મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાન સહિત બે વ્યક્તિ ઉપર છરી-ધોકા વડે 4 શખ્સનો હુમલો વાંકાનેરમાં ભિક્ષાવૃતિ કરીને મહિલાએ એકત્રિત કરેલ 50,000 રૂપિયાની અજાણ્યા શખ્સે કરી ચોરી હળવદના બુટવડા ગામે જુગાર રમતા 5 શખ્સ ઝડપાયા હળવદના ઢવાણા ગામે યુવાને કર્યો આપઘાત: મોરબીના લાલપર ગામે તાવની બીમારીમાં બાળકીનું મોત મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને આઠ લાખ ખર્ચ સહીત ચૂકવવા હુકમ
Breaking news
Morbi Today

મોરબીમાં ક્રિકેટ સટ્ટો રમતા એક શખ્સની ૫૮૫૦ ના મુદામાલ સાથે ધરપકડ, એકની શોધખોળ


SHARE







મોરબીમાં ક્રિકેટ સટ્ટો રમતા એક શખ્સની ૫૮૫૦ ના મુદામાલ સાથે ધરપકડ, એકની શોધખોળ

મોરબી શહેરના નવલખી રોડ ઉપર આવેલ રણછોડનગર પાસે સતનામ એપાર્ટમેન્ટમાં નીચેના ભાગમાં આવેલ દુકાન પાસે ક્રિકેટ સટ્ટો રમતા હોવાની બાતમી મળી હતી જેથી સ્થાનિક પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે ક્રિકેટ લાઇવ ગુરુ એપ્લિકેશનમાં ટી-ટ્વેન્ટીની મેચ ઉપર હાર જીતનો જુગાર રમવામાં આવતો હોવાનું ધ્યાન ઉપર આવ્યું હતું જેથી કરીને મોબાઈલ, રોકડા રૂપિયા અને ડાયરી આમ કુલ મળીને ૫૮૫૦ ના મુદ્દામાલ સાથે એક શખ્સની ધરપકડ કરેલ છે અને એક આરોપીને પકડવા માટે તજવીજ ચાલુ છે

મળતી માહિતી મુજબ મોરબીના નવલખી રોડ ઉપર આવેલ રણછોડનગર પાસે સતનામ એપાર્ટમેન્ટની નીચેના ભાગમાં આવેલ ડીલક્ષ પાન નામની દુકાન પાસે જાહેરમાં ક્રિકેટ સટ્ટો રમવામાં આવી રહ્યો હતો જેથી કરીને પોલીસની ટીમ ત્યાં પહોંચી હતી અને જુગારની રેડ કરી હતી ત્યારે ક્રિકેટ લાઇવ ગુરુ એપ્લિકેશનમાં ટી-ટ્વેન્ટીની મેચ ઉપર ક્રિકેટ સટ્ટો રમવામાં આવતો હોવાનું સામે આવ્યું હતું જેથી પોલીસે સ્થળ ઉપરથી તુલસીભાઈ હસમુખભાઈ શંખેસરિયા જાતે કોળી (૩૨) રહે. રાજનગર પંચાસર રોડ હનુમાન મંદિર પાછળ મોરબી વાળાની ૫૦૦૦ રૂપિયાની કિંમતનો મોબાઇલ અને ૮૫૦ રૂપિયા રોકડા આમ કુલ મળીને ૫૮૫૦ ના મુદ્દામાલ સાથે ધરપકડ કરવામાં આવી છે અને આ શખ્સ દ્વારા ઇમરાન કાસમાણી સાથે જુગાર રમવામાં આવતો હોવાનું ધ્યાન ઉપર આવ્યું છે જેથી કરીને પોલીસે તેને પકડવા માટે તજવીજ શરૂ કરી છે






Latest News