હળવદમાં ફ્રી આંખ ચેકઅપ મોતીયા ઓપરેશન મેગા કેમ્પ સાથે સેવાભાવિ વ્યક્તિઓનો સન્માન સમારોહ યોજાશે મોરબીના યંગ ઇન્ડિયા ગ્રૂપે આશ્રિતો અને વંચિતોને બતાવ્યુ હનુમાન અંશ ફિલ્મ મોરબીના રાજપર ગામે ગૌમાતાના લાભાર્થે જરાસંઘનો વધ નાટક અને વિજુડી ટીમનું કોમિક યોજાશે મોરબી વોર્ડ નં.૬ ના કોર્પોરેટર તથા મોરબી મહાનગરપાલિકાના ડેપ્યુટી ચેરમેન કેયુરભાઈ પંડ્યા દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓનો સરસ્વતી સન્માન સમારોહ યોજાયો મોરબીના નવી ટીંબડી ગામના પાટીયા પાસેથી ત્યજી દેવાયેલ નવજાત બાળક મળી આવ્યું: વાલી વરસની શોધખોળ મોરબી તાલુકા સેવા સદનમાં 25,000 ની લાંચ માંગનાર અધિકારી અને તેનો ડ્રાઇવર એસીબીના છટકામાં રંગે હાથે ઝડપાયા મોરબીવાસીઓનો વાચનપ્રેમ છલકાયો: બે દિવસીય જ્ઞાનયજ્ઞ પુસ્તક મેળામાં રૂ. ૭ લાખથી વધુની કિંમતના પુસ્તકોનું થયુ વેચાણ સરકારની AGR - 2 યોજના હેઠળ ટંકારાના ખેડૂત દિનેશભાઈ પટેલને કમ્બાઈન્ડ હાર્વેસ્ટરની ખરીદી માટે મળી ૯.૬૦ લાખની સહાય
Breaking news
Morbi Today

મોરબીના સુપર માર્કેટમાં વિદ્યાર્થીનીઓની છેડતી કરનારા શખ્સો સામે ગુનો નોંધાયો


SHARE









મોરબીના સુપર માર્કેટમાં વિદ્યાર્થીનીઓની છેડતી કરનારા શખ્સો સામે ગુનો નોંધાયો

મોરબી શહેરના સનાળા રોડ ઉપર આવેલ સુપર માર્કેટમાંથી પસાર થતી વિદ્યાર્થીનીઓની છેડતી કરતા શખ્સોનો વિડીયો વાયરલ થયો હતો જેથી કરીને પોલીસ દોડતી થઈ હતી અને હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશને ગુનો નોંધીને પોલીસે પાંચ આરોપીની ધરપકડ કરેલ છે અને બે બાળ કિશોરને કબજામાં લઈને આગળની કાર્યવાહી કરવામાં આવી છે 

મોરબીમાં નવા બસ સ્ટેન્ડની આસપાસમાં શૈક્ષણિક સંસ્થાઓ આવેલ છે જેમાં ગ્રામ્ય વિસ્તારમાંથી અપડાઉન કરતી વિદ્યાર્થીનીઓ અને વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા માટે આવતા હોય છે ત્યારે ગત તા. ૧૭ અને ૧૮ ના વહેલી સવારે અભ્યાસ માટે જતી વિદ્યાર્થીનીઓની વચ્ચે પગ આડા રાખીને અથવા તો આડા ઊભા રહીને તેની છેડતી કરવામાં આવતી હોય તે પ્રકારના સોશિયલ મીડિયામાં બે વિડિયો વાયરલ થયા હતા જેથી કરીને પોલીસ દોડતી થઈ હતી અને વિડિયોમાં દેખાતા શખ્સોને તાત્કાલિક ઉપાડી લેવામાં આવ્યા હતા ત્યાર બાદ હાલમાં મોરબી સિટી  એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પોલીસે આરોપીઓ સામે જી.પી. એક્ટ કલમ ૧૧૦, ૧૧૧, ૧૧૭ મુજબ ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરવામાં આવી હતી અને આ ગુનામાં પોલીસે આરોપી રાહુલભાઈ મહેશભાઈ પટેલ (૧૯) રહે. લક્ષ્મીનારાયણ સોસાયટી ટંકારા, નયનભાઈ નાગજીભાઈ પાટડીયા (૨૦) રહે. ધૂનડા તાલુકો ટંકારા, અક્ષયરાજસિંહ લાલુભા ઝાલા (૧૮) રહે. નાના રામપર તાલુકો ટંકારા, દર્શન લક્ષ્મણભાઈ કેશુર (૧૮) રહે. નાના રામપર તાલુકો ટંકારા અને અરુણભાઈ દોલતભાઈ જાદવ (૧૮) રહે. ધુનડા તાલુકો ટંકારાનો સમાવેશ થાય છે. જો કે, બે બાળ કોશોર હોવાથી પોલીસે તેને કબજામાં લઈને પૂછપરછ કરીને તેના વાલીને સોપી દીધા હતા




Latest News