હળવદમાં ફ્રી આંખ ચેકઅપ મોતીયા ઓપરેશન મેગા કેમ્પ સાથે સેવાભાવિ વ્યક્તિઓનો સન્માન સમારોહ યોજાશે મોરબીના યંગ ઇન્ડિયા ગ્રૂપે આશ્રિતો અને વંચિતોને બતાવ્યુ હનુમાન અંશ ફિલ્મ મોરબીના રાજપર ગામે ગૌમાતાના લાભાર્થે જરાસંઘનો વધ નાટક અને વિજુડી ટીમનું કોમિક યોજાશે મોરબી વોર્ડ નં.૬ ના કોર્પોરેટર તથા મોરબી મહાનગરપાલિકાના ડેપ્યુટી ચેરમેન કેયુરભાઈ પંડ્યા દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓનો સરસ્વતી સન્માન સમારોહ યોજાયો મોરબીના નવી ટીંબડી ગામના પાટીયા પાસેથી ત્યજી દેવાયેલ નવજાત બાળક મળી આવ્યું: વાલી વરસની શોધખોળ મોરબી તાલુકા સેવા સદનમાં 25,000 ની લાંચ માંગનાર અધિકારી અને તેનો ડ્રાઇવર એસીબીના છટકામાં રંગે હાથે ઝડપાયા મોરબીવાસીઓનો વાચનપ્રેમ છલકાયો: બે દિવસીય જ્ઞાનયજ્ઞ પુસ્તક મેળામાં રૂ. ૭ લાખથી વધુની કિંમતના પુસ્તકોનું થયુ વેચાણ સરકારની AGR - 2 યોજના હેઠળ ટંકારાના ખેડૂત દિનેશભાઈ પટેલને કમ્બાઈન્ડ હાર્વેસ્ટરની ખરીદી માટે મળી ૯.૬૦ લાખની સહાય
Breaking news
Morbi Today

મોરબીમાં કલેક્ટરના અધ્યક્ષ સ્થાને ધારાસભ્યોની હાજરીમાં સંકલન સહ ફરિયાદની બેઠક યોજાઇ


SHARE









મોરબીમાં કલેક્ટરના અધ્યક્ષ સ્થાને ધારાસભ્યોની હાજરીમાં સંકલન સહ ફરિયાદની બેઠક યોજાઇ

મોરબી જિલ્લા કલેક્ટર જી.ટી.પંડ્યાના અધ્યક્ષસ્થાને સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક કલેકટર કચેરીના સભાખંડ ખાતે યોજાઈ હતી. જેમાં કલેકટર, ધારાસભ્યો તેમજ તમામ વિભાગના અધિકારીઓ સહિતના હાજર રહ્યા હતા

આ સંકલન બેઠકમાં ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ મોરબી શહેરના લાતી પ્લોટને તમામ પ્રાથમિક સુવિધા ઉપલ્બ્ધ કરવા માટેની યોજના બનાવવા જણાવ્યું હતું. મચ્છુ-૨ની કેનાલમાં ભળી જતા ગટરના પાણીનો યોગ્ય નિકાલ કરવા પર ભાર મુકી મોરબીથી માળીયા જતા રોડની બન્ને બાજુ ભરાતા વરસાદી પાણીનો યોગ્ય નિકાલ કરાવવા પણ જણાવ્યું હતું. ઉપરાંત નેશનલ હાઇ-વેને ક્રોસ કરતા ગામડાનાં રોડ પર ભુગર્ભની સફાઈ, રોડના બન્ને બાજુના દબાણ હટાવવા, સરકાર દ્વારા ચાલતી સૌની યોજના હેઠળ પાઇપલાઇનથી ૩ કી.મીની મર્યાદામાં આવતા તળાવ ચેકડેમ સાંકળવા, પ્રજાની મુશ્કેલીને હલ કરવા વાંકાનેર થી ભાવનગર જતી વધું એક બસ ચાલુ કરાવવી, ઉપરાંત જાહેર વિસ્તારો આસપાસ આવેલ ગેરકાયદેસર માંસાહારી લારીઓ કે દુકાનો હટાવવી વગેરે જેવા વિવિધ પ્રશ્નો રજૂ કર્યા હતા. આ સંકલન બેઠકનું સંચાલન એન.કે. મુચ્છાર દ્વારા કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણી, જિલ્લા કલેક્ટર જી.ટી. પંડ્યા સાથે ડીડીઓ ડી.ડી. જાડેજા, જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુલાલભાઇ શિહોરા, જિલ્લાની વિવિધ કચેરીઓના વડા અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.




Latest News