મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ મોરબીમાં 16 શ્રાદ્ધ નિમિત્તે અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ મોરબીમાં આઈટીઆઈ પાસે અકસ્માતોને નિવારવા માટે વિદ્યાર્થીઓએ કર્યો ચક્કાજામ: હવે કરશે કલેકટરને રજૂઆત વાંકાનેર સિટી અને તાલુકામાં દારૂના ગુનામાં નાસતા ફરતા બે આરોપીને ઝડપી લીધા હળવદના ચંદ્રગઢ ગામે વાડીએ રહેલા યુવાનની અજાણ્યા શખ્સ દ્વારા માથામાં બોથડ પદાર્થના ઘા મારીને હત્યા મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારમાં અકસ્માતના 5 બનાવમાં 7 વ્યક્તિને ઇજા થતાં સારવારમાં મોરબી નજીક બાલ્કનીમાંથી નીચે પડી જતાં ઇજા પામેલ બે વર્ષનો બાળક સારવારમાં તું કોઈ કામ કરતી નથી કહીને વાંકાનેરના નવા વઘાસિયા ગામે મહિલાએ પતિએ પાઇપથી માર માર્યો
Breaking news
Morbi Today

મોરબીમાં જીઆરડી જવાનને છરીના આડેધડ ઘા ઝીંકવાના ગુનામાં બે આરોપીની ધરપકડ


SHARE









મોરબીમાં જીઆરડી જવાનને છરીના આડેધડ ઘા ઝીંકવાના ગુનામાં બે આરોપીની ધરપકડ

મોરબીમાં યુવાને અગાઉ ગાળો બોલવાની ના પાડી હતી જે વાતનું મન દુઃખ રાખીને યુવાન ઉપર છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો અને તેને પેટ, પડખા, માથા અને હાથમાં ઇજા થઈ હતી અને ઢીકાપાટુનો માર માર્યો હતો જેથી યુવાન દ્વારા બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બે શખ્સોની સામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેના આધારે પોલીસે બે આરોપીઓની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.

મૂળ વાધરવા ગામના રહેવાસી અને હાલમાં મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં સર્કિટ હાઉસની સામેના ભાગમાં આવેલ વિદ્યુતનગર સોસાયટીમાં રહેતા અને જીઆરડીમાં નોકરી કરતા યોગેન્દ્રસિંહ હરદેવસિંહ જાડેજા જાતે દરબાર (૨૯) એ યુવરાજસિંહ વિક્રમસિંહ ગોહિલ રહે. હરીપાર્ક તથા તેની સાથે રહેલા અન્ય એક અજાણ્યા શખ્સની સામે ફરિયાદ નોંધાવી હતી કે, એકાદ મહિના પહેલા યુવરાજસિંહ તેઓની શેરીમાં ગાળો બોલતો હતો ત્યારે ગાળો બોલવાની ના પાડી હતી જે બાબતનો ખાર રાખીને યુવરાજસિંહ અને તેની સાથે રહેલા અન્ય એક શખ્સે ફરિયાદીને ગાળો આપી હતી અને ત્યારે યુવરાજસિંહ ગોહિલે છરી વડે ફરિયાદીને પેટ, પીઠ, માથા અને હાથના ભાગે ઘા ઝીકયા હતા અને ઇજા કરી હતી અને અન્ય અજાણ્યા શખ્સે ઢીકાપાટુનો માર માર્યો હતો જેથી ઈજા પામેલા યોગેન્દ્રસિંહે સારવાર લીધા બાદ નોંધાવેલ ફરિયાદ આધારે બી ડિવિઝન પોલીસ સ્ટેશનના જે.એલ. ઝાલા દ્વારા આરોપી યુવરાજસિંહ વિક્રમસિંહ ગોહિલ જાતે દરબાર (૨૦) રહે. હરીપાર્ક મોરબી-૨ અને રાજકુમાર ચત્રભૂજભાઈ વૈષ્ણવ જાતે બાવાજી (૨૨) રહે.લાલબાગ સરકારી કવાર્ટર મોરબી-૨ વાળાની ધરપકડ કરેલ છે.

અકસ્માતમાં ઈજા

મોરબીના નવલખી હાઇવે ઉપર ઝુંપડપટ્ટી વિસ્તારમાં યોગી સ્કૂલ નજીક રહેતા વૃદ્ધાને વાહન અકસ્માતમાં ઇજા થતા સારવાર માટે સિવિલે ખસેડવામાં આવ્યા હતા.જાણવા મળતી વિગતો મુજબ નવલખી હાઇવે ઉપર આવેલ યોગી વિદ્યાલયની સામેના ભાગે ઝૂંપરાપટ્ટીમાં રહેતા મણીબેન શાંતુભાઇ ગોહેલ નામના ૬૦ વર્ષીય વૃદ્ધા યોગી સ્કૂલ નજીક રસ્તો ઓળંગતા હતા ત્યારે ત્યાં અજાણ્યા બાઇક ચાલકે તેમને હડફેટે લેતા ઇજા થતાં સારવાર માટે સિવિલે લવાયા હતા બનાવ સંદર્ભે હાલ પોલીસમાં જાણ કરવામાં આવેલી હોય સીટી બી ડિવિઝન પોલીસ મથકના હિતેશભાઈ મકવાણા દ્વારા આ અંગે આગળની તપાસ ચલાવવામાં આવી રહી હોવાનું જાણવા મળેલ છે




Latest News