મોરબી મનપામાં મિલ્કત વેરો ન ભરનારા 37 આસામીઓની મિલ્કત સીલ મોરબીના કલ્સટર-4 માં સફાઈ સહિતના કામની વિઝિટ કરતાં નાયબ કમિશનર મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અચાનક આગ લાગતા કાર બળીને ખાખ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગુરુવારે બૌદ્ધિક સત્રનું આયોજન મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત
Breaking news
Morbi Today

મોરબી નજીક આઇસર ચાલકે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા તરૂણનું મોત: ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં


SHARE















મોરબી નજીક આઇસર ચાલકે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા તરૂણનું મોત: ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં

મોરબીના મહેન્દ્રનગર ગામ પાસે આવેલ હોટલની સામેના ભાગમાં આઇસર ચાલકે ડબલ સવારી બાઇકને લીધું હતું જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો અને તેમાં બાઈક ઉપર જઈ રહેલા બે પૈકીના એક તરુણને ગંભીર ઈજા થઇ હોવાથી તેનું મોત નીપજયું હતુ જોકે, બાઇક ચાલક યુવાનને ગંભીર ઇજા થવાથી તેને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવેલ છે અને અકસ્માતમાં આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી નજીકના મહેન્દ્રનગર ગામ પાસે આવેલ શબરી હોટલ પાસેથી ડબલ સવારી બાઇક પસાર થઈ રહ્યું હતું ત્યારે તે બાઈકને આઇસરના ચાલકે હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના આ બનાવમાં મોરબી નજીકના ઘૂટું ગામે રહેતા ઉર્વેશ મનોજભાઈ આત્રેશા જાતે કોળી (૧૫) નામના તરુણને ગંભીર ઈજા થવાથી તેનું મોત નીપજ્યું હતું જોકે, બાઈક ચલાવતા અજય રાજેશભાઈ આત્રેસા જાતે કોળી (૨૩) રહે. વઢવાણ વાળાને ગંભીર ઇજા થઈ હોવાથી પ્રાથમિક સારવાર મોરબીમાં આપ્યા બાદ વધુ સારવાર માટે તેને રાજકોટ ખસેડવામાં આવેલ છે આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની આગળની વધુ તપાસ કરતા મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના જગદીશભાઈ ડાંગર સાથે વાત કરતા તમણે જણાવ્યું હતું કે મૃતક ઉર્વેસ અને અજય બંને બાઈક લઈને ઘૂંટુ ગામ તરફથી મોરબી બાજુ આવી રહ્યા હતા ત્યારે શબરી હોટલ પાસે આઇસર અને બાઇક વચ્ચે અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં ઉર્વેશનું મોત નીપજયું છે અને અજયને ગંભીર ઇજા થયેલ હોવાથી તેને રાજકોટ સારવાર માટે લઈ જવામાં આવેલ છે અને આ બનાવમાં ફરિયાદ લેવા માટેની તજવીજ ચાલુ છે છે

અકસ્માતમાં ઇજા

મોરબીના વાવડી રોડ ઉપર રહેતો હિરેન ધીરજભાઈ છત્રોલા (૨૧) નામનો યુવાન મોરબીના નવલખી રોડ ઉપર આવેલ ગોર ખીજડીયા ગામના પાટીયા પાસેથી પોતાનું બાઈક લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે ત્યાં અકસ્માતનો બનાવ બન્યો હતો અને તે અકસ્માતના બનાવવામાં ઇજા પામેલ યુવાનને સારવાર માટે મોરબીના સનાળા રોડ ઉપર આવેલ ક્રિષ્ના હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યારે યુવાનને સારવાર આપ્યા બાદ હોસ્પિટલ મારફતે બનાવની મોરબી તાલુકા પોલીસણે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના એમ.એલ. બારૈયા ચલાવી રહ્યા છે

અકસ્માતમાં ઇજા

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ ધક્કાવાળી મેલડી માતાજીના મંદિરથી આગળ કુબેરનગર તરફ જવાના રસ્તે કોઈ અજાણ્યા વાહન ચાલકે યુવાનને હડફેટે લીધો હતો જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો અને તે બનાવવામાં મોરબી તાલુકાના કેરાળી ગામે રહેતા દિનેશપરી કેશુપરી ગોસાઈ (૪૭) નામના યુવાનને ઇજા થઇ હોવાથી ઈજાગ્રસ્ત હાલતમાં તે યુવાનને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આગળી કાર્યવાહી હાથ ધરી છે

મારામારીમાં ઇજા

મોરબીના સનાળા રોડ ઉપર સત્યમ પાન વાળી શેરીમાં આવેલ ભક્તિનગર શેરી નં-૨ માં રહેતા નેહલબેન અતુલભાઇ મીરાણી (૩૪) નામની મહિલાને મારામારીમાં ઇજા થઈ હતી જેથી ઈજા પામેલ મહિલાને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવવાની મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની તપાસ વિપુલભાઈ ફુલતરીયા ચલાવી રહ્યા છે અને વધુમાં મળતી માહિતી મુજબ મહિલાના ઘરે જ મારામારીનો બનાવ બન્યો હતો જેમાં તેને ઈજા થઈ હતી જેથી મહિલાને સારવાર માટે હોસ્પિટલ લઈને આવ્યા છે






Latest News