હળવદમાં ફ્રી આંખ ચેકઅપ મોતીયા ઓપરેશન મેગા કેમ્પ સાથે સેવાભાવિ વ્યક્તિઓનો સન્માન સમારોહ યોજાશે મોરબીના યંગ ઇન્ડિયા ગ્રૂપે આશ્રિતો અને વંચિતોને બતાવ્યુ હનુમાન અંશ ફિલ્મ મોરબીના રાજપર ગામે ગૌમાતાના લાભાર્થે જરાસંઘનો વધ નાટક અને વિજુડી ટીમનું કોમિક યોજાશે મોરબી વોર્ડ નં.૬ ના કોર્પોરેટર તથા મોરબી મહાનગરપાલિકાના ડેપ્યુટી ચેરમેન કેયુરભાઈ પંડ્યા દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓનો સરસ્વતી સન્માન સમારોહ યોજાયો મોરબીના નવી ટીંબડી ગામના પાટીયા પાસેથી ત્યજી દેવાયેલ નવજાત બાળક મળી આવ્યું: વાલી વરસની શોધખોળ મોરબી તાલુકા સેવા સદનમાં 25,000 ની લાંચ માંગનાર અધિકારી અને તેનો ડ્રાઇવર એસીબીના છટકામાં રંગે હાથે ઝડપાયા મોરબીવાસીઓનો વાચનપ્રેમ છલકાયો: બે દિવસીય જ્ઞાનયજ્ઞ પુસ્તક મેળામાં રૂ. ૭ લાખથી વધુની કિંમતના પુસ્તકોનું થયુ વેચાણ સરકારની AGR - 2 યોજના હેઠળ ટંકારાના ખેડૂત દિનેશભાઈ પટેલને કમ્બાઈન્ડ હાર્વેસ્ટરની ખરીદી માટે મળી ૯.૬૦ લાખની સહાય
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ કરાવતા ધારાસભ્ય


SHARE









મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ કરાવતા ધારાસભ્ય

મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે અને આ ક્રિકેટ ટુર્નામેન્ટનો આજે મોરબી માળીયાના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, મોરબી જિલ્લા પંચાયતના શિક્ષણ સમિતિના ચેરમેન સોનગ્રા, પ્રવીણભાઈ આંબરિયા, જયેશભાઇ રાઠોડ, સુખાભાઇ ડાંગર અને દિનેશભાઇ ગરચર દ્વારા પ્રારંભ કરાવ્યો હતો ત્યારે શિક્ષકોમાં ખેલદિલીની ભાવના વધે અને એકમેકની વધુ નજીક આવે તે માટે મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા જે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે તેને ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ બિરદાવ્યૂ હતું આ આયોજનને સફળ બનાવવા માટે મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ ઘનશ્યામભાઈ એસ. દેથરીયા અને મહામંત્રી દિનેશભાઇ આર. હુંબલ સહિતની ટિમ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી રહી છે અત્રે ઉલેખનીય છે કે, નાગડાવાસ ગામ પાસે આવેલ મુરલીધર ક્રિકેટ મેદાન તા ૨૨ તેમજ ૨૩ ના રોજ જુદીજુદી ૮ ટીમો વચ્ચે મેચ રમશે અને છેલ્લે જિલ્લા પંચાયતની ટિમ તેમજ મુરલીધર ક્રિકેટ સ્પોર્ટ્સ ક્લબની ટીમની વચ્ચે ફ્રેંડલી મેચનું આયોજન કરવામાં આવ્યું છે




Latest News