મોરબીનાં પીપળીયા ગામે લેવાના નીકળતા હાજરીના રૂપિયા માંગતા યુવાનની હત્યા કરનારા બે આરોપીને આજીવન કેદની સજા મોરબી શહેર-જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળનું જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનને સમર્થન હાલમાં તમે ખેડૂતોને હેરાન કરો છો, 2027 માં આ ખેડૂતો તમને હેરાન કરી મુકશે: મોરબીના જેતપર ગામે આંદોલનના મંચ ઉપરથી સરકારને મહિલાની ખુલ્લી ચેલેન્જ માળીયા (મી)ના મોટા દહિસરા ગામે ગાડીમાંથી 222 બોટલ દારૂ ઝડપાયો, 7.03 લાખનો મુદામાલ કબ્જે: આરોપીની શોધખોળ તેરા તુજકો અર્પણ: માળીયા (મી) પોલીસે 2.10 લાખની કિંમતના 10 મોબાઇલ શોધીને મૂળ માલિકને પરત આપ્યા ચોમાસાની પૂર્વતૈયારીઓ સંદર્ભે મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને ‘પ્રિ-મોન્સૂન’ બેઠક યોજાઈ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેની અધ્યક્ષતામાં ‘જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિ’ની બેઠક પ્રજાલક્ષી પ્રશ્નો અને અરજીઓનો સમયમર્યાદામાં નિકાલ કરવા તાકીદ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને પ્રવાસન વિકાસ સોસાયટીની બેઠક યોજાઈ; મચ્છુ ડેમ-૨ માં આઈલેન્ડ વિકસાવવા અંગે થઈ ચર્ચા
Breaking news
Morbi Today

મોરબીના લીલાપર રોડે સરકારી આવાસની પાછળ રહેતી મહિલા ઝેરી દવા પી જતાં સારવારમાં


SHARE









મોરબીના લીલાપર રોડે સરકારી આવાસની પાછળ રહેતી મહિલા ઝેરી દવા પી જતાં સારવારમાં

મોરબી શહેરના લીલાપર રોડ ઉપર આવેલ સરકારી આવાસની પાછળ રહેતી મહિલા કોઈ કરણોસર ઝેરી દવા પી ગઈ હતી જેથી તેને સારવાર માટે મોરબી શહેરના રોડ ઉપર આવેલ ક્રિષ્ના હોસ્પિટલ ખાતે લઈને ગયા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ એ ડિવિઝન પોલીસને આ બનાવની જાણ કરવામાં આવતા પોલીસો બનાવવાની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ સરકારી આવાસમાં રહેતી કલિતાબેન મહેશભાઈ (૨૦) નામની મહિલા કોઈ કારણોસર ઝેરી દવા પી ગઈ હતી જેથી કરીને તેને સારવાર માટે મોરબીના શનાળા રોડ ઉપર આવેલ ક્રિષ્ના હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી હતી અને ત્યાં તે મહિલાને સારવાર આપવામાં આવ્યા બાદ આ બનાવની મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના વિપુલભાઈ ફૂલતરિયા ચલાવી રહ્યા છે

અકસ્માતમાં ઇજા

મોરબીના સનાળા રોડ ઉપર વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં મોરબીની શક્તિ સોસાયટીમાં રહેતા વસંતભાઈ રામજીભાઈ નારણીયા (૫૫) અને મીનાબેન વસંતભાઈ નારણીયા (૫૫) ને ઇજાઓ થઈ હતી જેથી અકસ્માતના બનાવમાં ઈજા પામેલા બંને વ્યક્તિને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

અકસ્માતમાં ઇજા

મોરબીના નાની બજાર મેઇન રોડ ઉપરથી મકરાણીવાસ વિસ્તારમાં રહેતા ખેરૂનબેન મહમદઅલી ભારમર (૭૩) નામના વૃદ્ધા પસાર થઈ રહ્યા હતા ત્યારે અજાણ્યા બાઈક ચાલકે તેઓને હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો અને તેમાં ખેરુમબેનને ઇજાઓ થઇ હોવાથી તેને ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

યુવાન સારવારમાં

મોરબી નજીકના સનાળા ગામ પાસે સનાળા રોડ ઉપર આવેલ સીએનજી પેટ્રોલ પંપ પાસેથી અજાણ્યો ૩૦ એક વર્ષનો યુવાન બેભાન હાલતમાં મળી આવ્યો હતો જેથી કરીને તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને તે યુવાનને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News