હળવદમાં ફ્રી આંખ ચેકઅપ મોતીયા ઓપરેશન મેગા કેમ્પ સાથે સેવાભાવિ વ્યક્તિઓનો સન્માન સમારોહ યોજાશે મોરબીના યંગ ઇન્ડિયા ગ્રૂપે આશ્રિતો અને વંચિતોને બતાવ્યુ હનુમાન અંશ ફિલ્મ મોરબીના રાજપર ગામે ગૌમાતાના લાભાર્થે જરાસંઘનો વધ નાટક અને વિજુડી ટીમનું કોમિક યોજાશે મોરબી વોર્ડ નં.૬ ના કોર્પોરેટર તથા મોરબી મહાનગરપાલિકાના ડેપ્યુટી ચેરમેન કેયુરભાઈ પંડ્યા દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓનો સરસ્વતી સન્માન સમારોહ યોજાયો મોરબીના નવી ટીંબડી ગામના પાટીયા પાસેથી ત્યજી દેવાયેલ નવજાત બાળક મળી આવ્યું: વાલી વરસની શોધખોળ મોરબી તાલુકા સેવા સદનમાં 25,000 ની લાંચ માંગનાર અધિકારી અને તેનો ડ્રાઇવર એસીબીના છટકામાં રંગે હાથે ઝડપાયા મોરબીવાસીઓનો વાચનપ્રેમ છલકાયો: બે દિવસીય જ્ઞાનયજ્ઞ પુસ્તક મેળામાં રૂ. ૭ લાખથી વધુની કિંમતના પુસ્તકોનું થયુ વેચાણ સરકારની AGR - 2 યોજના હેઠળ ટંકારાના ખેડૂત દિનેશભાઈ પટેલને કમ્બાઈન્ડ હાર્વેસ્ટરની ખરીદી માટે મળી ૯.૬૦ લાખની સહાય
Breaking news
Morbi Today

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં રહેતા પરિવારની સગીરવયની દીકરીનું અપહરણ


SHARE









મોરબીના સામાકાંઠા વિસ્તારમાં રહેતા પરિવારની સગીરવયની દીકરીનું અપહરણ

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં રહેતા પરિવારની દીકરીને લલચાવી ફોસલાવીને બદકામ કરવાના ઇરાદે વાલીપણામાંથી ઉઠાવી જવામાં આવતા ભોગ બનેલ પરિવાર દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હોય હાલ પોલીસ દ્વારા અપહરણનો ગુનો નોંધીને આરોપીને પકડી પાડવા અને સગીરાને શોધી કાઢવા આગળની તપાસ કરવામાં આવી રહી હોવાનું જાણવા મળેલ છે.

મોરબી સીટી બી ડિવિઝન પોલીસ વિસ્તારમાં આવેલ સામાકાંઠાના રહેણાંક વિસ્તારમાં રહેતા એક પરિવારની સગીર વયની દીકરીને લલચાવી ફોસલાવીને બદકામ કરવાના ઇરાદે ગત તા.૫-૪ ના સાંજના સાડા છએક વાગ્યાના અરસામાં વાલીપણામાંથી અપહરણ કરી જવામાં આવેલ હોય ભોગ બનેલ સગીરાના પિતા દ્વારા હાલમાં ફરિયાદ નોંધાવવામાં આવતા બી ડિવિઝન પીઆઈ પી.એ.દેકાવાડીયા દ્વારા કલમ ૩૬૩, ૩૬૬ અને પોકસો એકટ મુજબ ગુનો નોંધ્યો છે અને હાલ ભોગ બનેલ સગીરાને શોધી કાઢવા અને અપરણ કરનાર આરોપી કરણ દિનેશભાઇ સોમાણી રહે.મોટા દહીંસરા તા.માળીયા મીંયાણા જીલ્લો મોરબી વાળાને પકડી પાડવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા હોવાનું જાણવા મળેલ છે.

પતિએ માર મારતા સારવારમાં

મોરબીના સામાકાંઠે ગુજરાત હાઉસિંગ બોર્ડ પાછળ આવેલ આનંદનગર વિસ્તારમાં રહેતા દીપાબેન વિશાલસિંહ માનસિંહ (૨૧) ને મારામારીના બનાવમાં ઈજા થતા સારવાર માટે સિવિલે લાવવામાં આવી હતી. બનાવની જાણ થતા બી ડિવિઝન પોલીસ મથકના જગદીશભાઈ ડાંગરએ તપાસ હાથ ધરી હતી અને તેમાં ખુલ્યું હતું કે દીપાબેન વિશાલસિંહ નામની પરણીતાને તેના ઘરે તેના પતિએ નશાની હાલતમાં માર માર્યો હતો.તેથી તેણીને સારવારમાં ખસેડવામાં આવી હતી હાલ આ બનાવ અંગે તેણીનું નિવેદન નોંધીને આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે.

વૃદ્ધા સારવારમાં

મોરબીના હળવદ તાલુકામાં આવેલા ટીકર રણ વિસ્તારમાં રહેતા ઉજીબેન ગાંડુભાઇ કોળી નામના ૭૦ વર્ષના વૃદ્ધાને વાહન અકસ્માતમાં ઇજા થતા સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા અહીં તેઓની સારવાર કરવામાં આવ્યા બાદ પોલીસમાં જાણ કરાતા એ ડિવિઝન પોલીસે તપાસ કરી હતી જેમાં એ ડિવિઝન પોલીસ મથકના વિપુલભાઈએ કરેલ તપાસમાં ખુલ્યું હતું કે ઉજીબેન કોળી બાઈકના પાછળના ભાગે બેસીને ટીકરથી મિંયાણી ગામ બાજુ જતા હતા ત્યારે રસ્તામાં રોડ ઉપર ખાડો આવતા તેઓનું બાઈક પલ્ટી મારી ગયું હતું જેમાં ઇજાઓ પહોંચતા તેમને સારવાર માટે અહીં લાવવામાં આવ્યા હતા.




Latest News