મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને પ્રવાસન વિકાસ સોસાયટીની બેઠક યોજાઈ; મચ્છુ ડેમ-૨ માં આઈલેન્ડ વિકસાવવા અંગે થઈ ચર્ચા મોરબીના સાહિલ માજોઠીની કેન્સર પીડિત માતા માટે માનવતાના ધોરણે દીકરાને મુક્ત કરી વતન વાપસી માટે વકીલ દીપા જોસેફે યુક્રેન સરકારને કરી રજૂઆત મોરબીના આમરણ ચોવીસે વિસ્તારમાંથી 100 જેટલા ટ્રેક્ટર સાથે ખેડૂતોએ જેતપર ગામે પહોંચીને આપ્યું સમર્થન, રાજ્યમંત્રીના નાના ભાઈ ભરતભાઈ અમૃતિયાએ આંદોલનને સંપૂર્ણ ટેકો જાહેર કર્યો ઉંદર મારવાની દવા પી ગયેલ મહિલાનું સારવાર દરમિયાન મોરબી ખાતે મોત વધુ એક હત્યા: ટંકારાના નસીતપર-રાજપર રોડ ઉપર પાકીટ ચોરી બાબતે શેઠે માથાં બોથડ પદાર્થ મારતા યુવાનનું મોત મોરબીમાં હિન્દુ સામ્રાજ્ય દિવસ નિમિત્તે બાઇક-મશાલ રેલી યોજાઇ મોરબી નજીક કારખાનાના કવાર્ટરમાં મહિલાની હત્યા કરનારા આરોપીની ધરપકડ મોરબી એસપી રોડનો બનાવ : મોડી રાતે ઘરે આવેલા પતિએ પત્નીને ગળા-છાતીના ભાગે બચકાં ભરી લીધા
Breaking news
Morbi Today

મોરબીમાં ક્રિકેટ સટ્ટાની જુદીજુદી બે રેડ, બે શખ્સ પકડાયા, ચારની શોધખોળ


SHARE









મોરબીમાં ક્રિકેટ સટ્ટાની જુદીજુદી બે રેડ, બે શખ્સ પકડાયા, ચારની શોધખોળ

મોરબીના પીપળી ગામની સીમમાં આવેલ શ્યામ પાર્કના રહેણાંક મકાનમાં તેમજ માળીયા હાઇવે ઉપર આવેલ જનકપુરી સોસાયટીના રહેણાંક મકાનમાં જુદી જુદી બે ક્રિકેટ સટ્ટાની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી કુલ મળીને બે આરોપીઓ ઝડપાયા છે જોકે વધુ ચાર આરોપીઓના નામ સામે આવ્યા હોય પોલીસે તેની સામે ગુના નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી રોડ ઉપર પીપળી ગામની સીમમાં આવેલ શ્યામ પાર્ક-૨ ના રહેણાંક મકાનમાં રહેતા રમેશભાઈ ઉર્ફે કાળુ ચતુરભાઈ માકાસણા જાતે પટેલ (૫૧) ના ઘરમાં પોલીસે ક્રિકેટ સટ્ટાની રેડ કરી હતી ત્યારે ટાટા આઈપીએલની ક્રિકેટ મેચ ઉપર ક્રિકેટ સટ્ટો રમતા ઘરધણી ઝડપાયો હતો જેથી કરીને પોલીસે આરોપી રમેશ ઉર્ફે કાળું ચતુરભાઈ માકાસણાની બે મોબાઈલ ફોન તથા રોકડા રૂપિયા ૧૧૦૦ મળીને ૬૬૦૦ ના મુદ્દામાલ સાથે ધરપકડ કરી હતી અને તેની પાસેથી યોગેશભાઈ વાલજીભાઈ દલવાડી રહે. ચરાડવા, ટેમું ભુપતભાઈ પટેલ રહે. જુના દેવડીયા અને શામજીભાઈ રહે. કચ્છ વાળાનું નામ સામે આવતા તેની સામે ગુનો નોંધવામાં આવેલ છે અને તેને પકડવા માટે તજવીજ શરૂ કરવામાં આવી છે

જ્યારે ક્રિકેટ સટ્ટાની બીજી રેડ મોરબી માળિયા હાઇવે ઉપર આવેલ જનકપુરી સોસાયટીના મકાન નંબર ૫૪ માં કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપર ક્રિકેટ લાઇવ ગુરુ એપ્લિકેશનમાં ક્રિકેટ મેચ જોઈને તેના ઉપર ક્રિકેટ સટ્ટો રમતા ઘરધણી અમિતભાઈ જીતેન્દ્રભાઈ સોલંકી જાતે રજપૂત (૩૬) રહે. જનકપુરી સોસાયટી મોરબી વાળો મળી આવ્યો હોય પોલીસે તેની પાસેથી ૭૦૦૦ ની કિંમતનો મોબાઇલ ફોન તથા ૬૪૦ રૂપિયા રોકડા આમ કુલ મળીને ૭૬૪૦ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે અને તેની પાસેથી ઓમ કુબાવતનું નામ સામે આવતા પોલીસે તેની સામે ગુનો નોંધી તેને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

જુગારી પકડાયા

ટંકારાના નાના રામપર ગામે નદીના કાંઠે જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે સ્થાનિક પોલીસ દ્વારા ત્યાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી જુગાર રમતા હાસમભાઇ દાઉદભાઈ સોઢા (૫૦), રમેશભાઈ નથુભાઈ ભાંભી (૩૫) અને આસમભાઈ કાસમભાઈ શેખ (૪૩) મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી ૩૧૧૦ રૂપિયાની રોકડ કબજે કરી હતી અને તેની સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે






Latest News