હળવદમાં ફ્રી આંખ ચેકઅપ મોતીયા ઓપરેશન મેગા કેમ્પ સાથે સેવાભાવિ વ્યક્તિઓનો સન્માન સમારોહ યોજાશે મોરબીના યંગ ઇન્ડિયા ગ્રૂપે આશ્રિતો અને વંચિતોને બતાવ્યુ હનુમાન અંશ ફિલ્મ મોરબીના રાજપર ગામે ગૌમાતાના લાભાર્થે જરાસંઘનો વધ નાટક અને વિજુડી ટીમનું કોમિક યોજાશે મોરબી વોર્ડ નં.૬ ના કોર્પોરેટર તથા મોરબી મહાનગરપાલિકાના ડેપ્યુટી ચેરમેન કેયુરભાઈ પંડ્યા દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓનો સરસ્વતી સન્માન સમારોહ યોજાયો મોરબીના નવી ટીંબડી ગામના પાટીયા પાસેથી ત્યજી દેવાયેલ નવજાત બાળક મળી આવ્યું: વાલી વરસની શોધખોળ મોરબી તાલુકા સેવા સદનમાં 25,000 ની લાંચ માંગનાર અધિકારી અને તેનો ડ્રાઇવર એસીબીના છટકામાં રંગે હાથે ઝડપાયા મોરબીવાસીઓનો વાચનપ્રેમ છલકાયો: બે દિવસીય જ્ઞાનયજ્ઞ પુસ્તક મેળામાં રૂ. ૭ લાખથી વધુની કિંમતના પુસ્તકોનું થયુ વેચાણ સરકારની AGR - 2 યોજના હેઠળ ટંકારાના ખેડૂત દિનેશભાઈ પટેલને કમ્બાઈન્ડ હાર્વેસ્ટરની ખરીદી માટે મળી ૯.૬૦ લાખની સહાય
Breaking news
Morbi Today

મોરબીની ટાઇલ્સ રાજકોટ મૂકીને પરત આવતા વિપ્ર યુવાનને કાળનો ભેટો, એકને ઇજા


SHARE









મોરબીની ટાઇલ્સ રાજકોટ મૂકીને પરત આવતા વિપ્ર યુવાનને કાળનો ભેટો, એકને ઇજા

મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ ઉમિયાનગર વિસ્તારમાં રહેતો યુવાન પોતાના છોટાહાથી વાહનમાં તેના મિત્રને સાથે બેસાડીને રાજકોટથી મોરબી બાજુ પરત આવતો હતો ત્યારે મારવાડી યુનિવર્સિટી પાસે તેને છોટા હાથીને ટ્રક ચાલકે હડફેટે લેતા અકસ્માતમાં બનાવ બન્યો હતો જેમાં યુવાનને ગંભીર ઈજા થવાથી તેનું મોત નીપજ્યું હતું અને તેના મિત્રને ઈજા થઈ હોવાથી તેને સારવારમાં ખસેડવામાં આવ્યો હતો અને આ બનાવની હોસ્પિટલ મારફતે સ્થાનિક પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવતા પોલીસે રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ ઉમિયાનગરમાં રહેતો પૃથ્વીરાજ ભાવેશભાઈ દાદલ જાતે રાજગોર બ્રાહ્મણ (૨૩) પોતાના છોટાહાથી વાહનમાં ટાઇલ્સનો જથ્થો ભરીને રાજકોટ મૂકવા માટે ગયા હતા અને ત્યાંથી પરત આવતો હતો ત્યારે મારવાડી યુનિવર્સિટી પાસે તેના છોટા હાથી વાહનને ટ્રકના ચાલકે હડફેટે લીધું હતું જેથી કરીને પૃથ્વીરાજ દાદલને ગંભીર ઇજાઓ થઈ હોવાથી તેનું મોત નિપજ્યું હતું જો કે, વાહનમાંથી તેની સાથે બેઠેલ તેના મિત્ર ભાવિકને હાથમાં ઇજા થઈ હતી જેથી ઈજાગ્રસ્તને સારવાર માટે લઈ ગયા હતા અને હોસ્પિટલ મારફતે આ બનાવની સ્થાનિક પોલીસ સ્ટેશનને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

અકસ્માતમાં ઇજા

મોરબી નજીકના શિવનગર ગામે રહેતા ગણેશભાઈ મોહનભાઈ કણસાગરા (૮૫) પોતાના પૌત્રના બાઈકમાં પાછળના ભાગે બેસીને ગામ બાજુથી મોરબી તરફ આવી રહ્યા હતા દરમિયાન તેના ગામ પાસે તેઓ બાઈકમાંથી નીચે પડી ગયા હતા જેથી કરીને વૃદ્ધને ઈજા થઈ હોવાથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના એન.જે. ખડીયા ચલાવી રહ્યા છે




Latest News