મોરબીના લાયન્સનગરમાં રહેતા વૃદ્ધે છાતીના દુખાવાથી કંટાળીને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત
વાંકાનેરનાં મચ્છુ-1 ડેમમાં નવા 12 ફૂટ પાણીની આવક
SHARE
વાંકાનેરનાં મચ્છુ-1 ડેમમાં નવા 12 ફૂટ પાણીની આવક
(કેતન ભટ્ટી દ્વારા) વાંકાનેર પંથકનાં જળસ્ત્રોત એવા મચ્છુ 1 ડેમમાં છેલ્લા 24 કલાકમાં 12 ફૂટ પાણીની જંગી આવક થતાં આ વિશાળ ડેમને હવે ઓવર ફ્લો થવામાં માત્ર નવ ફૂટ બાકી રહ્યુ છે.
વાંકાનેર શહેર વિસ્તારમાં છેલ્લી 24 કલાકમાં માત્ર પોણા બે ઈંચ વરસાદ નોંધાયો છે,સમગ્ર સૌરાષ્ટ્રમાં જળબંબાકાર જેવી સ્થિતિ છે ત્યારે વાંકાનેરમાં માત્ર પોણા બે ઈંચ વરસાદ સાથે મૌસમનો કુલ વરસાદ 402 મી.મી નોંધાયો છે, આ મુદ્દે વાંકાનેરનાં જાલસીકા પાસે આવેલ જળ સ્ત્રોત મચ્છુ 1 ડેમ ઈન્ચાર્જ એચ. જે. જાડેજાએ આપેલ વિગતો મુજબ 49 ફૂટની ઊંડાઈ ધરાવતા મચ્છુ 1 ડેમમાં ગઈ કાલે 28 ફૂટ પાણીની સપાટી હતી જે કૂવાડવા તરફનાં ઉપરવાસ વિસ્તારમાં ધોધમાર વરસાદને કારણે 24 કલાકમાં 12 ફૂટ જેટલા જંગી પાણીનાં જથ્થાની આવક થઈ હતી અને આજે 40 ફૂટ સુધી પાણીની આવક નોંધાઈ હતી ત્યારે વાંકાનેરના આ વિશાળ જળસ્ત્રોતને ઓવર ફ્લો થવા આડે માત્ર 9 ફૂટનું છેટું હોવાનું ડેમ ઈન્ચાર્જ દ્વારા જણાવવામાં આવ્યું હતું. જોકે સમગ્ર સૌરાષ્ટ્ર નાં મોટા ભાગના વિસ્તારોમાં માં ધોધમાર વરસાદ તૂટી પડ્યો છે ત્યારે વાંકાનેર માં માત્ર પોણા બે ઈંચ વરસાદ થયો છે ડેમમાં પાણીની માતબર આવક પણ થઈ ગઈ છે તેમ છતાં વાંકાનેર પંથકમાં માત્ર પાકને જીવત દાન મળ્યુ છે સારા પાક માટે હજુ સારા વરસાદની અનિવાર્યતા છે.