હળવદમાં ફ્રી આંખ ચેકઅપ મોતીયા ઓપરેશન મેગા કેમ્પ સાથે સેવાભાવિ વ્યક્તિઓનો સન્માન સમારોહ યોજાશે મોરબીના યંગ ઇન્ડિયા ગ્રૂપે આશ્રિતો અને વંચિતોને બતાવ્યુ હનુમાન અંશ ફિલ્મ મોરબીના રાજપર ગામે ગૌમાતાના લાભાર્થે જરાસંઘનો વધ નાટક અને વિજુડી ટીમનું કોમિક યોજાશે મોરબી વોર્ડ નં.૬ ના કોર્પોરેટર તથા મોરબી મહાનગરપાલિકાના ડેપ્યુટી ચેરમેન કેયુરભાઈ પંડ્યા દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓનો સરસ્વતી સન્માન સમારોહ યોજાયો મોરબીના નવી ટીંબડી ગામના પાટીયા પાસેથી ત્યજી દેવાયેલ નવજાત બાળક મળી આવ્યું: વાલી વરસની શોધખોળ મોરબી તાલુકા સેવા સદનમાં 25,000 ની લાંચ માંગનાર અધિકારી અને તેનો ડ્રાઇવર એસીબીના છટકામાં રંગે હાથે ઝડપાયા મોરબીવાસીઓનો વાચનપ્રેમ છલકાયો: બે દિવસીય જ્ઞાનયજ્ઞ પુસ્તક મેળામાં રૂ. ૭ લાખથી વધુની કિંમતના પુસ્તકોનું થયુ વેચાણ સરકારની AGR - 2 યોજના હેઠળ ટંકારાના ખેડૂત દિનેશભાઈ પટેલને કમ્બાઈન્ડ હાર્વેસ્ટરની ખરીદી માટે મળી ૯.૬૦ લાખની સહાય
Breaking news
Morbi Today

વાંકાનેરમાં પિતાના ઘરે આવેલા યુવાનને બે સગા ભાઇ સહિત ચાર ભાઈઓએ ધોકા વડે માર માર્યો


SHARE









વાંકાનેરમાં પિતાના ઘરે આવેલા યુવાનને બે સગા ભાઇ સહિત ચાર ભાઈઓએ ધોકા વડે માર માર્યો

વાંકાનેરના વીસીપાર વિસ્તારમાં રહેતો યુવાન તેના પિતાના ઘરે ગયો હતો ત્યારે તેના બે સગા ભાઇ સહિત ચાર વ્યક્તિઓએ તેને ગાળો આપીને ધોકા વડે માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલ યુવાન દ્વારા સારવાર લીધા બાદ હાલમાં તેના બે સગા ભાઇ સહિત ચાર શખ્સોની સામે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવવાની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેરના વીસીપાર વિસ્તારમાં પૂજારા કારખાના પાસે રહેતા અજયભાઈ જગદીશભાઈ સુરેલા જાતે કોળી (૨૩)એ હાલમાં મનીષભાઈ જગદીશભાઈ સુરેલા, સાગરભાઇ જગદીશભાઈ સુરેલા, રાહુલભાઈ રમેશભાઈ સુરેલા અને રજનીભાઈ રમેશભાઈ સુરેલા રહે બધા વીસીપરા વાળાની સામે ફરિયાદ નોંધાવી હતી કે, તે પોતાના પિતાથી અલગ વીસીપરા વિસ્તારમાં રહે છે અને તે તેના પિતાના ઘરે ગયો હતો ત્યારે તેના પિતાએ તેને પોતાના ઘરે જતા રહેવા માટે થઈને કહ્યું હતું દરમ્યાન તેના બે ભાઈ મનીષ અને સાગર ત્યાં આવી ગયા હતા અને જેમ ફાવે તેમ ગાળો દેવા લાગ્યા હતા જેથી કરીને ફરિયાદી યુવાને ગાળો દેવાની ના પાડતા તેમાં બે ભાઈને સારું નથી લાગતા તે બંને શખ્સોએ યુવાનને ધોકા વડે માર માર્યો હતો. જેથી તેને બૂમાબૂમ કરતા બાજુમાં રહેતા તેના ભાઈજીના દીકરા રાહુલભાઈ અને રજનીભાઈ પણ ત્યાં આવી ગયા હતા અને તેમણે પણ યુવાનને માર માર્યો હતો અને જેમ ફાવે તેમ ગાળો આપી હતી ત્યારે ભોગ બનેલ યુવાનને તેના માતા-પિતાએ છોડાવ્યો હતો અને ત્યારે આરોપીઓએ એવું કહ્યું હતું કે, “આજે તને જવા દઈએ છીએ પણ હવે પછી અહીં આવ્યો તો જાનથી મારી નાખવો છે” તેવી ધમકી આપી હતી જેથી કરીને ભોગ બનેલ યુવાનને સારવાર લીધા બાદ પોતાના બે સગાભાઈ સહિત ચાર ભાઇઓની સામે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે ચારેય આરોપીઓની ધરપકડ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે




Latest News