હળવદમાં ફ્રી આંખ ચેકઅપ મોતીયા ઓપરેશન મેગા કેમ્પ સાથે સેવાભાવિ વ્યક્તિઓનો સન્માન સમારોહ યોજાશે મોરબીના યંગ ઇન્ડિયા ગ્રૂપે આશ્રિતો અને વંચિતોને બતાવ્યુ હનુમાન અંશ ફિલ્મ મોરબીના રાજપર ગામે ગૌમાતાના લાભાર્થે જરાસંઘનો વધ નાટક અને વિજુડી ટીમનું કોમિક યોજાશે મોરબી વોર્ડ નં.૬ ના કોર્પોરેટર તથા મોરબી મહાનગરપાલિકાના ડેપ્યુટી ચેરમેન કેયુરભાઈ પંડ્યા દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓનો સરસ્વતી સન્માન સમારોહ યોજાયો મોરબીના નવી ટીંબડી ગામના પાટીયા પાસેથી ત્યજી દેવાયેલ નવજાત બાળક મળી આવ્યું: વાલી વરસની શોધખોળ મોરબી તાલુકા સેવા સદનમાં 25,000 ની લાંચ માંગનાર અધિકારી અને તેનો ડ્રાઇવર એસીબીના છટકામાં રંગે હાથે ઝડપાયા મોરબીવાસીઓનો વાચનપ્રેમ છલકાયો: બે દિવસીય જ્ઞાનયજ્ઞ પુસ્તક મેળામાં રૂ. ૭ લાખથી વધુની કિંમતના પુસ્તકોનું થયુ વેચાણ સરકારની AGR - 2 યોજના હેઠળ ટંકારાના ખેડૂત દિનેશભાઈ પટેલને કમ્બાઈન્ડ હાર્વેસ્ટરની ખરીદી માટે મળી ૯.૬૦ લાખની સહાય
Breaking news
Morbi Today

ટંકારાના વાઘગઢ પાસેથી મળેલ કોહવાયેલ લાશમાં માથામાં બોથડ પદાર્થ ઝીંકીને હત્યા કરીને લાશ દાટી દેવાઇ હોવાનું ખૂલ્યું : હત્યાનો ગુનો નોંધાયો


SHARE









ટંકારાના વાઘગઢ પાસેથી મળેલ કોહવાયેલ લાશમાં માથામાં બોથડ પદાર્થ ઝીંકીને હત્યા કરીને લાશ દાટી દેવાઇ હોવાનું ખૂલ્યું : હત્યાનો ગુનો નોંધાયો

ટંકારા તાલુકાનાં વાઘગઢ ગામે જમીનમાં દાટી દેવામાં આવેલ અજાણ્યા પુરુષની લાશને જનવારોએ બહાર કાઢીને ફાડી ખાધી હતી જેથી કરીને જમીનમાં કોઈને દાટી દેવામાં આવેલ છે તેવું સામે આવ્યું હતું અને પોલીસ ઘટના સ્થળે પહોચી હતી અને જમીનમાં દાટવામાં આવેલ અજાણ્યા પુરુષની લાશને બહાર કાઢીને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ ખસેડવામાં આવી હતી જેમાં મૃતકને માથામાં ધારદાર બોથડ પદાર્થ મરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે જેથી કરીને વાડીના માલિકની ફરિયાદ લઈને પોલીસે હત્યાનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરી છે.

જાણવા મળતી માહિતી મુજબ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે હાલમાં વાઘગઢ ગામે રહેતા રાજેશભાઈ નથુભાઈ રાણીપા જાતે પટેલ (૫૦) એ અજાણ્યા શખ્સની સામે હત્યાની ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેઓની ધાર વાડી તરીકે ઓળખાય છે તે વાડીએ કોઈ અજાણ્યા પુરુષની જમીનમાં લાશને દાટી દેવામાં આવી હતી જેના બહાર કાઢીને જનાવર મૃત વ્યક્તિના શરીરને ફાડી ખાતા હતા જેથી દુર્ગંધ આવતા આ અંગેની જાણ સ્થાનિક લોકોએ ટંકારા પોલીસને કરી હતી જેથી તાત્કાલિક પોલીસે અને મામલતદાર ત્યાં આવ્યા હતા અને મરણ જનારની લાશને જમીનમાંથી બહાર કાઢીને તેની ડેડ બોડીને ફોરેન્સિક માટે રાજકોટ લઈ જવામાં આવેલ હતી દરમ્યાન મૃતક વ્યક્તિને માથામાં કોઈ ધારદાર બોથડ પદાર્થ મારીને તેની હત્યા કરીને લાશને જમીનમાં દાટી દેવામાં આવી હોવાનું હાલમાં સામે આવ્યું છે જેથી કરીને પોલીસે અજાણ્યા શખ્સની સામે હત્યાનો ગુનો નોંધીને આરોપીને પકડવામાં માટે અમે મૃતક વ્યક્તિની ઓળખ મેળવવા માટે આગળની તજવીજ કરવામાં આવી રહી છે.




Latest News