મોરબીના ઊંચી માંડલ ગામ પાસેથી અરવલ્લીથી ગુમ થયેલ યુવતી તેના પ્રેમી સાથે મળી આવી
મોરબીમાં આર્થિક મૂંઝવણ-બીમારીથી કંટાળીને યુવાને કર્યો આપઘાત
SHARE
મોરબીમાં આર્થિક મૂંઝવણ-બીમારીથી કંટાળીને યુવાને કર્યો આપઘાત
મોરબીના રણછોડનગરમાં સાઈબાબા મંદિર પાસે રહેતા યુવાને આર્થિક મૂંઝવણ અને બીમારીથી કંટાળીને ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો હતો જેથી તેના મૃતદેહને તેનો ભાઈ મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યો હતો અને ત્યારબાદ સિવિલ હોસ્પિટલ મારફતે આ બનાવની બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે
મોરબી શહેરના વીસીપરામાં આવેલ રણછોડનગરમાં સાઈબાબાના મંદિર પાસે રહેતો આબિદ ઈસુભાઈ કજુડિયા (૨૯) નામનો યુવાન પોતાના ઘરે હતો ત્યારે ઘરની અંદર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી તે યુવાનનું મોત નીપજયું હતું ત્યારબાદ તેનો નાનો ભાઈ મયુદ્દીન ઈસુભાઈ કજુડીયા તેના મૃતદેને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યો હતો અને આપઘાતના આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની આગળની વધુ તપાસ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના એએસઆઇ વી.ડી. મેતા સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, મૃતક યુવાનને ટ્રાન્સપોર્ટ કમિશનનો ધંધો કોરોના પછીથી બરાબર ચાલતો ન હોવાથી આર્થિક મૂંઝવણ હતી અને શારીરિક તકલીફ હતી જેથી કરીને તેનથી કંટાળીને પોતાના ઘરની અંદર આપઘાત કરી લીધેલ છે અને આ બનાવથી ત્રણ સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી છે
મારામારીમાં ઇજા
મોરબી શહેરમાં ગાંધીચોકમાં મારામારીનો બનાવ બન્યો હતો જેમાં મોરબીના સનાળા રોડ ઉપર ભક્તિનગર સર્કલ પાસે આવેલ લાયસન્સનગરમાં રહેતા ધર્મેશ ચમનભાઈ હળવદિયા (૪૦) નામના યુવાનને ઇજા થઈ હતી જેથી ઈજા પામેલા યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળથી વધુ તપાસ વી.કે. ફુલતરીયા ચલાવી રહ્યા છે
ફિનાઇલ પીધું
માળીયા મીયાણામાં આવેલ વાંઢ વિસ્તારમાં રહેતી નજમાબેન હનીફભાઈ જેડા (૩૫) નામની મહિલા પોતાની જાતે ફિનાઇલ પી ગઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને હોસ્પિટલ મારફતે આ બનાવની પ્રથમ મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના વી.કે. ફુલતરીયા ચલાવી રહ્યા છે
અકસ્માતમાં ઇજા
મોરબીના નવલખી રોડ ઉપર આવેલ ખાખરાળા ગામ પાસેથી મોરબી નજીકના રફાળેશ્વર ગામે રહેતા પ્રકાશભાઈ બાધાભાઈ રાઠોડ બાઈક લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે તેઓનું બાઈક અચાનક સ્લીપ થઈ ગયું હતું જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના આ બનાવમાં પ્રકાશભાઈ રાઠોડને ઈજાઓ થઈ હતી જેથી ઈજાગ્રસ્તને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને અકસ્માતના આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના અર્જુનસિંહ ઝાલા ચલાવી રહ્યા છે