માળીયા (મી) તાલુકાનાં દારૂના જુદાજુદા બે ગુનામાં નાસતા ફરતા બે આરોપી પકડાયા માળિયા (મી)ના નાની બરાર ગામે આવેલ કુમાર તાલુકા શાળામાં ઉત્સાહભેર યોજાયો લાઇફ સ્કીલ મેળો મોરબીમાં અનાથ દીકરીઓ માટે ઓમ શાંતિ વિદ્યાલયના ટી.ડી.પટેલ દ્વારા અનોખી પહેલ મોરબીમાં સગીરાનું અપહરણ-દુષ્કર્મના કેસમાં કોર્ટે આરોપીને ફટકારી 20 વર્ષની સખ્ત કેદની સજા માળીયા (મિં.) તાલુકા કક્ષાના ખેલ મહાકુંભમાં મોટીબરાર મોડેલ સ્કૂલના વિદ્યાર્થીઓનું ઉત્કૃષ્ટ પ્રદર્શન મોરબી મહાપાલિકા વિસ્તારમાંથી છેલ્લા 8 દિવસમાં વધુ 24 ઢોર પકડાયા હવે ઘરે જ ઉગાડો તાજા શાકભાજી: મોરબીમાં બાગાયત વિભાગ દ્વારા સસ્તા દરે અપાશે બિયારણ મોરબી જિલ્લા રમત વિકાસ અધિકારી અને જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્રની કચેરી નવી જગ્યાએ કાર્યરત કરાઈ
Breaking news
Morbi Today

મોરબીમાં નળીયાના કારખાનામાં કોન્ટ્રાક્ટ રાખનાર યુવાન અને તેની માતાને જાતી પ્રત્યે અપમાનિત કરતાં ગુનો નોંધાયો


SHARE











મોરબીમાં નળીયાના કારખાનામાં કોન્ટ્રાક્ટ રાખનાર યુવાન અને તેની માતાને જાતી પ્રત્યે અપમાનિત કરતાં ગુનો નોંધાયો

મોરબીના લીલપર રોડ ઉપર આવેલ મહાદેવ પોટરી નળીયાના કારખાનામાં કોન્ટ્રાક્ટ રાખનાર યુવાન કારખાને બીમારી સબબ જતો ન હતો દરમ્યાન તે કામનો કોન્ટ્રાક્ટ બીજાએ રાખ્યો હતો અને યુવાન તથા તેની માતા ત્યાં ગયા ત્યારે તેની સાથે બોલાચાલી કરી હતી અને ગાળો આપીને જાતી પ્રત્યે અપમાનિત કર્યા હતા જેથી કરીને ભોગ બનેલા યુવાનની માતાએ હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશને ત્રણ મહિલા સહિત પાંચ સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મુળ વાંકાનેર તાલુકાનાં પંચાસીયા ગામના રહેવાસી અને હાલમાં મોરબીના લીલપર રોડ ઉપર આવેલ મહાદેવ પોટરી નળીયાના કારખાનાની ઓરડીમાં રહેતા રમીલાબેન રમેશભાઇ વાઢેર જાતે અનુ.જાતી (૪૫)એ હાલમાં ટીનીબેન હિતેશભાઇ મારૂણીયા, હિતેશભાઇના બેન ભારતીબેન, હિતેશભાઇ કાળુભાઇ મારૂણીયા, હિતેશભાઇના બાપુજી કાળુભાઇ તથા હિતેશભાઇના માતા રહે. બધા પ્રેમજીનગર મકનસર મોરબી વાળા સામે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યુ છે કે, મોરબી લીલાપર રોડ મહાદેવ પોટરી કારખાનામાં ફરિયાદી તથા તેમનો દિકરો મહાદેવ પોટરી નામાના કારખાનામાં નળીયા છાપવાનો કોન્ટ્રાકટ રાખેલ હતો જો કે, ફરીયાદીનો દીકરો બીમારી સબબ કામ ઉપર જતો ના હતો અને જયારે કામે ગયો ત્યારે આરોપી હિતેશભાઇ કાળુભાઇ મારૂણીયાએ નળીયાનો કોન્ટ્રકટ અમે રાખી લીધો છે તેવુ કહ્યું હતું અને બાદમાં આરોપીઓએ મહાદેવ પોટરી કારખાને આવી ફરીયાદી તથા તેના દીકરાને ગાળો આપી હતી અને આરોપી હિતેશભાઇ કાળુભાઇ મારૂણીયા અને તેના પિતાએ પોતાના હાથમાં રહેલ લાકડાના ધોકા વડે માર મારવાનો પ્રયત્ન કર્યો હતો અને ફરિયાદીના દીકરાને જાતી પ્રત્યે અપમાનિત કર્યો હતો જેથી મહિલાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે આઇપીસી કલમ- ૩૨૩, ૫૦૪, ૧૧૪ તથા એટ્રોસીટી એકટ કલમ-૩(૧) (R) (S), ૩(૨) (૫) A તથા જી.પી.એકટ કલમ- ૧૩૫ મુજબ ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે




Latest News