મોરબી મનપામાં મિલ્કત વેરો ન ભરનારા 37 આસામીઓની મિલ્કત સીલ મોરબીના કલ્સટર-4 માં સફાઈ સહિતના કામની વિઝિટ કરતાં નાયબ કમિશનર મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અચાનક આગ લાગતા કાર બળીને ખાખ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગુરુવારે બૌદ્ધિક સત્રનું આયોજન મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત
Breaking news
Morbi Today

મોરબીમાં રાહદારી મહિલાને હડફેટે લઈને મોત નિપજાવનાર બાઇક ચાલકની ધરપકડ


SHARE















મોરબીમાં રાહદારી મહિલાને હડફેટે લઈને મોત નિપજાવનાર બાઇક ચાલકની ધરપકડ

મોરબીમાં ત્રાજપરના ઓવરબ્રિજ પાસે ફુલ સ્પીડમાં જતા બાઈક ચાલકે રાહદારી આધેડ મહિલાને હડફેટે લીધા હતા અને મહિલાને ગંભીર ઇજા થઇ હતી જેથી કરીને મહિલાનું મોત નીપજ્યું હતું તેમજ બાઈક સવાર યુવાનને પણ ઇજા થઈ હતી ત્યાર બાદ આ બનાવમાં મૃતક મહિલાના પતિએ બાઇક ચાલકની સામે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે આરોપીને પકડીને આગળની કાર્યવાહી કરેલ છે

મોરબીના સામાકાંઠે આવેલ ત્રાજપર ઓવરબ્રિજ નજીક વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં કમળાબા હસ્તસિંહ ઝાલા (૫૦) ચાલીને જતાં હતા ત્યારે તેમને બાઈક ચાલક રોહન પુનાભાઈ બથવાર (૨૦) રહે. કુબેર ટોકીઝ પાછળ વાંકાનેર હાઇવે સામાકાંઠે મોરબી-૨ વાળાએ હડફેટે લીધા હતા જેથી મહિલાને માથા અને શરીરના ભાગે ગંભીર ઇજા થતાં તેનું સારવારમાં મોત નીપજયું હતું જેથી કરીને બી ડિવિઝન પોલીસ સ્ટેશને મૃતક મહિલાના પતિ હસ્તસિંહ ભારતસિંહ ઝાલા જાતે. દરબાર (૫૮)એ ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે આરોપી રોહન પુનાભાઈ બથવાર (૧૯) રહે. કુબેર ટોકીઝ પાછળ વાંકાનેર હાઇવે સામાકાંઠે મોરબી-૨ વાળાની પીએસઆઈ જે.એલ.ઝાલા દ્વારા ધરપકડ કરવામાં આવી છે

મારામારીમાં ઇજા

મોરબી નજીકના ધરમપુર ગામે શેરીમાંથી ચાલવા બાબતે બોલાચાલી થઈ હતી અને ત્યારબાદ મારામારીનો બનાવ બન્યો હતો જેમાં બીપીનભાઈ મનજીભાઈ કુંવરિયા (૩૫), શિલ્પાબેન વાલજીભાઈ થરેસા (૨૫) અને જગદીશભાઈ વાલજીભાઈ થરેસા (૨૫) ને ઇજાઓ થઇ હોવાથી ત્રણેય ઈજાગ્રસ્તોને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ કરી હતી અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના એમ.એલ. બારૈયા દ્વારા હાથ ધરવામાં આવી હતી






Latest News