મોરબીના આમરણ ચોવીસે વિસ્તારમાંથી 100 જેટલા ટ્રેક્ટર સાથે ખેડૂતોએ જેતપર ગામે પહોંચીને આપ્યું સમર્થન, રાજ્યમંત્રીના નાના ભાઈ ભરતભાઈ અમૃતિયાએ આંદોલનને સંપૂર્ણ ટેકો જાહેર કર્યો ઉંદર મારવાની દવા પી ગયેલ મહિલાનું સારવાર દરમિયાન મોરબી ખાતે મોત વધુ એક હત્યા: ટંકારાના નસીતપર-રાજપર રોડ ઉપર પાકીટ ચોરી બાબતે શેઠે માથાં બોથડ પદાર્થ મારતા યુવાનનું મોત મોરબીમાં હિન્દુ સામ્રાજ્ય દિવસ નિમિત્તે બાઇક-મશાલ રેલી યોજાઇ મોરબી નજીક કારખાનાના કવાર્ટરમાં મહિલાની હત્યા કરનારા આરોપીની ધરપકડ મોરબી એસપી રોડનો બનાવ : મોડી રાતે ઘરે આવેલા પતિએ પત્નીને ગળા-છાતીના ભાગે બચકાં ભરી લીધા મોરબીના જુના ઘૂટું રોડે કાર ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનના પગનો અંગુઠો કપાઈ ગયો, હાથ-પગમાં ગંભીર ઇજા મોરબી નજીક પોલીસ હેડ કવાર્ટર પાસેથી 2 લાખની કિંમતની રિક્ષાની ચોરી!
Breaking news
Morbi Today

મોરબીના મહેન્દ્રનગર પાસે અકસ્માત સર્જીને બાળકનું મોત નિપજાવનાર ટેલર ચાલકની ધરપકડ


SHARE









મોરબીના મહેન્દ્રનગર પાસે અકસ્માત સર્જીને બાળકનું મોત નિપજાવનાર ટેલર ચાલકની ધરપકડ

મોરબીમાં સામાકાંઠે માળીયા ફાટક નજીક ટ્રેઇલર ચાલકે છકડો રિક્ષાને ટક્કર મારી હતી જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો ત્યારે છકડો રીક્ષા પલ્ટી મારી જતાં રિક્ષામાં બેઠેલા બાળકને ઈજા થઈ હોવાથી તે બાળકનું મોત નીપજ્યું હતું જે અંગેની ટ્રેઇલરના ચાલક સામે રીક્ષા ચાલકે ફરિયાદ નોંધાવી હતી તેના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરેલ છે.

મૂળ માળિયા મિંયાણા તાલુકાના સરવડ ગામના રહેવાસી અને હાલમાં મોરબી નજીકના ઘૂટું ગામે નાગબાઈના મંદિર પાસે રહેતા રાજુભાઈ સવજીભાઈ દેલવાણીયા જાતે દેવીપુજક (ઉમર ૨૧) એ જેતે સમયે ટ્રક નં જીજે ૧૦ એક્સ ૯૬૯૮ ના ચાલકની સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી કે, મહેન્દ્રનગર ચોકડીથી માળીયા ફાટક તરફ જવાના રસ્તા ઉપર સમર્પણ હોસ્પિટલ પાસેથી તે પોતાના હવાલા વાળી છકડો રીક્ષા નં જીજે ૩ બીએક્સ ૬૦૨૯ લઈને જતો હતો ત્યારે તેનો કૌટુંબિક ભાઈ રૂખડ શૈલેષભાઈ દેલવાડીયા (ઉમર ૧૩) રિક્ષામાં પાછળના ભાગે બેઠો હતો ત્યારે ટ્રેઇલર ચાલકે પાછળથી છકડો રિક્ષાને ટક્કર મારી હતી જેથી રીક્ષા પલ્ટી મારી જતા રૂખડને ગંભીર ઈજા થઈ હોવાથી તેનું સારવાર દરમ્યાન મોત નીપજયું હતું જે બનાવ સંદર્ભે રીક્ષા ચાલકે નોંધાવેલ ફરિયાદ આધારે તાલુકા પોલીસે ટ્રેઇલરના ચાલક રહેદાસ અંતરસિંગ ધૂંધરીયાભાઇ સેનાની જાતે આદિવાસી રહે.એમએમ સિરામિક પીપળી ગામની સીમમાં તા.જી.મોરબી વાળાની ધરપકડ કરેલ છે.

મારામારીમાં ઈજા થતા સારવારમાં

મોરબીના રવાપર ગામે રવાપર-ઘુનડા રોડ ઉપર આવેલ ગોકુલ ફાર્મની પાસે રહેતા સાગર દેવાણંદભાઈ જીલરીયા નામના ૨૯ વર્ષના યુવાનને તેના ઘર નજીક મારામારીના બનાવમાં ઇજાઓ થતા સીવીલે સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો બનાવની હોસ્પિટલ તરફથી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવેલી હોય બનાવ સંદર્ભે વી.કે.ફુલતકીયા દ્વારા નોંધ કરીને મારામારીના કારણ સંદર્ભે આગળની તપાસ હાથ ધરવામાં આવી હતી.જ્યારે મોરબીના હળવદ રોડ ઉપર ઉંચી માંડલ ગામની પાસે આવેલ ટ્રેસા સિરામિક નામના યુનિટ પાસે લેબર કોલોનીમાં મારામારીનો બનાવ બન્યો હતો જેમાં પ્રવીણભાઈ બકુલભાઈ દંતાલી નામના ૩૫ વર્ષના યુવાનને ઇજા થતા સારવાર માટે સિવિલે લાવવામાં આવ્યો હતો બનાવને પગલે તાલુકા પોલીસ મથકના જે.પી.વસીયાણી દ્વારા મારામારીના બનાવની આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે.

વાહન અકસ્માતમાં ઇજા થતા સારવારમાં

મોરબીની ભરવાડ શેરી વિસ્તારમાં રહેતા ફૈઝાન ઈમરાનશા દિવાન નામના દશ વર્ષના બાળકને મોરબીના લાયન્સનગર રોડ ઉપર ચરમરીયા દાદાના મંદિર પાસે વાહન અકસ્માતના બનાવમાં ઇજા થતા સીવીલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો જેથી પોલીસને બનાવની જાણ કરાયેલી હોય હાલ સીટી બી ડિવિઝન પોલીસ મથકના હિતેશભાઈ મકવાણાએ અકસ્માત બનાવ અંગે આગળની તપાસ હાથ ધરી છે.






Latest News