મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ મોરબીમાં 16 શ્રાદ્ધ નિમિત્તે અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ મોરબીમાં આઈટીઆઈ પાસે અકસ્માતોને નિવારવા માટે વિદ્યાર્થીઓએ કર્યો ચક્કાજામ: હવે કરશે કલેકટરને રજૂઆત વાંકાનેર સિટી અને તાલુકામાં દારૂના ગુનામાં નાસતા ફરતા બે આરોપીને ઝડપી લીધા હળવદના ચંદ્રગઢ ગામે વાડીએ રહેલા યુવાનની અજાણ્યા શખ્સ દ્વારા માથામાં બોથડ પદાર્થના ઘા મારીને હત્યા મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારમાં અકસ્માતના 5 બનાવમાં 7 વ્યક્તિને ઇજા થતાં સારવારમાં મોરબી નજીક બાલ્કનીમાંથી નીચે પડી જતાં ઇજા પામેલ બે વર્ષનો બાળક સારવારમાં તું કોઈ કામ કરતી નથી કહીને વાંકાનેરના નવા વઘાસિયા ગામે મહિલાએ પતિએ પાઇપથી માર માર્યો
Breaking news
Morbi Today

મોરબી નજીક થતી કેમિકલ ચોરીના ગુનામાં મુખ્ય સૂત્રધારની ધરપકડ


SHARE









મોરબી નજીક થતી કેમિકલ ચોરીના ગુનામાં મુખ્ય સૂત્રધારની ધરપકડ

મોરબી તાલુકાનાં સોખડા ગામ પાસે ફાસ્ટેન લેમીનેટ કારખાનામાં ટેન્કર ઊભું રાખીને તેમાંથી કેમિકલની ચોરી કરવામાં આવતી હતી જે ગુનામાં પોલીસે અગાઉ કુલ ત્રણ આરોપીની ધરપકડ આવી હતી જે ગુનામાં પોલીસે હાલમાં મુખ્ય સૂત્રધારની ધરપકડ કરેલ છે

મોરબી માળિયા હાઇવે ઉપર આવેલ સોખડા ગામ પાસે ફાસ્ટેન લેમીનેટ કારખાનામાં ટેન્કર ઊભું રાખીને તેમાંથી કેમિકલની ચોરી કરવામાં આવી રહી હતી ત્યારે રેડ કરીને પોલીસે કારખાનામાં ટેન્કર નં જીજે ૧૨ બીડબ્લયુ ૭૭૫૧ ઊભું રાખીને તેમાંથી કેમિકલ ચોરી કરવામાં આવતી હોવાનો પર્દાફાશ કર્યો હતો ત્યારે કેમિકલ, ટેન્કર, કાર, બે મોબાઈલ ફોન, નળી, બેરલ, ઇલેક્ટ્રીક મોટર વિગેરે મળીને ૪૧,૭૦,૨૨૦ ના મુદ્દામાલ સાથે જે તે સમયે ટેન્કરના ડ્રાઇવર રાજેશભાઈ રામજીભાઈ ડવ અને ક્લીનર અજીતસિંહ પૃથ્વીસિંહ ઝાલાની ધરપકડ કરી હતી ત્યાર બાદ આ ગુનામાં કારખાનેદાર જયેન્દ્રભાઈ રામજીભાઈ આદ્રોજા (૩૫) રહે, કાયાજી પ્લોટ શેરી-૫ મોરબી વાળાની ધરપકડ કરેલ હતી

હાલમાં તાલુકાનાં ડી સ્ટાફના પીએસઆઈ વી.જી જેઠવા અને તેના રાઇટર ફતેહસિંહ દ્વારા આ ગુનામાં જૂના નાગડાવાસ ગામે રહેતા લક્ષ્મણભાઈ નારણભાઈ રાઠોડ (૩૮)ની ધરપકડ કરવામાં આવી છે અને વધુમાં મળતી માહિતી મુજબ કંડલાથી સુરત જે કેમિકલ ટેન્કરમાં જતું હોય તે ટેન્કરના ચાલકનો આરોપી લક્ષ્મણભાઈ નારણભાઈ રાઠોડ દ્વારા સંપર્ક કરવામાં આવતો હતો અને સોખડા પાસે જયેન્દ્રભાઈ રામજીભાઈ આદ્રોજાના ફાસ્ટેન લેમીનેટ કારખાનામાં ટેન્કર ઉભું રાખીને તેમાંથી કેમિકલની ચોરી કરતાં હતા આ ચોરાઉ કેમિકલ તે જ કારખાનામાં ઉપયોગમાં લેવામાં આવતું હતું અને એક લિટર કેમિકલ સામે આરોપી લક્ષ્મણભાઈ નારણભાઈ રાઠોડને ભાવ ફેરથી ૧૦ રૂપિયાનો લાભ મળતો હતો જેથી તે કેમિલક ચોરીને કારખાનેદારને આપતો હતો




Latest News