હળવદમાં ફ્રી આંખ ચેકઅપ મોતીયા ઓપરેશન મેગા કેમ્પ સાથે સેવાભાવિ વ્યક્તિઓનો સન્માન સમારોહ યોજાશે મોરબીના યંગ ઇન્ડિયા ગ્રૂપે આશ્રિતો અને વંચિતોને બતાવ્યુ હનુમાન અંશ ફિલ્મ મોરબીના રાજપર ગામે ગૌમાતાના લાભાર્થે જરાસંઘનો વધ નાટક અને વિજુડી ટીમનું કોમિક યોજાશે મોરબી વોર્ડ નં.૬ ના કોર્પોરેટર તથા મોરબી મહાનગરપાલિકાના ડેપ્યુટી ચેરમેન કેયુરભાઈ પંડ્યા દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓનો સરસ્વતી સન્માન સમારોહ યોજાયો મોરબીના નવી ટીંબડી ગામના પાટીયા પાસેથી ત્યજી દેવાયેલ નવજાત બાળક મળી આવ્યું: વાલી વરસની શોધખોળ મોરબી તાલુકા સેવા સદનમાં 25,000 ની લાંચ માંગનાર અધિકારી અને તેનો ડ્રાઇવર એસીબીના છટકામાં રંગે હાથે ઝડપાયા મોરબીવાસીઓનો વાચનપ્રેમ છલકાયો: બે દિવસીય જ્ઞાનયજ્ઞ પુસ્તક મેળામાં રૂ. ૭ લાખથી વધુની કિંમતના પુસ્તકોનું થયુ વેચાણ સરકારની AGR - 2 યોજના હેઠળ ટંકારાના ખેડૂત દિનેશભાઈ પટેલને કમ્બાઈન્ડ હાર્વેસ્ટરની ખરીદી માટે મળી ૯.૬૦ લાખની સહાય
Breaking news
Morbi Today

મોરબી નજીક લાયકોસ બાથવેર કારખાનામાં અજાણ્યા શખ્સે છરી મારી દેતા ઇજા પામેલા યુવાન સારવારમાં


SHARE









મોરબી નજીક લાયકોસ બાથવેર કારખાનામાં અજાણ્યા શખ્સે છરી મારી દેતા ઇજા પામેલા યુવાન સારવારમાં

 

morbi : મોરબીના ઘુટુ ગામ પાસે આવેલ લાયકોસ બાથવેર નામના કારખાનામાં ઉભેલ યુવાનને ત્યાં મજૂરો વચ્ચે ઝઘડો થયો હતો ત્યારે અજાણ્યા શખ્સ દ્વારા છરી મારી દેવામાં આવી હતી જેથી તેને માથામાં માથામાં ઇજા થતાં યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલ એન્ટિક સીરામીક કારખાનામાં રહેતો અને મજૂરી કામ કરતો રમેશ ભીમજીભાઇ પરમાર (૨૪) નામનો યુવાન લાયકોસ બાથવેર નામના કારખાનામાં ઉભો હતો ત્યારે ત્યાં કારખાનામાં મજૂરો વચ્ચે ઝઘડો થયો હતો અને ત્યારે કોઈ અજાણ્યા શખ્સ દ્વારા રમેશ પરમારને છરી ઝીકિ દેવામાં આવતા માથાના ભાગે ઈજા થઈ હતી જેથી ઇજા પામેલા યુવાનને સારવાર માટે મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને આ બનાવવી હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના એન.જે. ખડીયા ચલાવી રહ્યા છે.

અકસ્માતમાં ઇજા

મોરબીના નજરબાગ રેલવે સ્ટેશનથી આગળના ભાગમાં ભળીયાદ કાંટા પાસે રહેતો સુનિલ ભુપતભાઈ નાથાણી (૨૨) નામનો યુવાન પોતાના ઘરે હતો ત્યારે ટેબલ ફેનનો પંખો નીચે કરતા સમયે તેની આંગળી પંખામાં આવી જતા તેને ઈજા થઈ હતી જેથી ઇજા પામેલા યુવાનને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બી ડિવિઝન પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.




Latest News