મોરબીમાં ક્રિષ્ના હોસ્પિટલના સ્ટાફ અને જુદીજુદી શાળાના વિદ્યાર્થીઓને અપાઈ ફાયરની તાલીમ મોરબી મહાપાલિકાની ટીમે એક અઠવાડીયામાં 35 ઢોરને પકડીને ડબ્બે પૂરી દીધા મોરબીમાં ગુરુવારથી દુર્ગાપુજા મહોત્સવનો પ્રારંભ મોરબીના રાજકોટ હાઇવે ઉપર બે બાઈક સામસામે અથડાતા ઇજાગ્રસ્ત વૃધ્ધ સારવારમાં મોરબી આઈટીઆઈ પાસે ડબલસવારી બાઈકને ટ્રકે ઉડાવતા બે યુવકને ઈજા મોરબી જીલ્લાના સરકારી શિક્ષકોના પગાર માટે એક્સિસ બેંક સાથે સેલેરી એકાઉન્ટ માટે એમઓયુ કરાયા લાયન્સ કલબ ઓફ મોરબી સીટી નો એક માનવીય સેવાકીય પ્રોજેક્ટ મોરબી જીલ્લામાં શરૂ કરાયેલ પાસપોર્ટ સેવા મોબાઇલ વાનને મળ્યો સારો પ્રતિસાદ
Breaking news
Morbi Today

મોરબીમાં ગાય સાથે અથડાયા બાદ સારવારમાં રહેલા યુવાનનું મોત


SHARE









મોરબીમાં ગાય સાથે અથડાયા બાદ સારવારમાં રહેલા યુવાનનું મોત

મોરબીના સામાકાંઠે આવેલ સોસાયટી વિસ્તારમાં રહેતો યુવાન બાઈક લઈને સાડા ત્રણેક મહિના પહેલા વાંકાનેર હાઇવે ઉપરના મકનસર ગામ પાસેથી જતો હતો ત્યારે ત્યાં તેનું બાઈક ગાય સાથે અથડાયું હતું.જેથી યુવાનને માથાના ભાગે ઇજાઓ પહોંચી હતી જેથી મોરબી બાદ રાજકોટ ખસેડાયો હતો અને બાદમાં તેને ઘરે લાવવામાં આવ્યો હતો અને ત્યાં પથારીવશ અવસ્થામાં તેનું મોત નીપજયુ હોવાનું જાણવા મળેલ છે.

મોરબીના સામાકાંઠે આવેલ અનુપમ સોસાયટી પાવનપાર્ક પાસે ચબૂતરા નજીક આવેલા શિવાલય એપાર્ટમેન્ટમાં રહેતા જયેશભાઇ જમનાદાસ રામાવત (ઉંમર ૪૨) નામના યુવાનને થોડા સમય પહેલા વાહન અકસ્માતમાં ઇજાઓ પહોંચી હતી તે જ્યારે ગત તા.૧૫ મી ડિસેમ્બરના રોજ રાત્રિના નવેક વાગ્યાના અરસામાં બાઈકમાં વાંકાનેર હાઇવે ઉપર મકાનસર ગામ પાસેથી જતો હતો ત્યારે ત્યાં સ્વામિનારાયણ મંદિર પાસે પટેલ પાનમી સામે રોડ ઉપર તેના બાઈક સાથે ગાય અથવાનો અકસ્માત બનાવ બન્યો હતો.જેથી જયેશભાઇ રામાવત રોડ ઉપર નીચે પટકાતા માથાના ભાગે ઇજાઓ પહોંચી હોય તેમને જે તે સમયે ક્રિષ્ના હોસ્પિટલે ખસેડાયા હતા.બાદમાં તેમને વધુ સારવાર માટે રાજકોટ ગીરીરાજ હોસ્પિટલમાં લઈ જવાયો હતો અને ત્યારબાદ ત્યાંથી તેને પથારીવશ મોરબી તેના ઘરે રાખવામાં આવ્યો હતો દરમ્યાનમાં પથારીવશ હાલતમાં જયેશભાઇનું ગઈકાલે મોત નીપજ્યું હતું અને હોસ્પિટલ ખાતે તેમનું પીએમ હાથ ધરવામાં આવતા બનાવ અંગે હોસ્પિટલ સત્તાવાળાઓએ મોરબી તાલુકા પોલીસને જાણ કરી હતી હાલ તાલુકા પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ એ.એમ. જાપડીયા આ અંગે આગળની તપાસ ચલાલી રહ્યા હોવાનું જાણવા મળેલ છે.

પતિએ માર મારતા સારવારમાં

મોરબીના વાવડી રોડ ઉપર આવેલ સિંધી સોસાયટીમાં રહેતા કલ્પનાબેન રમેશભાઈ ભદ્રા નામની ૩૯ વર્ષીય મહિલાને ઘરે મારામારીના બનાવમાં ઈજા થયેલ હોય સારવાર માટે સિવિલ હોસ્પિટલે લાવવામાં આવી હતી જેથી સારવાર કર્યા બાદ હોસ્પિટલ સુત્રો દ્વારા સીટી એ ડિવિઝન પોલીસમાં જાણ કરવામાં આવતા એ ડિવિઝન પોલીસ મથકના વિપુલભાઇ ફૂલતરીયાએ તપાસ કરી હતી અને તેમાં ભોગ બનેલ કલ્પનાબેને નિવેદનમાં પોલીસને જણાવ્યું હતું કે જમવા સમયે ખોટો દેકારો કરીને વારંવાર તેમના પતિ રમેશભાઈ ભદ્રા ઝઘડો કરી માર મારતા હતા હાલ પોલીસ દ્વારા મહિલા પોલીસને આ અંગે જાણ કરવામાં આવેલ હોય મહીલા પોલીસ દ્વારા આ અંગે આગળની તપાસ શરૂ કરાયેલ છે.

વાહન અકસ્માતમાં ઇજા

મોરબીના હળવદ તાલુકાના ઝુંડ ગામે રહેતા મહેશ સોમાભાઈ ઝિંઝુવાડીયા નામના ૨૮ વર્ષના યુવાનને ચરાડવા નજીક બાઇક અકસ્માતમાં ઇજાઓ પહોંચી હતી મહેશભાઈ બાઈક લઈને જતા હતા ત્યારે રસ્તામાં બાઈકની આડે કૂતરું ઉતરતા તેઓએ સ્ટેરીંગ ઉપરનો કાબુ ગુમાવી દીધો હોય બાઈક સ્લીપ થઈ ગયું હતું અને જેથી તેમને ઇજાઓ પહોંચતા શહેરના સામાકાંઠે આવેલ સમર્પણ હોસ્પીટલે સારવાર માટે ખસેડાયા હતા.




Latest News