હળવદના નવા દેવળિયા પાસે એરવાલ્વનું કામ કરનારને અહીંયા કામ બંધ કરો કહીને બે શખ્સોએ માર માર્યો
મોરબીના લાયન્સનગરમાં રહેતા વૃદ્ધે છાતીના દુખાવાથી કંટાળીને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત
SHARE









મોરબીના લાયન્સનગરમાં રહેતા વૃદ્ધે છાતીના દુખાવાથી કંટાળીને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત
મોરબીના સામાકાંઠે વિસ્તારમાં આવેલ માળીયા વનાળીયા સોસાયટીની બાજુમાં લાયન્સનગરમાં રહેતા વૃદ્ધ અને છાતીમાં દુખાવો હોય દુખાવો મટતો ન હોવાથી તેણે પોતાના ઘરે રસોડામાં લોખંડની એંગલ સાથે દુપટ્ટો બાંધીને ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો જેથી કરીને આ બનાવની મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે આપઘાતના બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની તપાસ શરૂ કરે છે.
બનાવના જાણવા મળતી વિગત મુજબ મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં માળીયા વનાળીયા સોસાયટી પાસે લાયન્સનગર સોસાયટીમાં રહેતા મુળજીભાઇ રવજીભાઈ સોલંકી (ઉંમર ૬૫)એ તેના ઘરે રસોડામાં લોખંડની એંગલ સાથે દુપટ્ટો બાંધીને ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો છે આ બનાવની મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે બનાવની નોંધ કરી મૃતકના મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને વધુમાં પોલીસ સુત્રો પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે આપઘાત કરનાર વૃદ્ધને છાતીમાં દુખાવાની બીમારી હતી અને જ્યારે દવા પીવે ત્યારે દુખાવો મટી જતો હતો જોકે દવા ન પીવે ત્યારે દુખાવો થતો હોવાના કારણે તેને લાગી આવતા તેમણે પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધેલ છે.
“મોરબી ટુડે” માં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છે “બી- પોઝીટીવ”
