મોરબીના આમરણ ચોવીસે વિસ્તારમાંથી 100 જેટલા ટ્રેક્ટર સાથે ખેડૂતોએ જેતપર ગામે પહોંચીને આપ્યું સમર્થન, રાજ્યમંત્રીના નાના ભાઈ ભરતભાઈ અમૃતિયાએ આંદોલનને સંપૂર્ણ ટેકો જાહેર કર્યો ઉંદર મારવાની દવા પી ગયેલ મહિલાનું સારવાર દરમિયાન મોરબી ખાતે મોત વધુ એક હત્યા: ટંકારાના નસીતપર-રાજપર રોડ ઉપર પાકીટ ચોરી બાબતે શેઠે માથાં બોથડ પદાર્થ મારતા યુવાનનું મોત મોરબીમાં હિન્દુ સામ્રાજ્ય દિવસ નિમિત્તે બાઇક-મશાલ રેલી યોજાઇ મોરબી નજીક કારખાનાના કવાર્ટરમાં મહિલાની હત્યા કરનારા આરોપીની ધરપકડ મોરબી એસપી રોડનો બનાવ : મોડી રાતે ઘરે આવેલા પતિએ પત્નીને ગળા-છાતીના ભાગે બચકાં ભરી લીધા મોરબીના જુના ઘૂટું રોડે કાર ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનના પગનો અંગુઠો કપાઈ ગયો, હાથ-પગમાં ગંભીર ઇજા મોરબી નજીક પોલીસ હેડ કવાર્ટર પાસેથી 2 લાખની કિંમતની રિક્ષાની ચોરી!
Breaking news
Morbi Today

મોરબીના લાલપર નજીક કાઉ મારતા સમયે ટ્રકમાંથી કન્ટેનર નીચે પડતાં ઇજા પામેલા બે બાળક સારવારમાં


SHARE









મોરબીના લાલપર નજીક કાઉ મારતા સમયે ટ્રકમાંથી કન્ટેનર નીચે પડતાં ઇજા પામેલા બે બાળક સારવારમાં

મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલ સ્ટાર કારખાનાની બાજુમાં નળિયાના કારખાના નજીકથી બે ભાઈઓ ચાલીને રોડ ઉપરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે કાઉ મારતા સમયે કન્ટેનર ટ્રકમાંથી નીચે પડ્યું હતું અને તે સમયે રોડ ઉપરથી જતાં બંને ભાઈઓને ઈજાઓ થઈ હોવાથી તેને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે હાલમાં ભોગ બનેલા બંને બાળકોની માતાએ ટ્રક કન્ટેનરમાં ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મૂળ ઉત્તર પ્રદેશના રહેવાસી અને હાલમાં મોરબીના લાલપર ગામ પાસે આવેલ ઓરસન ઝોન એપાર્ટમેન્ટના ફ્લેટ નંબર એ-૪૦૨ માં રહેતા શિવાનીબેન સંજયકુમાર ગુપ્તા જાતે જૈન વાણીયા (૩૯) એ ટ્રક કન્ટેનર નંબર જીજે ૧૨ બીવાય ૭૮૨૦ ના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલ સ્ટાર કારખાનાની બાજુમાં નળિયાના કારખાનાની સામે સર્વિસ રોડ ઉપરથી તેના બે દીકરા પ્રવીણ (૧૪) અને પવન (૧૪) ચાલીને રોડ સાઈડમાં જતા હતા ત્યારે ટ્રક કન્ટેનરના ચાલકે કાઉ મારતા સમયે ટ્રકની પાછળનું કન્ટેનર જમીન ઉપર પડ્યું હતું જેથી કરીને ફરિયાદીના દીકરા પ્રવીણને જમણા પગના પંજામાં અને જમણા હાથની કોણીમાં ઈજા થઈ હતી જ્યારે તેના બીજા દીકરા પવનને માથાના ભાગે ઈજા થઈ હોવાથી માથામાં ટાંકા આવ્યા હતા અને જમણા પગમાં તેને ફ્રેકચર થયું હતું જેથી બંને ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલે લઈને ગયા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ હાલમાં ભોગ બનેલ બંને ભાઈઓની માતાએ ટ્રક કન્ટેનરના ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News