મોરબીના ઊંચી માંડલ નજીક કારખાનામાં લાદી ઉપાડતા સમયે ચક્કર આવતા પડી જવાથી યુવાનનું મોત મોરબી નજીક આવેલ સીરામીક કારખાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત ટંકારામાં દેવકુંવર શૈક્ષણિક સંકુલ ખાતે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલના જન્મદિવસ નિમિતે રક્તદાન કેમ્પનું આયોજન મોરબીના સરદારનગર રોડ ઉપર મહાપાલિકાએ મેટલ પાથરી અને ઉદ્યોગપતિએ સ્વખર્ચે રોડ રોલર ફેરવ્યું મોરબીના કલેક્ટરે નવલખી પોર્ટ-ક્રિક વિસ્તારની લીધી મુલાકાત: દરિયાઈ સુરક્ષાની કરી સમીક્ષા મોરબી મહાપાલિકાની પ્રથમ સભામાં કોર્પોરેટરોના પગાર-ભથ્થા અને પદાધિકારીઓનો ઓફિસ ખર્ચ મંજૂર, નંદીઘરમાં અવ્યવસ્થા દૂર ન થાય તો ચોમાસામાં નંદી રિબાઈ રિબાઈને મરે તેવો ઘાટ રાજકોટના વકીલને ચેક રિટર્ન કેસમાં 2 વર્ષની સજા ફટકારતી મોરબી કોર્ટ મોરબી દારૂના ગુન્હામાં છેલ્લા ત્રણેક માસથી ફરાર રીઢા ગુનેગારને પેરોલ ફર્લો સ્કોડે દબોચ્યો
Breaking news
Morbi Today

મોરબીના પ્રેમજીનગર પાસે યુવાને પોતાની જાતે પોતાના હાથ ઉપર બ્લેડ વડે છેકા મારી લેતા સારવારમાં


SHARE







મોરબીના પ્રેમજીનગર પાસે યુવાને પોતાની જાતે પોતાના હાથ ઉપર બ્લેડ વડે છેકા મારી લેતા સારવારમાં

મોરબી વાંકાનેર હાઇવે ઉપર મકનસર ગામ પાસે પ્રેમજીનગરમાં રહેતા યુવાને કોઈ કારણોસર પોતાની જાતે પોતાના હાથ ઉપર બ્લેડ વડે છેકા મારી લીધા હતા જેથી ઈજા પામેલા યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

જાણવા મળતી માહિતી મુજબ મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલ પ્રેમજીનગરમાં રહેતા ધનજીભાઈ દેવશીભાઈ પરમાર (૩૪) નામના યુવાનને સિવિલ હોસ્પિટલને સારવાર માટે લઈને આવ્યા હતા અને ત્યાં આ યુવાને તેને મારામારીમાં ઈજા થઈ હોવાનું જણાવ્યું હતું જેથી આ બનાવની નોંધ કરીને મોરબી તાલુકા પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને આ બનાવવાની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના મણીભાઈ ગામેતી ચલાવી રહ્યા છે અને આ તપાસ દરમિયાન એવી માહિતી સામે આવી હતી કે, યુવાનને કોઈએ માર માર્યો નથી પરંતુ તેને પોતાની જાતે જ પોતાના હાથ ઉપર બ્લડ વડે છેકા મારી લીધા છે જોકે, શા માટે થઈને યુવાને આવું કર્યું અને પોતાના હાથ ઉપર છેકા માર્યા છે તે દિશામાં હવે પોલીસ તપાસ કરી રહી છે

અકસ્માતમાં ઇજા
થાન તાલુકાના રાણીપાટ ગામે રહેતા રાજકુમાર વૈષ્ણવનું મનડાસર ગામ પાસે બાઈક સ્લીપ થઈ ગયું હતું જેથી કરીને અકસ્માતના આ બનાવમાં ઇજા પામેલા યુવાનને મોરબી શહેરમાં આવેલ ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈને આવ્યા હતા અને અકસ્માતના બનાવની પ્રથમ મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે રાબેતા મુજબની કાર્યવાહી કરી છે

અકસ્માતમાં ઇજા
મોરબીના સાવસર પ્લોટ વિસ્તારમાં આવેલ કેસર કુંજમાં રહેતા કેશવજીભાઈ પંડિતના સાત વર્ષના દીકરા ઉમેશને શેરીમાંથી નીકળેલ કોઈ અજાણ્યા બાઈક ચાલકે હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો અને તેમાં ઉમેશ પંડિતને ઈજા થઈ હોવાથી તેને સારવાર માટે મોરબીની સદભાવના હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને ત્યાં સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવવી નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News