હળવદમાં ફ્રી આંખ ચેકઅપ મોતીયા ઓપરેશન મેગા કેમ્પ સાથે સેવાભાવિ વ્યક્તિઓનો સન્માન સમારોહ યોજાશે મોરબીના યંગ ઇન્ડિયા ગ્રૂપે આશ્રિતો અને વંચિતોને બતાવ્યુ હનુમાન અંશ ફિલ્મ મોરબીના રાજપર ગામે ગૌમાતાના લાભાર્થે જરાસંઘનો વધ નાટક અને વિજુડી ટીમનું કોમિક યોજાશે મોરબી વોર્ડ નં.૬ ના કોર્પોરેટર તથા મોરબી મહાનગરપાલિકાના ડેપ્યુટી ચેરમેન કેયુરભાઈ પંડ્યા દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓનો સરસ્વતી સન્માન સમારોહ યોજાયો મોરબીના નવી ટીંબડી ગામના પાટીયા પાસેથી ત્યજી દેવાયેલ નવજાત બાળક મળી આવ્યું: વાલી વરસની શોધખોળ મોરબી તાલુકા સેવા સદનમાં 25,000 ની લાંચ માંગનાર અધિકારી અને તેનો ડ્રાઇવર એસીબીના છટકામાં રંગે હાથે ઝડપાયા મોરબીવાસીઓનો વાચનપ્રેમ છલકાયો: બે દિવસીય જ્ઞાનયજ્ઞ પુસ્તક મેળામાં રૂ. ૭ લાખથી વધુની કિંમતના પુસ્તકોનું થયુ વેચાણ સરકારની AGR - 2 યોજના હેઠળ ટંકારાના ખેડૂત દિનેશભાઈ પટેલને કમ્બાઈન્ડ હાર્વેસ્ટરની ખરીદી માટે મળી ૯.૬૦ લાખની સહાય
Breaking news
Morbi Today

મોરબી પરશુરામ દાદાની જન્મ જયંતીની પૂર્વે રાસ ગરબા યોજાયા: સાંજએ ભવ્ય શોભાયાત્રા નીકળશે


SHARE









મોરબી પરશુરામ દાદાની જન્મ જયંતીની પૂર્વે રાસ ગરબા યોજાયા: સાંજએ ભવ્ય શોભાયાત્રા નીકળશે

મોરબીમાં ગઇકાલે પરશુરામ ધામ ખાતે પરશુરામ દાદાની જન્મ જયંતી નિમિતે ભૂદેવો માટે રાસ ગરબનું આયોજન પણ કરવામાં આવ્યું હતુ આ તકે પરશુરામ યુવા ગ્રુપના પ્રમુખ રોહિતભાઈ પંડ્યા, કમલભાઈ દવે, ધ્વનિતભાઈ તેમજ પરશુરામ ધામના સંચાલક ભુપતભાઈ પંડ્યા, પાલિકાના માજી સભ્ય પ્રવિણાબેન જિતેન્દ્રભાઈ ત્રિવેદી, સ્વયંભૂ જડેશ્વર મહાદેવા મંદિરના લઘુમહંત જિતેન્દ્રભાઈ રતિભાઈ ત્રિવેદી, પત્રકાર એશો.ના પ્રમુખ હિમાંશુભાઈ ભટ્ટ, નીરજભાઈ ભટ્ટ, ચિંતનભાઈ ભટ્ટ કપિલભાઈ દવે, અમિતભાઈ પંડ્યા, તેમજ પત્રકાર અતુલભાઈ જોશી, ભાસ્કરભાઈ જોશી સહિતના હાજર રહ્યા હતા અને આજે ભગવાન પરશુરામની જન્મજયંતિ નિમિતે મોરબીના વાઘપરામાં આવેલ ગાયત્રી મંદિરે પરશુરામ યુવા ગ્રૂપ દ્વારા સાંજે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મોટી સંખ્યામાં ભૂદેવ પરિવારોને સહપરિવાર જોડાવા માટે આગેવાનોએ આહ્વાન કર્યું છે અત્રે ઉલેખનીય છે કે, મોરબીમાં દર વર્ષે પરશુરામ યુવા ગ્રુપ દ્વારા પરશુરામ જયંતીની ધામધુમથી ઉજવણી કરવામાં આવે છે તેવી જ રીતે પરશુરામ જન્મોત્સવની ભવ્ય ઉજવણી આ વખતે પણ કરવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે અને આજે સાંજે ભગવાનપરશુરામની ભવ્ય શોભાયાત્રા નીકળશે જે વાઘપરા- ૧૪ માં આવેલા ગાયત્રી મંદિર ખાતેથી શરૂ કરવામાં આવશે અને નવલખી રોડ પર આવેલ ભગવાન પરશુરામના મંદિર પરશુરામ ધામ ખાતે પૂરી કરવામાં આવશે ત્યાર બાદ પરશુરામ ધામ ખાતે મહાઆરતી અને મહાપ્રસાદની વ્યવસ્થા પરશુરામ યુવા ગ્રુપ દ્વારા કરવામાં આવી છે તેવી પ્રમુખ રોહિતભાઈ પંડયાએ જણાવ્યુ છે




Latest News