હળવદમાં ફ્રી આંખ ચેકઅપ મોતીયા ઓપરેશન મેગા કેમ્પ સાથે સેવાભાવિ વ્યક્તિઓનો સન્માન સમારોહ યોજાશે મોરબીના યંગ ઇન્ડિયા ગ્રૂપે આશ્રિતો અને વંચિતોને બતાવ્યુ હનુમાન અંશ ફિલ્મ મોરબીના રાજપર ગામે ગૌમાતાના લાભાર્થે જરાસંઘનો વધ નાટક અને વિજુડી ટીમનું કોમિક યોજાશે મોરબી વોર્ડ નં.૬ ના કોર્પોરેટર તથા મોરબી મહાનગરપાલિકાના ડેપ્યુટી ચેરમેન કેયુરભાઈ પંડ્યા દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓનો સરસ્વતી સન્માન સમારોહ યોજાયો મોરબીના નવી ટીંબડી ગામના પાટીયા પાસેથી ત્યજી દેવાયેલ નવજાત બાળક મળી આવ્યું: વાલી વરસની શોધખોળ મોરબી તાલુકા સેવા સદનમાં 25,000 ની લાંચ માંગનાર અધિકારી અને તેનો ડ્રાઇવર એસીબીના છટકામાં રંગે હાથે ઝડપાયા મોરબીવાસીઓનો વાચનપ્રેમ છલકાયો: બે દિવસીય જ્ઞાનયજ્ઞ પુસ્તક મેળામાં રૂ. ૭ લાખથી વધુની કિંમતના પુસ્તકોનું થયુ વેચાણ સરકારની AGR - 2 યોજના હેઠળ ટંકારાના ખેડૂત દિનેશભાઈ પટેલને કમ્બાઈન્ડ હાર્વેસ્ટરની ખરીદી માટે મળી ૯.૬૦ લાખની સહાય
Breaking news
Morbi Today

વાંકાનેર નજીક આવેલ હેમ પેઇન્ટ કારખાનામાં રેકડો લઇ લેવાનો કહેતા યુવાનને માર માર્યો


SHARE









વાંકાનેર નજીક આવેલ હેમ પેઇન્ટ કારખાનામાં રેકડો લઇ લેવાનો કહેતા યુવાનને માર માર્યો

વાંકાનેર નજીક આવેલ હેમ પેઇન્ટર કારખાનામાં મારામારીનો બનાવ બન્યો હતો જેમાં ત્યાં કામ કરતા યુવાને ટ્રોલી લઈને જવું હોવાથી માલ ઉતારવાનો રેકડો લઇ લેવા માટે કહ્યું હતું ત્યારે ત્યાં રેકડો લઈને આવેલા શખ્સ દ્વારા તેના ઉપર પ્લાસ્ટિકના ધોકા વડે હુમલો કરવામાં આવ્યો હતો અને માર મારીને મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી જેથી કરીને ભોગ બનેલા યુવાને વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવવાની જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેર શહેરની નજીક આવેલ હેમ પેઇન્ટ નામના કારખાનામાં કામ કરતા અને મિલ પ્લોટ શાંતિનગર વિસ્તારમાં રહેતા જયદીપસિંહ ભગીરથસિંહ ગોહિલ જાતે દરબાર (૩૧)એ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે વિક્રમભાઈ બબાભાઈ સરૈયા રહે, હસનપર વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે આરોપીએ કારખાનામાં માલ ઉતારવાનો રેકડો વચ્ચે નાખેલ હતો જેથી કેમિકલ્સ ભરેલ ટ્રોલી લઈને ફરીયાદીને જવી હોય તેને રેકડો લઇ લેવા માટે થઈને કહ્યું હતું ત્યારે આરોપીએ રેકડો નહીં લઈ તેમ કહીને જેમ ફાવે તેમ ગાળો આપી હતી અને ત્યારબાદ પ્લાસ્ટિકના ધોકા વડે માર માર્યો હતો અને મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને ભોગ બનેલા જયદીપસિંહ ગોહિલ દ્વારા હાલમાં વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે વિક્રમભાઈ સરૈયા ની સામે ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે




Latest News