હળવદમાં ફ્રી આંખ ચેકઅપ મોતીયા ઓપરેશન મેગા કેમ્પ સાથે સેવાભાવિ વ્યક્તિઓનો સન્માન સમારોહ યોજાશે મોરબીના યંગ ઇન્ડિયા ગ્રૂપે આશ્રિતો અને વંચિતોને બતાવ્યુ હનુમાન અંશ ફિલ્મ મોરબીના રાજપર ગામે ગૌમાતાના લાભાર્થે જરાસંઘનો વધ નાટક અને વિજુડી ટીમનું કોમિક યોજાશે મોરબી વોર્ડ નં.૬ ના કોર્પોરેટર તથા મોરબી મહાનગરપાલિકાના ડેપ્યુટી ચેરમેન કેયુરભાઈ પંડ્યા દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓનો સરસ્વતી સન્માન સમારોહ યોજાયો મોરબીના નવી ટીંબડી ગામના પાટીયા પાસેથી ત્યજી દેવાયેલ નવજાત બાળક મળી આવ્યું: વાલી વરસની શોધખોળ મોરબી તાલુકા સેવા સદનમાં 25,000 ની લાંચ માંગનાર અધિકારી અને તેનો ડ્રાઇવર એસીબીના છટકામાં રંગે હાથે ઝડપાયા મોરબીવાસીઓનો વાચનપ્રેમ છલકાયો: બે દિવસીય જ્ઞાનયજ્ઞ પુસ્તક મેળામાં રૂ. ૭ લાખથી વધુની કિંમતના પુસ્તકોનું થયુ વેચાણ સરકારની AGR - 2 યોજના હેઠળ ટંકારાના ખેડૂત દિનેશભાઈ પટેલને કમ્બાઈન્ડ હાર્વેસ્ટરની ખરીદી માટે મળી ૯.૬૦ લાખની સહાય
Breaking news
Morbi Today

મોરબીના લીલાપર રોડે ફિલ્ટર હાઉસના હોજમાં ન્હાવા પડેલ યુવાનનું પાણીમાં ડૂબી જવાથી મોત


SHARE









મોરબીના લીલાપર રોડે ફિલ્ટર હાઉસના હોજમાં ન્હાવા પડેલ યુવાનનું પાણીમાં ડૂબી જવાથી મોત

મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ ફિલ્ટર હાઉસના પાણીના હોજમાં ન્હાવા માટે પડેલ યુવાન પાણીમાં ડૂબી ગયો હતો જેથી કરીને પાણીમાં ડૂબી જતાં તેનું મોત નિપજ્યું હતું જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મૃતકના ભાઈએ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબીના લીલાપર રોડ ઉપર પાંજરાપોળની સામેના ભાગમાં રહેતા દિલીપભાઈ ગણપતદાસ અગ્રાવત જાતે રામાનંદી સાધુ (૪૮) મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ નગરપાલિકાના ફિલ્ટર હાઉસ ખાતે ફિલ્ટર હાઉસના પાણીના હોજમાં ન્હાવા માટે પડ્યા હતા અને ત્યારે પાણીમાં ડૂબી જવાના કારણે સ્થળ ઉપર જ દિલીપભાઈ ગણપતદાસ અગ્રાવતનું મોત નિપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને તેના ભાઈ ધર્મેન્દ્રભાઈ ગણપતદાસ અગ્રાવત (૫૧) રહે. પાંજરાપોળ ગૌશાળા સામે મોરબી વાળા મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની તેઓ દ્વારા મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના એ.એમ. જાપડીયા ચલાવી રહ્યા છે




Latest News