હળવદમાં ફ્રી આંખ ચેકઅપ મોતીયા ઓપરેશન મેગા કેમ્પ સાથે સેવાભાવિ વ્યક્તિઓનો સન્માન સમારોહ યોજાશે મોરબીના યંગ ઇન્ડિયા ગ્રૂપે આશ્રિતો અને વંચિતોને બતાવ્યુ હનુમાન અંશ ફિલ્મ મોરબીના રાજપર ગામે ગૌમાતાના લાભાર્થે જરાસંઘનો વધ નાટક અને વિજુડી ટીમનું કોમિક યોજાશે મોરબી વોર્ડ નં.૬ ના કોર્પોરેટર તથા મોરબી મહાનગરપાલિકાના ડેપ્યુટી ચેરમેન કેયુરભાઈ પંડ્યા દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓનો સરસ્વતી સન્માન સમારોહ યોજાયો મોરબીના નવી ટીંબડી ગામના પાટીયા પાસેથી ત્યજી દેવાયેલ નવજાત બાળક મળી આવ્યું: વાલી વરસની શોધખોળ મોરબી તાલુકા સેવા સદનમાં 25,000 ની લાંચ માંગનાર અધિકારી અને તેનો ડ્રાઇવર એસીબીના છટકામાં રંગે હાથે ઝડપાયા મોરબીવાસીઓનો વાચનપ્રેમ છલકાયો: બે દિવસીય જ્ઞાનયજ્ઞ પુસ્તક મેળામાં રૂ. ૭ લાખથી વધુની કિંમતના પુસ્તકોનું થયુ વેચાણ સરકારની AGR - 2 યોજના હેઠળ ટંકારાના ખેડૂત દિનેશભાઈ પટેલને કમ્બાઈન્ડ હાર્વેસ્ટરની ખરીદી માટે મળી ૯.૬૦ લાખની સહાય
Breaking news
Morbi Today

મોરબીમાં રિંગ રોડ,અધ્યતન ફાયર સ્ટેશન સહિતની સીએમ સમક્ષ પદાધિકારીઓની માંગ, વિકાસ કામો ઉપર ધ્યાન રાખવા દાદાની ટકોર


SHARE









મોરબીમાં રિંગ રોડ,અધ્યતન ફાયર સ્ટેશન સહિતની સીએમ સમક્ષ પદાધિકારીઓની માંગ, વિકાસ કામો ઉપર ધ્યાન રાખવા દાદાની ટકોર

રાજ્યના સીએમ ભુપેન્દ્રભાઈ પટેલ મોરબીમાં આવ્યા ત્યારે મોરબીના શનાળા રોડે આવેલ સ્કાય મોલ ખાતે તેની અધ્યક્ષતામાં જુદીજુદી પાંચ બેઠકોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જુદાજુદા પ્રશ્નો  અને સમસ્યાઓ સામે આવી હતી ત્યારે ખાસ કરીને મોરબીના ટ્રાફિકને ધ્યાનમાં રાખીને મોરબીમાં એક રિંગ રોડ અને ઉદ્યોગને ધ્યાને રાખીને અધ્યતન ફાયર સ્ટેશન આપવાની માંગ કરવામાં આવી હતી ત્યારે દાદાએ પણ તમામ રજૂઆતો સાંભળીને મોરબી જીલ્લામાં જે પણ વિકાસ કામો કરવામાં આવી રહ્યા છે તે સારી રીતે કરવામાં આવે તે માટે ચૂંટાયેલા પ્રતિનિધિઓએ ધ્યાન આપે તેવી ટકોર કરી હતી

મોરબીમાં સીએમ ભુપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને જુદીજુદી પાંચ બેઠકોનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે મોરબી જિલ્લાના પ્રભારી મંત્રી અને રાજ્યના શિક્ષક મંત્રી પ્રફુલભાઇ પાનસેરિયા પણ તેની સાથે રહ્યા હતા અને મોરબીના શનાળા રોડે આવેલ સ્કાય મોલ ખાતે મોરબી જિલ્લાના ભાજપના આગેવાનો, હોદેદારો અને કાર્યકરો તેમજ સંઘના હોદેદારો અને જિલ્લાના અધિકારીઓની સાથે જુદીજુદી પાંચ બેઠક યોજાઇ હતી ત્યારે આ બેઠકમાં હાજર રહેલા ભાજપના આગેવાનો, હોદેદારો અને કાર્યકરો પાસેથી મળતી માહિતી મુજબ મોરબી જિલ્લાના પ્રશ્નો, સમસ્યાઓ છે તેને ઉકેલવા માટે અને લોકોની સુખાકારીમાં વધારો થાય તેના માટેનું આયોજન કરવામાં આવ્યું છે

ખાસ કરીને સરકાર અને સંગઠન સાથે રહીને કેવી રીતે સારા કામ કરી શકે તેના માટે સીએમ દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને ભાજપના આગેવાનો, હોદેદારો અને કાર્યકરોને માર્ગદર્શન આપવામાં અવાયું હતું આ બેઠકો દરમ્યાન મોરબીની ટ્રાફિક સમસ્યાને ધ્યાનમાં રાખીને મોરબીમાં એક રિંગ રોડ આપવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે તેમજ મોરબીની આસપાસમાં આવેલા ઉદ્યોગને ધ્યાને રાખીને મોરબી જીલ્લામાં એક અધ્યતન ફસ સ્ટેશન સરકાર દ્વારા આપવામાં આવે તેના માટેની રજૂઆત કરવામાં આવી હતી ત્યારે દાદાએ પણ અહીના આગેવાનોને સાંભળી લીધા પછી પ્રજાના પૈસાનો સદુપયોગ થાય તે માટે જીલ્લામાં કોઈપણ જગ્યાએ વિકાસ કરવામાં આવતા હોય તે સારા મજબૂત અને ટકાઉ થાય તેના માટે અહીના પ્રતિનિધિઓ સહિતનાઓ તેના ઉપર ધ્યાન આપવાનું છે તેવી ટકોર કરી હતી તેમજ આગામી સમયમાં લોકસભાની ચૂંટણી આવશે ત્યારે પણ ગત વિધાનસભાની ચૂંટણી કરતાં પણ વધુ સારું પરિણામ મેળવવું છે તેના માટે સહુ કોઈએ કામે લાગી જવાનું છે




Latest News