વાંકાનેરમાં રોંગ સાઇડમાં ડબલ સવારી એક્ટિવા લઈ જવાની ના કહેતા હેડ કોન્સ્ટેબલને જાનથી મારી નાખવાની ધમકી: બે સામે ફરિયાદ વાંકાનેરમાં જાહેરમાં જુગાર રમતા 5 શખ્સ પકડાયા વાંકાનેરના મેસરિયા ગામે ઘરે સુતેલા યુવાનને ઝેરી જનાવર કરડી જતાં સારવાર મળે તે પહેલ જ મોત ટંકારાના સરાયા ગામે ઘરમાંથી સોનાની માળા-રોકડ મળીને 1.72 લાખના મુદામાલની ચોરીન ગુનામાં એક આરોપી પકડાયો, 2 ની શોધખોળ મોરબી તાલુકા પોલીસ  સ્ટેશન અને બી ડીવીજન પોલીસ સ્ટેશનના દારૂના ગુનામાં ફરાર આરોપીઓ પકડાયા મોરબી (ગ્રામ્ય) તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ ૨૫ ઓગસ્ટએ યોજાશે મોરબી કલેક્ટરના અધ્યક્ષસ્થાને ૨૧ ઓગસ્ના રોજ જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાશે,  જિલ્લામાં ૬૦૦થી વધુ આર્ટીઝન કાર્ડ ઈશ્યુ કરાયા: હસ્તકળાના કારીગરોના સર્વાંગી ઉત્કર્ષ માટે આશીર્વાદરૂપ દત્તોપંત ઠેંગડી કારીગર વ્યાજ સહાય યોજના સંસ્કૃતિ, સાધુ-સંતોનું અપમાન કરનારા સાંસદો સામે FIR કરવાની માંગ: મોરબીના સનાતન સંત સમાજે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું
Breaking news
Morbi Today

મોરબીમાં ઘરેથી મંદિરે દર્શને જવાનું કહીને નીકળ્યા બાદ પરણીતા ગુમ


SHARE







મોરબીમાં ઘરેથી મંદિરે દર્શને જવાનું કહીને નીકળ્યા બાદ પરણીતા ગુમ

મોરબીના વીસીપરા પાસે આવેલ રોહીદાસપરામાં રહેતી પરિણિતા ઘરેથી 'ધકકાવાળી મેલડી માતાના મંદિરે દર્શન કરવા માટે જાવ છું.' કહીને નીકળ્યા બાદથી ગુમ થઈ જતા તે અંગે તેણીનૈ પતિએ પોલીસમાં જાણ કરી હોય પોલીસ દ્વારા ગુમ થયેલ પરણીતાની શોધખોળ હાથ ધરાયેલ છે.

મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબીના વીસીપરા વિસ્તારમાં આવેલ રોહીદાસપરાની શેરી નંબર-૬ માં રહેતા હિતેશભાઈ રમેશભાઈ ચૌહાણ નામના ૨૮ વર્ષના યુવાને પોલીસ મથકે આવીને જાહેરાત કરી હતી કે તેમના પત્ની દીપ્તિબેન હિતેશભાઈ ચૌહાણ (ઉંમર ૨૫) ગત તા.૯-૪ ના સવારે ૧૦:૩૦ વાગ્યે ઘરેથી 'ધક્કાવાળી મેલડી માતાના મંદિરે દર્શન કરવા માટે જાવ છું' તેમ કહીને નીકળ્યા હતા અને બાદમાં ઘરે પરત આવ્યા ન હોય તે અંગે ઘરમેળે શોધખોળ કરવામાં આવી હતી છતાં પણ પરિણીતા દીપ્તિબેનનો કોઈ પત્તો ન લાગતા અંતે પોલીસને જાણ કરાયેલી હોય હાલ તે બીટ વિસ્તારમાં જમાદાર હિતેશભાઈ મકવાણા દ્વારા આ બનાવની નોંધ કરી ગુમ થયેલ પણેતા દીપ્તિબેન ચૌહાણને શોધવા માટે પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવેલ છે.આ અંગે જો કોઈને કોઈ માહિતી હોય તો મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકના ફોન નંબર (૦૨૮૨૨) ૨૪૨૬૫૧ અથવા તપાસ અધિકારી હિતેશભાઈ મકવાણાના મોબાઈલ નંબર ૯૯૭૯૬ ૫૭૮૩૬ ઉપર જાણ કરવા જણાવાયેલ છે.

વાહન અકસ્માતમાં ઇજા થતા સારવારમાં

સુરેન્દ્રનગરના ધાંગધ્રા તાલુકામાં આવેલા વિરેન્દ્રગઢ ગામે રહેતા ઘનશ્યામભાઈ ઉકાભાઇ કણજારીયા નામના ૪૫ વર્ષના સતવારા યુવાનને ધ્રાંગધ્રાના કુડા રોડ ઉપર આદર્શ નિવાસી શાળાની બાજુમાંથી બાઇક લઈને જતા સમયે બાઇક સ્લીપ થઈ જવાના બનેલ અકસ્માત બનાવમાં ઇજાઓ પહોંચતા મોરબીના સામાકાંઠે આવેલ શિવમ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યો હતો જેથી સારવાર કર્યા બાદ પોલીસની જાણ કરવામાં આવતા હાલ બી ડિવિઝન પોલીસ મથકના વાલભા ચાવડા દ્વારા આ અંગે આગળની તપાસ હાથ ધરવામાં આવેલ છે.

મહિલા સારવારમાં

મોરબીના સામાકાંઠે માળીયા ફાટક નજીક આવેલ ઇન્દિરાનગરના ધરમનગર વિસ્તારમાં રહેતા શોભનાબેન ભરતભાઈ સિપરા નામની ૨૯ વર્ષની મહિલાને અકસ્માત બનાવમાં ઈજા થતા અત્રેની શિવમ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.જેથી બનાવને પગલે જાણ થયેલી હોય સીટી બી ડિવિઝન પોલીસ મથકના વી.કે.ચાવડાએ તપાસ હાથ ધરી હતી જેમાં ખુલ્યુ હતું કે શોભનાબેન ભરતભાઈ નામની મહિલા બાઇકના પાછળના ભાગે બેસીને જતા હતા ત્યારે સોસાયટી નજીક વણાંકમાં તેઓ અકસ્માતે બાઈક સ્લીપ થતા પડી ગયા હતા.જેથી ઇજા પામતા તેઓને સારવારમાં ખસેડાયા હતા






Latest News