હળવદમાં ફ્રી આંખ ચેકઅપ મોતીયા ઓપરેશન મેગા કેમ્પ સાથે સેવાભાવિ વ્યક્તિઓનો સન્માન સમારોહ યોજાશે મોરબીના યંગ ઇન્ડિયા ગ્રૂપે આશ્રિતો અને વંચિતોને બતાવ્યુ હનુમાન અંશ ફિલ્મ મોરબીના રાજપર ગામે ગૌમાતાના લાભાર્થે જરાસંઘનો વધ નાટક અને વિજુડી ટીમનું કોમિક યોજાશે મોરબી વોર્ડ નં.૬ ના કોર્પોરેટર તથા મોરબી મહાનગરપાલિકાના ડેપ્યુટી ચેરમેન કેયુરભાઈ પંડ્યા દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓનો સરસ્વતી સન્માન સમારોહ યોજાયો મોરબીના નવી ટીંબડી ગામના પાટીયા પાસેથી ત્યજી દેવાયેલ નવજાત બાળક મળી આવ્યું: વાલી વરસની શોધખોળ મોરબી તાલુકા સેવા સદનમાં 25,000 ની લાંચ માંગનાર અધિકારી અને તેનો ડ્રાઇવર એસીબીના છટકામાં રંગે હાથે ઝડપાયા મોરબીવાસીઓનો વાચનપ્રેમ છલકાયો: બે દિવસીય જ્ઞાનયજ્ઞ પુસ્તક મેળામાં રૂ. ૭ લાખથી વધુની કિંમતના પુસ્તકોનું થયુ વેચાણ સરકારની AGR - 2 યોજના હેઠળ ટંકારાના ખેડૂત દિનેશભાઈ પટેલને કમ્બાઈન્ડ હાર્વેસ્ટરની ખરીદી માટે મળી ૯.૬૦ લાખની સહાય
Breaking news
Morbi Today

લાગે છે ચોર ગેંગે પકડાઈ !: મોરબી શહેરના જુદાજુદા સ્થળેથી ચાર બાઈકની ચોરી


SHARE









લાગે છે ચોર ગેંગે પકડાઈ !: મોરબી શહેરના જુદાજુદા સ્થળેથી ચાર બાઈકની ચોરી

મોરબી શહેરના જુદા જુદા વિસ્તારમાંથી સમયાંતરે વાહન ચોરીની ઘટનાઓ બનતી હોય છે તેવી જ રીતે મોરબી શહેરના જુદા જુદા ચાર સ્થળ ઉપરથી બાઇકની ચોરી કરવામાં આવી હોય તેવી ફરિયાદ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે હાલમાં નોંધાયેલ છે જેથી કરીને બાઇક ચોર ગેંગને પકડી લીધા બાદ બાઈક ચોરીના ધડોધડ ગુના નોંધવામાં આવ્યા હોવાનું ચર્ચાઇ રહ્યું છે

જાણવા મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના કલ્યાણપર ગામે રહેતા કાંતિલાલ રાઘવજીભાઈ સવસાણી જાતે પટેલ (૪૭) એ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી છે કે, મોરબીમાં આવેલ શાકમાર્કેટ સામે વંડા પાસે તેઓએ પોતાનું બાઈક નંબર જીજે ૩ એચસી ૮૯૩૦ પાર્ક કરીને મૂક્યું હતું જે ૨૦ હજારના બાઈકની ચોરી થયેલ છે તો મોરબીના નવલખી રોડ ઉપર આવેલ જલારામ પાર્કના બ્લોક નં-૧૨ માં રહેતા અનિલકુમાર નરસીદાસ સોમૈયા જાતે લોહાણા (૬૨) એ ફરિયાદ નોંધાવી છે કે, મોરબીના વસંત પ્લોટ શેરી નં-૧ પાસે આવેલ રાજસ્થાન પાવભાજી વાળી શેરીમાં તેણે પોતાનું બાઈક નંબર જીજે ૩૬ એમ ૮૬૨૯ પાર્ક કરીને મૂક્યું હતું જે ૩૦ હજારના બાઈકની ચોરી થયેલ છે મોરબીના સનાળા રોડ ઉપર આવેલ કન્યા છાત્રાલય પાસે ઓમ શાંતિ પાર્કમાં રહેતા અશોકભાઈ ચંદુભાઈ કડીવાર જાતે પટેલ (૫૦)એ બાઈક ચોરીની ફરિયાદ નોંધાવી છે કે, સનાળા રોડ ઉપર જયદીપ પાવભાજીની આગળની શેરીમાં તેણે પોતાનું બાઈક નંબર જીજે ૩૬ એ ૦૮૬૨ પાર્ક કરીને મૂક્યું હતું જે ૨૫ હજારના બાઈકની ચોરી થયેલ છે અને આવી જ રીતે મોરબીના રવાપર રોડ ઉપર આવેલ સભારાની વાડીની સામે ઘૂનડા રોડ ઉપર રહેતા મુન્નાભાઈ રાયમલભાઈ ગારડી જાતે વાંજા (૩૨)એ ફરિયાદ નોંધાવી છે કે, મોરબી સિવિલ હોસ્પિટલના પાર્કિંગમાં તેણે પોતાનું બાઈક નંબર જીજે ૩૬ એમ ૧૧૦૮ પાર્ક કરીને મૂક્યું હતું જે બાઈકની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવી છે જેથી કરીને ૨૦ હજાર ની કિંમતના બાઈકની ચોરી થઈ હોવાની તેને ફરિયાદ નોંધાવી છે આમ કુલ મળીને એક જ દિવસમાં મોરબીએ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બાઈક ચોરીના ચાર ગુના નોંધાયેલા છે જેથી કરીને પોલીસે બાઈક ચોર ગેંગને પકડી લીધી હોવાની ચર્ચા થઈ રહી છે




Latest News