માળીયા (મી) તાલુકાનાં દારૂના જુદાજુદા બે ગુનામાં નાસતા ફરતા બે આરોપી પકડાયા માળિયા (મી)ના નાની બરાર ગામે આવેલ કુમાર તાલુકા શાળામાં ઉત્સાહભેર યોજાયો લાઇફ સ્કીલ મેળો મોરબીમાં અનાથ દીકરીઓ માટે ઓમ શાંતિ વિદ્યાલયના ટી.ડી.પટેલ દ્વારા અનોખી પહેલ મોરબીમાં સગીરાનું અપહરણ-દુષ્કર્મના કેસમાં કોર્ટે આરોપીને ફટકારી 20 વર્ષની સખ્ત કેદની સજા માળીયા (મિં.) તાલુકા કક્ષાના ખેલ મહાકુંભમાં મોટીબરાર મોડેલ સ્કૂલના વિદ્યાર્થીઓનું ઉત્કૃષ્ટ પ્રદર્શન મોરબી મહાપાલિકા વિસ્તારમાંથી છેલ્લા 8 દિવસમાં વધુ 24 ઢોર પકડાયા હવે ઘરે જ ઉગાડો તાજા શાકભાજી: મોરબીમાં બાગાયત વિભાગ દ્વારા સસ્તા દરે અપાશે બિયારણ મોરબી જિલ્લા રમત વિકાસ અધિકારી અને જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્રની કચેરી નવી જગ્યાએ કાર્યરત કરાઈ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના સેવાદળના પ્રમુખ પદે બાબુભાઈ જેમલભાઈ વેરાણાની વરણી


SHARE











મોરબી જિલ્લાના સેવાદળના પ્રમુખ પદે બાબુભાઈ જેમલભાઈ વેરાણાની વરણી

ઓલ ઇન્ડિયા કોંગ્રેસ સેવા દળના જિલ્લાના પ્રમુખ, જિલ્લાના ઇન્ચાર્જ અને જિલ્લાના મહિલા પ્રમુખના નામ જાહેર કરવામાં આવી રહ્યા છે ત્યારે જો મોરબી જિલ્લાની વાત કરીએ તો મોરબી જિલ્લાના સેવા દળના પ્રમુખ તરીકે બાબુભાઈ જેમલભાઈ વેરાણાની વરણી કરવામાં આવી છે જેથી તેઓને શુભકામનાઓ મળી રહી છે

ઓલ ઇન્ડિયા કોંગ્રેસ સેવા દળના જુદા જુદા જિલ્લાના ઇન્ચાર્જ, જિલ્લાના પ્રમુખ તથા મહિલા પ્રમુખના નામ જાહેર કરવામાં આવ્યા છે જેમાં મોરબી જિલ્લાની વાત કરીએ તો મોરબી જિલ્લા કોંગ્રેસ સેવા દળના જિલ્લાના ઇન્ચાર્જ તરીકે ઘનશ્યામભાઈ પ્રભુભાઈ, મોરબી જિલ્લા કોંગ્રેસ સેવા દળના પ્રમુખ તરીકે બાબુભાઈ જેમલભાઈ વેરાણા અને મોરબી જિલ્લા કોંગ્રેસ સેવા દળના મહિલા પ્રમુખ તરીકે અલ્પાબેન અજયભાઈ કક્કડની વરણી કરવામાં આવી છે અને હવે આગામી સમયમાં તેઓની નીચે અન્ય હોદ્દેદારોની ટીમ પણ તૈયાર કરવામાં આવશે હાલમાં મોરબી જિલ્લાના પ્રમુખ બાબુભાઈ તથા મહિલા પ્રમુખ અલ્પાબેનને કોંગ્રેસ સેવા દળની સાથે જોડાયેલા તમામ કોંગ્રેસીઓ તથા મોરબી જિલ્લા કોંગ્રેસના હોદેદારો અને કોંગ્રેસના પાયાના પથ્થર સમાન કાર્યકરો તરફથી શુભકામનાઓ મળી રહી છે




Latest News