઠાકરશીભાઈ પટેલ (૩૦) રહે. પંચાસર રોડ ઉમા રેસીડેન્સી મોરબી વાળાની ધરપકડ કરેલ છે અને આ આરોપીએ રાજકોટમાં ભક્તિનગર સર્કલ પાસે રહેતા જયદીપભાઇ રાચ્છ પાસેથી ઓનલાઈનની આઈડી મેળવી હોવાનું સામે આવ્યું હોય તેની સામે ગુનો નોંધીને પોલીસે તેને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

અકસ્માતમાં ઇજા
મોરબીમાં આવેલ દ્વારકાધીશ સોસાયટીમાં રહેતા દયારામ હરિભાઈ નકુમ (૪૭) નામના યુવાનને મોરબીના રવાપર રોડ ઉપર હતો ત્યારે બાઈકની ઠોકર લાગતા તે પડી ગયો હતો જેથી કરીને તેને ઈજા થઇ હોવાથી આ યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવી નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News