હળવદના ગોલસાણ ગામે ભત્રીજા-ભત્રીજીના લગ્ન પ્રસંગમાં સાળાના દીકરાને લેવા જઇ રહેલા યુવાનનું મોરબી નજીક માર્ગ અકસ્માતમાં મોત મોરબી મહાપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયત તેમજ પાલિકાની ચૂંટણી માટે કાલે મતદાન: ૮૫૭ મતદાન મથકો ઉપર સ્ટાફ-મશીનરીની આજે ફાળવણી માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને છરીના ઘા ઝીકયા ટંકારાના ઓટાળા નજીક કાર ચાલકે માલવાહક વાહનને હડફેટે લેટ બાળક સહિત 3 વ્યક્તિને ઇજા: હળવદમાં કાર ચાલકે સ્કૂટરને હડફેટે લેતા અકસ્માત ટંકારાના હડમતીયા ગામે મિત્રના લગ્ન પ્રસંગમાં ગયેલા યુવાનને જૂના ઝઘડાનો ખાર રાખીને મારી નાખવાની ધમકી મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 3 શખ્સો પકડાયા મોરબીમાં ચૂંટણીના માહોલ વચ્ચે વિદેશી દારૂની જુદીજુદી ત્રણ રેડમાં 620 બોટલ દારૂ ઝડપાયો મોરબીના વિદ્યુત સ્મશાનમાં સફાઈ કામ કરતી મહિલાનું વીજ શોક લાગતા મોત
Breaking news
Morbi Today

મોરબીમાં દોઢ લાખ વસૂલ કરવા સિરામિક કારખાનેદારનું અપહરણ કરીને મજૂરોએ પાંચ લાખ રૂપિયા પડાવ્યા !


SHARE













મોરબીમાં દોઢ લાખ વસૂલ કરવા સિરામિક કારખાનેદારનું અપહરણ કરીને મજૂરોએ પાંચ લાખ રૂપિયા પડાવ્યા !

મોરબીના કારખાનામાં મજૂર કામા કરતાં પરપ્રાંતીય મજૂરોને કારખાનામાંથી લેવાના નિકલા રૂપિયા કારખાનેદાર પાસેથી વધુ કરવા માટે સિરામિક ઉદ્યોગપતિનું ઇકો કારમાં અપહરણ કરવામાં આવ્યું હતું અને તેને છરી બતાવીને પહેલા ૧૦ લાખની માંગણી કરી હતી જોકે, બાદમાં ઉદ્યોગપતિના ભાગીદારને ફોન કરીને પાંચ લાખ રૂપિયા પડાવી લેવામાં આવેલ છે અને કારખાના પૂર્વ કર્મચારી સહિતના પાંચ શખ્સોની સામે હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશને ઉદ્યોગપતિ દ્વારા અપહરણ અને ખંડણીની ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના લીલાપર કેનાલ રોડે ગુંજન હાઇટ્સમાં રહેતા જીજ્ઞેશભાઈ મહાદેવભાઈ ભટ્ટાસણાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી છે કે, મોરબીના ઘૂટું બેલા રોડ પર વુગા સિરામિક સેનેટરી વેર કારખાનામાં તેનો ભાગ છે અને તા. ૨૩ ના રોજ સવારે આઠ વાગ્યે ઘરેથી કારખાને જતાં હતા ત્યારે ઘૂટુંથી તલાવીયા શનાળા વચ્ચે મોઢે રૂમાલ બાંધેલ  બે શખ્સ જાળીમાંથી સામે આવ્યા હતા અને તેને ધક્કો મારી બાઈક ઉપરથી નીચે પાડીને ઇકો કારમાં તેનું અપહરણ કરવામાં આવ્યું હતું ત્યારે બાદ ગાડીમાં બેઠેલા શખ્સોએ હળવદ રોડે તેના મોઢા ઉપરથી કપડાં હટાવતા અગાઉ કારખાનામાં કામ કરતાં બે શખ્સો હોવાનું સામે આવ્યું હતું અને બે શખ્સો અજાણ્યા હતા ત્યારે કારમાં જ બેઠેલા પૂર્વ કર્મચાર મનોજ ઉર્ફે ટાપન હરિહર બહેરાએ કહ્યું હતું કે તેને કામના દોઢ લાખ રૂપિયા લેવાના છે જે અવારનવાર માંગવા છતાં આપવામાં આવેલ નથી જો કે, હવે દસ લાખ રૂપિયા આપવા પડશે જો કે, રવિવાર હોવાથી આટલા રૂપિયાની વ્યવસ્થા ન થઇ શકે તેવું કહ્યું હતું જેથી કરીને આરોપીએ છરી બતાવીને મારી નાખવાની ધમકી આપી હતી

જેથી કરીને ભોગ બનેલા ઉદ્યોગકારે તેના ભાગીદાર વિશાલભાઈને ફોન કરી પૈસાની વ્યવસ્થા કરવા માટે કહ્યું હતું જેથી વિશાલભાઈએ બપોરના એકાદ વાગ્યાના અરસામાં વાંકાનેર તાલુકાનાં ઢુવા પાસે આવેલ રાધે હોટેલ પાછળ માટેલ રોડ ઉપર આવેલ ઓમ ઇલેક્ટ્રિક સામે આરોપીઓના કોઈ સાગરિતને પાંચ લાખ રૂપિયા આપ્યા હતા અને તે વેરીફાઈ કરવા માટે વિશાલભાઈએ ભોગ બનેલા ફરિયાદીને વિડીયો કોલ કયો હતો ત્યાર બાદ આરોપીઓએ ફરિયાદીને અમદાવાદ નારોલથી થોડે આગળ ભાવડા સર્કલ પાસે ઉતારી દીધો હતો અને તેઓ ઇકો કાર એમપી ૯ ઝેડસી ૨૭૭૮ લઈને નાસી ગયા હતા અને આ આરોપીઓ તેના મોબાઈલ ફોનમાં સતત એમપી સુધીનો રસ્તો ગૂગલ મેપમાં જોતાં હતા ત્યાર બાદ ફરિયાદી જીજ્ઞેશભાઈએ તેના ભાઈ જતીનભાઈ અમદાવાદ રહેતા હોય તેને ફોન કર્યો હતો અને તેને બોલાવીને તેની ગાડીમાં વિરમગામ ચોકડીએ આવ્યા હતા ત્યાં વિશાલભાઈ તેમજ તેના પરિવારજનો આવી ગયા હતા જેથી કરીને તે તેની સાથે મોડી રાત્રે મોરબી આવ્યા હતા અને હલમ તેને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મનોજ ઉર્ફે ટાપન હરિહર બેહરા રહે. ઓરિસ્સા, પવન ખુમસિંગ મજરા રહે એમપી, રાજકુમાર, ઇકો ગાડીના ડ્રાઈવર અને જયંતાકુમાર હરિહર બહેરા રહે. ઓરિસ્સા વાળાની સામે ઉદ્યોગપતિએ અપહરણ અને પાંચ લાખની ખંડણીની તેમજ છરી બતાવીને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News